Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » એક દિવાલ પડી અને સેંકડોના ઘર છીનવાયા, ૮૦ લાખના ઘર માલિકોને જમવા-રહેવાના પણ ફાંફા

    એક દિવાલ પડી અને સેંકડોના ઘર છીનવાયા, ૮૦ લાખના ઘર માલિકોને જમવા-રહેવાના પણ ફાંફા

    City Today DailyBy City Today DailyDecember 18, 2025

    સુરત, તા.૧૮
    શહેરના ભીમરાડ વિસ્તારમાં બિલ્ડરની ઘોર બેદરકારીનો ભોગ નિર્દોષ મધ્યમવર્ગીય પરિવારો બન્યા છે. ભીમરાડ સ્થિત શિવ રેસિડેન્સી ના ૪ ટાવરના અંદાજે ૪૦૦ પરિવારોને પોતાના સપનાના ઘર છોડીને રસ્તા પર આવવાનો વારો આવ્યો છે. મનપા દ્વારા સુરક્ષાના કારણોસર બિલ્ડિંગ ખાલી કરાવવાની નોટિસ અપાતા વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. ગઈકાલે ભીમરાડમાં નિર્માણાધીન વિવાન બિલ્ડિંગની આશરે ૧૫૦ ફૂટ લાંબી પ્રોટેક્શન વોલ (સંરક્ષણ દિવાલ) ધડાકાભેર ધરાશાયી થઈ હતી. આ દિવાલ ધરાશાયી થવાને કારણે બાજુમાં જ આવેલી શિવ રેસિડેન્સી ના ટાવરોમાં જાેખમ ઊભું થયું હતું. બિલ્ડરની લાપરવાહીને કારણે બનેલી આ ઘટનાએ જાેતજાેતામાં ૪૦૦ પરિવારોનું સુખ-ચૈન છીનવી લીધું છે.
    જ્યારે મનપાની ટીમ દ્વારા ફ્લેટ ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી, ત્યારે દ્રશ્યો હૃદયદ્રાવક હતા. લોકોએ પોતાની આખી જિંદગીની મૂડી ખર્ચીને ખરીદેલા ઘર છોડતી વખતે રડી પડ્યા હતા. એક મહિલાએ ચૌધાર આંસુએ રડતા કગરીને કહ્યું, “મેં મારી આખી જિંદગીની કમાણી આ ઘરમાં લગાવી છે, હવે હું ક્યાં જાઉં? મને મારું ઘર પાછું આપી દો, હું રોડ પર આવી ગઈ છું.” રહીશોએ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરીને ધરણાં કર્યા હતા અને બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
    આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. તપાસ દરમિયાન પ્રાથમિક રીતે બિલ્ડર, આર્કિટેક્ટ અને એન્જિનિયરની બેદરકારી સામે આવતા નીચે મુજબના ૪ વ્યક્તિઓના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ૧. તુષાર પોપટલાલ રીબડીયા (ડેવલપર) ૨. સુરેશકુમાર મોડિયા (આર્કિટેક) ૩. જલીલ શેખ (સ્ટ્રક્ચરલ એન્જિનિયર) અને ૪. તેજસ જસાણી (ક્લાર્ક-સુપરવાઇઝર)નો સમાવેશ થાય છે.
    આ ઉપરાંત, પ્રોજેક્ટની રજાચિઠ્ઠી પણ સ્થગિત કરી દેવામાં આવી છે. સ્ટ્રક્ચરની મજબૂતીની તપાસ માટે ૭ તજજ્ઞોની ખાસ ટીમ બોલાવવામાં આવી છે, જેમના રિપોર્ટ બાદ આગળનો ર્નિણય લેવાશે. હાલ તો આ ૪૦૦ પરિવારો ક્યાં જશે અને તેમના ઘરનું ભવિષ્ય શું હશે તે એક મોટો પ્રશ્ન છે. લોકોમાં બિલ્ડર અને તંત્ર સામે ભારે રોષ જાેવા મળી રહ્યો છે.

    Post Views: 290
    ૮૦ લાખના ઘર માલિકોને જમવા-રહેવાના પણ ફાંફા એક દિવાલ પડી અને સેંકડોના ઘર છીનવાયા
    Previous Articleભાજપ વોર્ડ પ્રમુખના માથામાં દૂધના કેનનું ઢાંકણ માર્યું
    Next Article સત્ય મેવ જયતે સાથે ઉધના ભાજપની કચેરીએ કોંગ્રેસની રામધૂમ, લાંબા સમય સુધી કાનુની લડત બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને રાહતને પગલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ઉગ્ર પ્રદર્શન

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.