Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, June 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » RSSએ CBI-ED ECI પર કબજાે કર્યો

    RSSએ CBI-ED ECI પર કબજાે કર્યો

    City Today DailyBy City Today DailyDecember 9, 2025

    રાહુલ ગાંધીએ તમામ સંસ્થાઓ પર RSSનો કબજાે હોવાનું કહેતા હોબાળો

    દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલના કેન્દ્ર પર પ્રહાર

    નવી દિલ્હી,તા.૯

    સંસદના શિયાળુ સત્રમાં આજે વિશેષ ગહન પુનરીક્ષણ (SIR), એટલે કે મતદાર યાદી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સીબીઆઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગંભીર પ્રહારો કર્યા છે. તેમના આક્ષેપોના કારણે ગૃહમાં ભારે હંગામો થયો છે. રાહુલ ગાંધી એ પોતાના ભાષણની શરૂઆત ખાદીના મહત્ત્વથી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીએ ખાદી પર ભાર એટલા માટે મૂક્યો હતો, કારણ કે તે માત્ર કપડું નથી, પરંતુ તે ભારતના સામાન્ય લોકોની અભિવ્યક્તિ, આર્ત્મનિભરતા અને સન્માનનું પ્રતીક છે. ખાદી એ ભારતની આત્મા છે. દરેક ક્ષેત્રની ઓળખ અલગ-અલગ કપડાંથી થાય છે.‘અસમિયા ગમછાથી લઈને કાંચીપુરમની સાડી સુધીની ચર્ચા કરતાં તેમણે કહ્યું કે ‘આપણો દેશ પણ એક ફેબ્રિક (કાપડ) જેવો જ છે. દેશની ઝલક તેના પહેરવેશમાં છે અને દેશના બધા દોરા એકસમાન છે, જે ૧૫૦ કરોડ હિંદુસ્તાનીઓથી બનેલો છે.’  રાહુલ ગાંધીએ મતદાર યાદી સુધારણા પર વાત કરતી વખતે RSS પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘RSS તમામ સંસ્થાઓ પર કબજાે કરવા માંગે છે. દેશની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ RSSના છે.’ આ વાત સાંભળતા જ સત્તાધારી પક્ષના સભ્યોએ હંગામો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ અધ્યક્ષ ઓમ બિરલાએ કોંગ્રેસ નેતાને માત્ર SIR પર જ બોલવાની અને કોઈ સંગઠનનું નામ ન લેવાની ટકોર કરી હતી. સત્તા પક્ષે હોબાળો મચાવ્યા બાદ રાહુલે કહ્યું કે, ‘મેં કોઈ ખોટું કહ્યું નથી. RSSએ શૈક્ષણિક સંસ્થાઓ પર કબજાે કર્યો છે. સંગઠન સાથે જાેડાયેલા વાઈસ ચાન્સેલરની નિમણૂક કરવામાં આવી છે. એક સંસ્થા સાથે જાેડાયેલા લોકોએ CBI, ED પર કબ્જાે કર્યો છે. દેશની ચૂંટણીને નિયંત્રણમાં રાખતી સંસ્થા ચૂંટણી પંચ પર પણ એક સંસ્થાએ કબજાે કરેલો છે, મારી પાસે તેના પુરાવા છે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘ભાજપ લોકશાહીને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે.

    સીજેઆઈને સીઈસીની નિમણૂક પ્રક્રિયામાંથી હટાવાયા, જ્યારે તેમને હટાવાયા ત્યારે એકતરફ વડાપ્રધાન મોદી અને અમિત શાહ બેઠા હતા, જ્યારે બીજીતરફ હું બેઠો હતો. અત્યાર સુધીમાં કોઈપણ વડાપ્રધાને આવું કર્યું નથી. લોકસભા ચૂંટણી-૨૦૨૪ પહેલા ડિસેમ્બર-૨૦૨૩માં નિયમ બદલીને ચૂંટણી પંચને દંડ ન કરવાની જાેગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં CCTV અને ડેટાના નિયમો પણ બદલી નાખવામાં આવ્યા છે. સત્તા અને ચૂંટણી પંચ વચ્ચે તાલમેલ છે.’ તેમણે એવું પણ કહ્યું કે, ‘હરિયાણાની મતદાર યાદીમાં એક બ્રાઝિલિયન મહિલાની તસવીર ૨૨ વખત છપાયેલી છે. અમે હરિયાણા અને મહારાષ્ટ્રમાં વોટ ચોરી થઈ હોવાનું સાબિત કર્યું. બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાયા બાદ મતદાર યાદીમાંથી ૧.૨૨ લાખ ડુપ્લીકેટ ફોટો છપાયા છે.’ આ દરમિયાન અધ્યક્ષે તુરંત રાહુલ ગાંધીને ટકોર કરીને કહ્યું કે, ‘તમે વિપક્ષના નેતા છો, ગરિમા જાળવીને બોલો તો ઠીક છે, નહીં તો આવી રીતે સદન ન ચલાવી શકાય. તમે તમારા સભ્યોને ગરિમા શીખવાડો. વિરોધ કરવાની પણ રીત હોય છે, પણ તમે જે રીતે બોલો છે, તે શું યોગ્ય છે.’

    Post Views: 124
    RSSએ CBI-ED ECI પર કબજાે કર્યો
    Previous Articleટીમ ઈન્ડિયાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ફટકારી સજા
    Next Article UMEED પોર્ટલ પર વકફ સંપત્તિની ૫.૧૭ લાખ અરજી મળી, ૨.૧૭ લાખને મંજૂરી અપાઈ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.