તાલુકા વિકાસ અધિકારી લાંચમાં ઝડપાતા લાંચિયાં અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે
(સિટી ટુડે) ડાંગ, તા.૧૮
ડાંગ જિલ્લાનાં અંતરીયાળ વિસ્તાર નાં સુબીર તાલુકા પચાયત માં એસીબીએ ટેપ ગોઠવી તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલાને રૂપિયા લેતાં રંગેહાથ ઝડપી પાડતાં ડાંગ જિલ્લામાં ટકાવારીમાં ગળાડુબ લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
પોલીસ સુત્રો પાસેથી પાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લો સંપુર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અહિંનાં ભોળા આદિવાસી લોકો કોઈને પ્રશ્ર્ન કરતાં નથી તેમની અજાણતાંનો લાભ લઈ લાંચિયા અધિકારીઓ ભષ્ટ્રાચાર આચરવામાં કોઈ કસર છોડતાં નથી કામ માં ટકાવારી થી લઈને ફાઈલો પર સહી કરવા માટે તમામ હદો પાર કરી જાય છે મને કોણ જાેય છે તેવું સમજી ભષ્ટ્રાચાર માં ગળાડુબ રહે છે જેનો ઊતમ નમુનો સુબીર તાલુકા પચાયતમાં બન્યો છે.
ડાંગ નાં એક જાગૃત નાગરીકએ પંદર માં નાણાપંચ યોજનાં વર્ષ- ૨૦૨૩-૨૦૨૪ હેઠળ પેવર બ્લોકની કામગીરી કરી હતી જેમાં એમ.બી.બુક તથા બીલમાં તાલુકા વિકાસ અધિકારીની સહી લેવાની હોય જેનાં અવેજી પેટે રૂ.૬૦૦૦ લાંચ માંગણી કરી હતી સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર બાલુભાઈ હાથીવાલા ઊ.વ.૫૭ પાસે ગયાં હતાં જયાં આ ભષ્ટ્ર અધિકારીએ તેનું કામ કરવાં માટે રૂપિયા રૂ.૬૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
ફરીયાદી જાગૃત નાગરીક આપવા માંગતાં ન હતાં માટે તેમને વલસાડ નાં લાંચ રૂશવત વિરોધી પોલીસ ઈન્સ્પેકટર વલસાડનાં જે.આર.ગામિત અને તેમની ટીમ (એસીબી) નો સંપર્ક કરતાં એસીબીનાં અધિકારીઓએ તેમની ફરીયાદ સાંભળી લાંચ માંગનાર સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર બાલુભાઈ હાથીવાલા ને રંગેહાથ ઝડપી પાંડવાં માટે સુબિર તાલુકા પચાયતમાં તેમની જ ઓફિસ માં છટકું ગોઠવી આજરોજ સાંજે કલાકે ફરીયાદીને પાસેથી લાંચની રકમ રૂ.૬૦૦૦ લેતાં રંગેહાથ ઝડપી લઈ તેની અટકાયત કરતાં ભષ્ટ્ર અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો સુબીરનાં વિવાદાસ્પદ લાંચિયા ટીડીઓ એસીબીનાં છટકા માં સંપડાયાની વાત ડાંગ જિલ્લામાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી એસીબીએ ટીડીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે. આ સફળ ટેપ સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક,સુરત એકમ આર.આર,ચૌધરીનાં માર્ગ-દર્શન હેઠળ ટ્રેપિગ અધિકારી જે.આર.ગામિત પોલીસ ઈન્સપેકટર ,વલસાડ અને તેમની ટીમે સફળ બનાવી હતી .
સુબીર ટીડીઓ નિવૃતીનાં આરે હતાં
સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલા ડાંગ જિલ્લામાં ડાંગ જિલ્લા પચાયતનાં ખેતીવાડી વિભાગ માં ગ્રામસેવક તરીકે વર્ષો સુધી નોકરી કરી હતી તેમને આહવા તાલુકા પચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે કામગીરી હતી અને તાલુકા વિકાસ અધિકારી તરીકે ડાંગમાં જ નિવૃત થવાની ગણનાં હતી પરંતુ નોકરીનાં છેલ્લા દિવસોમાં બધુ સમેટી લેવાની તેમની લાંચિયા વૃતીથી તેમની કારકીદી ડાધ લગાવી પુરી કરી દીધી છે