(સિટી ટુડે) સુરત,તા.૧૮
બ્લોઓરા કંપની બીટ કોઇનના માલિક ફિરોઝ દિલાવર મુલતાની રહેવાસી અંકલેશ્વર ભરૂચ તથા નીતિનભાઈ જગતાની રહેવાસી દુબઈ તથા કાશીફ મુલતાની તથા એઝાઝ મુલતાની તથા જાવીદ પીરુભાઈ મુલતાની રહેવાસી આંબાવાડી કાલીપુલ સુરત નાઓએ બ્લોક ઓરા કંપની માં રોકાણ કરાવી રોજનું ૧% નું વ્યાજ વળતર નફો આપવાનું નક્કી કરી ૨૦ ડોલર યુએસડીટી થી લઈ ૫,૦૦૦ ડોલર યુએસડીટી ડોલર વાળી અલગ અલગ સ્કીમોમાં રોકાણ કરાવી બ્લોઓરા કંપની એક્સચેન્જ ઉપર બીટ કોઈન આપશે તેવું કહી રોકાણ કરાવી કુલ્લે ૧૩ જેટલી આઈડીઓ બનાવી અંદાજે ૫૧ લાખ રૂપિયા કરતા વધારે ફરિયાદી અકરમ મુલતાની રહેવાસી અમન સોસાયટી ઉધના સુરતનાઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ.ફરિયાદ ઇકો સેલમાં લેખિતમાં આપેલ. ડીસીબી પોલીસ સ્ટેશન સુરતનાઓ એ ગુનો રજીસ્ટર કરી ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ તથા ઇનામી છેતરપિંડી અને પૈસા સર્ક્યુલેશન સ્કીમ અધિનિયમ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ અને આરોપી જાવેદ પીરુભાઈ મુલતાનીને ધરપકડ કરેલ રિમાન્ડ લીધેલ અને સબજેલ મોકલેલ. ત્યારબાદ ચાર આરોપીઓ ફિરોઝ મુલતાની, નીતિનભાઈ, કાશીફ, એઝાઝનાઓ નાસ્તા ભાગતા ફરતા છે દુબઈ છે. અને તેઓએ મુલતાની સમાજના આગેવાનો ને વચ્ચે પાડી અકરમ મુલતાનીને તથા તેની સાથેના અન્યોને રૂપિયા ૨ કરોડ ત્રીસલાખ આપી ખાનગી રાહે સમાધાન કરેલ અને કેસ પાછો ખેંચી લેવા માટે અકરમ મુલતાની સાથે આરોપીઓએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કેસ કાઢી નાખવા એફઆઈઆર રદ કરવા માટે કોશિંગ પિટિશન દાખલ કરેલ.જે ગુજરાત હાઇકોર્ટના જજ સંદીપ એન.ભટ્ટ સાહેબ ની કોર્ટમાં આજરોજ ચાલી જતા કોશિંગ પિટિશન કાઢી નાખેલ છે.નામંજૂર કરેલ છે. અને ફરિયાદ પક્ષને કહેલ છે કે તમોને નાળા મળી ગયા છે જેથી કેસ પાછો ખેંચી લેવાઈ નહીં અન્ય ભોગ બનનારાઓના કરોડો રૂપિયા બ્લોક ઓરા કંપની બીટ કોઇન મારફતે નાણા ની ચીટીંગ કરેલ છે જે પ્રજાના નાણા છે. જેથી સમાધાન થઈ શકે તેમ નથી.હવે સેશન કોર્ટ માં કેસ ચાલશે.
ડીસીબી પોલીસ નાસ્તા ભાગતા ફરતા આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરસે.નીચેની કોર્ટ ઝડપથી કેસ ચલાવસે. ફરિયાદી અકરમ મલતાની નું સમાધાન ફોંક રદ ગણાશે.