Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » નર્મદાના સિસોદરા આશ્રમના ‘લંપટ સાધુ’ની પાપલીલાઃ ગ્રામજનોનો રોષ, તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ ,આશ્રમના સંતનો બિભત્સ વીડિયો ક્લિપ વાયરલ થયાના દોઢ મહિના બાદ પણ કાર્યવાહી ન થતા ગામલોકો કલેક્ટર કચેરી પહોંચ્યા,

    નર્મદાના સિસોદરા આશ્રમના ‘લંપટ સાધુ’ની પાપલીલાઃ ગ્રામજનોનો રોષ, તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ ,આશ્રમના સંતનો બિભત્સ વીડિયો ક્લિપ વાયરલ થયાના દોઢ મહિના બાદ પણ કાર્યવાહી ન થતા ગામલોકો કલેક્ટર કચેરી પહોંચ્યા,

    City Today DailyBy City Today DailyDecember 15, 2025
    નર્મદાના સિસોદરા આશ્રમના ‘લંપટ સાધુ’ની પાપલીલાઃ ગ્રામજનોનો રોષ, તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ* 
     *આશ્રમના સંતનો બિભત્સ વીડિયો ક્લિપ વાયરલ થયાના દોઢ મહિના બાદ પણ કાર્યવાહી ન થતા ગામલોકો કલેક્ટર કચેરી પહોંચ્યા,*

    (સિટી ટુડે) નર્મદા :15

             નર્મદા જિલ્લાના સિસોદરા ગામમાં આવેલા એક આશ્રમના સાધુ વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. આ સંતની કથિત બિભત્સ વીડિયો ક્લિપ વાયરલ થયાને લગભગ દોઢ મહિના જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સિસોદરાના ગ્રામજનો અને આશ્રમના ટ્રસ્ટીઓએ નર્મદા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે, અને જો 24થી 48 કલાકમાં નિરાકરણ નહીં આવે તો ગામલોકો જાતે જ પગલાં લેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
            આ વિવાદિત સંતની પાપલીલાની વીડિયો ક્લિપ્સ વાયરલ થયા બાદ ગામના લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આશરે દોઢ મહિના પહેલા આ ઘટના બની. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, 25 નવેમ્બરના રોજ આમલેથા પોલીસ સ્ટેશન, કલેક્ટર કચેરી અને એસપી કચેરીમાં સીડી સહિતના પુરાવાઓ સાથે અરજીઓ આપવામાં આવી હતી, તેમ છતાં હજુ સુધી સંત પર કોઈ એક્શન લેવાયું નથી.
            આશ્રમના ટ્રસ્ટીઓ અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, આવા લંપટ સાધુને જો સરકારી તંત્ર સહકાર આપશે, તો સમાજનું અસ્તિત્વ રહેશે નહીં. તેમણે શંકા વ્યક્ત કરી છે કે આટલી બધી ફરિયાદો હોવા છતાં અને સમગ્ર મામલો જગજાહેર હોવા છતાં, કદાચ પૈસાના જોરે તંત્ર કામ કરી રહ્યું હોય. ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ સેક્સ કાંડ મંદિરના પરિસરમાં બન્યો છે, જે બહુ દુઃખદ વાત છે. આટલું જ નહીં, સ્થાનિકોએ એવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે કે ગામના લોકોએ ધર્મ માટે આપેલી જમીન આ બાવાએ પોતાના નામે એટલે કે ‘એના બાપના નામે’ કરી દીધી છે. આ સાધુ સિસોદરામાં જ હાજર છે અને તેણે પોતાની સુરક્ષા માટે કેટલાક ‘ભાડુવાત’ કે ‘લુખા તત્ત્વો’ બેસાડેલા હોવાનો પણ આક્ષેપ છે.
    – *ગ્રામજનોની મુખ્ય માંગણીઓ:* 
            આ સંતને તાત્કાલિક ધોરણે આ જગ્યાએથી બરતરફ કરવામાં આવે.
            ટ્રસ્ટ સંચાલિત મંદિર અને જમીન ગામ લોકોને અને ટ્રસ્ટીઓને સોંપી દેવામાં આવે, જેથી તેઓ ભગવાનની સેવા-પૂજા ફરી શરૂ કરી શકે.
           ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો 24 કે 48 કલાકમાં આ મામલે કોઈ નિરાકરણ નહીં આવે, તો તેઓ કાયદો હાથમાં લઈ જાતે જ પગલાં લેશે. 
          75 વર્ષના વૃદ્ધો પણ આવેદનપત્ર આપવા માટે જોડાયા અને જણાવ્યું કે 2020થી આ મામલે તેઓ ધક્કા ખાઈ રહ્યા છે.
    Post Views: 275
    @narmada @rajpipla @sisodra
    Previous Articleધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે, દિલ્હી ગેસ ચેમ્બર બનતાં ઝ્રત્નૈં ભડક્યા
    Next Article રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ?

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.