Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, July 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બંગાળમાં ‘બાબરી જેવી મસ્જિદ’ બનાવવા રૂ.૧.૩ કરોડનું દાન મળ્યું

    બંગાળમાં ‘બાબરી જેવી મસ્જિદ’ બનાવવા રૂ.૧.૩ કરોડનું દાન મળ્યું

    City Today DailyBy City Today DailyDecember 9, 2025

    હુમાયુ કબીરના સમર્થકોના કહેવા પ્રમાણે સોમવારે ચાર દાનપેટીમાં ઓછામાં ઓછા રૂપિયા ૩૭.૩૩ લાખનું દાન આવ્યું

    બેહરામપુર, તા.૯

    પશ્ચિમ બંગાળના સત્તાપક્ષ તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયૂં કબીર દ્વારા મુર્શિદાબાદ જિલ્લામાં ‘બાબરી મસ્જિદ’ જેવી જ મસ્જિદ બનાવવામાં અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મસ્જિદ બનાવવા માટે હમણાં સુધી લગભગ રૂ.૧.૩ કરોડનું દાન મળી ચૂક્યું છે. ધારાસભ્ય હુમાયૂં કબીરના વિશ્વાસુ સમર્થકોએ જણાવ્યું કે, દાન માટે વિવિધ સ્થળો પર મૂકાયેલી દાનપેટી હમણા સુધી ભરાઈ ગઈ છે અને રોકડ ગણવા માટે મશીનોની મદદથી રાતભર ગણતરી ચાલતી રહી.
    લોકો દાનની રકમ રોકડમાં અને ઓનલાઈન માધ્યમથી – એમ બંને રીતે આપી રહ્યા છે. હુમાયુ કબીરના સમર્થકોના કહેવા પ્રમાણે સોમવારે ચાર દાનપેટીમાં ઓછામાં ઓછા રૂપિયા ૩૭.૩૩ લાખનું દાન આવ્યું છે. આ રોકડની ગણતરી પણ થઈ ચુકી છે. જ્યારે ક્યુઆર કોડ દ્વારા પણ રૂપિયા ૯૩ લાખનું દાન મળ્યું છે. આમ, દાનપેટી અને ક્યુઆર કોડના માધ્યમથી કુલ મળીને રૂપિયા ૧.૩૦ કરોડનું દાન મળ્યું છે. જ્યારે સીલબંધ સાત દાનપેટીઓ ખોલવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે, સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે શનિવારે ચુસ્ત સુરક્ષા-વ્યવસ્થાની વચ્ચે મુર્શિદાબાદના રેજિનગરમાં મસ્જિદનો શિલાન્યાસ કર્યાે હતો અને ઈરાદાપૂર્વક છઠ્ઠી ડિસેમ્બરનો દિવસ પસંદ કર્યાે હતો. કેમ કે આ દિવસે અયોધ્યા સ્થિત બાબરી મસ્જિદ ધ્વંસની ૩૩મી વરસી હતી. હુમાયૂં કબીરના આ ર્નિણયથી બંગાળમાં રાજકીય આક્ષેપબાજી તીવ્ર થઈ ગઈ છે દરમિયાન મસ્જિદના શિલાયન્યાસ ધારાસભ્યપદેથી રાજીનામું આપવાનું કહેનારા હુમાયુ હવે પોતાની વાતમાંથી ફરી ગયા છે.

    Post Views: 184
    બંગાળમાં ‘બાબરી જેવી મસ્જિદ’ બનાવવા રૂ.૧.૩ કરોડનું દાન મળ્યું
    Previous ArticleUMEED પોર્ટલ પર વકફ સંપત્તિની ૫.૧૭ લાખ અરજી મળી, ૨.૧૭ લાખને મંજૂરી અપાઈ
    Next Article નેહરૂનું પ્રધાનમંત્રી બનવું પ્રથમ વોટ ચોરી હતી : અમિત શાહ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.