Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, July 28
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કોંગ્રેસનું નેતૃત્વ ખોટા હાથમાં : મોહમ્મદ મોકિમ

    કોંગ્રેસનું નેતૃત્વ ખોટા હાથમાં : મોહમ્મદ મોકિમ

    City Today DailyBy City Today DailyDecember 11, 2025

    નવી દિલ્હી, તા.૧૧
    એકબાજુ જ્યાં સંસદમાં અમિત શાહ ફજી રાહુલ ગાંધીની જાેરદાર ડિબેટ અને નોકઝોંકની ચર્ચા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર જ નેતૃત્વ અંગે સવાલ ઉઠ્યા છે. એક વરિષ્ઠ મુસ્લિમ નેતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસનું નેતૃત્વ ખોટા હાથમાં છે. ઓડિશાના વરિષ્ઠ નેતા મોહમ્મદ મોકિમે પાર્ટીને ફરીથી મજબૂતી સાથે ઊભી કરવા માટે માળખાગત, સંગઠનાત્મક અને વૈચારિક ફેરફારની માંગણી કરી છે. સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કટક બારામતીના પૂર્વ વિધાયકે કહ્યું કે આપણી લીડરશીપ યોગ્ય નથી. આ કારણે ટોપ લીડરશીપ કાર્યકરોથી દૂર થઈ ચૂકી છે અને યુવાઓ સાથે જાેડાઈ શકતી નથી જેનાથી કોંગ્રેસને ભારે નુક્સાન થયું છે. મોકિમે કહ્યું કે ૮૩ વર્ષના મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વમાં પાર્ટી યુવાઓ સાથે કનેક્ટ થઈ શકતી નથી. આવામાં કોંગ્રેસ લીડરશીપ અને ભારતના યુવાઓ વચ્ચે ડિસકનેક્ટ વધી રહ્યું છે. કોઈ તાલમેળ નથી.

    મુસ્લિમ નેતાએ વધુમાં કહ્યું કે તેઓ ત્રણ વર્ષ સુધી રાહુલ ગાંધીને મળવાની કોશિશ કરતા રહ્યા પરંતુ મળી શક્યા નહીં. મોકિમે કહ્યું કે જ્યારે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના સમયમાં નેતાઓને પ્રોત્સાહિત કરાતા હતા. તેમની વાત સાંભળવામાં આવતી હતી અને તેમને મહત્વ અપાતું હતું. તેમણે વધુમાં કહ્યું કે અનેક રાજ્યોમાં પાર્ટીની ચૂંટણી હાર પાછળ ગાઢ સંગઠનાત્મક જાેડાણની કમી ખલી રહી છે. તેમણે કહ્યું કે ખોટા ફેંસલાઓની આખી શ્રેણી છે. લીડરશીપની ચોઈસ પણ ઠીક નથી અને ખોટા હાથોમાં સતત કમાન રહેવાથી પાર્ટીને અંદરથી નબળી કરાઈ રહી છે. આ ભૂલોને સુધારવાની જગ્યાએ આપણે તેને દોહરાવતા જાેઈ રહ્યા છીએ અને તેના પરિણામ આખા દેશમાં જાેવા મળી રહ્યા છે.

    મુસ્લિમ નેતાએ ખુલીને લખ્યું કે દેશભરમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ભાઈ-ભત્રીજાવાદ, આંતરિક લોબિંગ અને ઓળખની કમીના કારણે નિરાશા મહેસૂસ કરી રહ્યાં છે. મોકિમે કહ્યું કે આ કારણે અનેક લોકોએ પાર્ટી છોડી છે. કેટલાક એવા પણ છે જે વિચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ ફક્ત વ્યક્તિઓનું નુક્સાન નથી પરંતુ તે સંસ્થાગત બુદ્ધિમાની અને અનુભવનું નુકસાન છે.

    Post Views: 154
    કોંગ્રેસનું નેતૃત્વ ખોટા હાથમાં : મોહમ્મદ મોકિમ
    Previous Articleનકલી આરસી બુક બનાવાના કેસમાં આરોપીના જામીન મંજૂર
    Next Article ગુજરાત સહિત ૬ રાજ્યોમાં લંબાવાઈ SIRની સમયમર્યાદા

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.