Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, August 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » દીકરીઓ સામે જ પિતા હેવાન બન્યો, પત્નીનું ગળું કાપી નાખ્યું

    દીકરીઓ સામે જ પિતા હેવાન બન્યો, પત્નીનું ગળું કાપી નાખ્યું

    City Today DailyBy City Today DailyDecember 29, 2024

    સુરત, તા.૨૯
    સુરતના ગોડાદરા વિસ્તારની વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રૂમમાં સુતેલી પત્નીને બે દીકરીની નજર સામે જ પતિએ ચપ્પુથી રહેસી નીખી હતી. દીકરીએ માતાનું ગળું કપાયેલું જાેઈને બુમાબૂમ કરી હતી. જે બાદ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જાેકે, ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી.
    આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી અને હાલમાં સૂરતના ગોડાદરા આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્‌સમાં ૩૫ વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણીયા સહપરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક આઠ વર્ષની દિકરી અને એક એક ત્રણ વર્ષની એમ બે દીકરીઓ સાથે રહે છે. સંયુક્ત કુંટુંબમાં રહેતા પરિવારે જમ્યા બાદ દરેક પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા. પરંતુ રાત્રે નમ્રતાબેન અને જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન રાત્રીના લગભગ એક વાગ્યાની આસપાસ જયસુખભાઈએ બંને દીકરીઓની હાજરીમાં જ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. જે પછી રૂમ પણ લોહીલુહાણ થઈ ગયો હતો. મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહીલુહાણ જાેતા બુમાબુમ કરી દીધી હતી.
    પરિવારના જણાવ્યા પ્રમાણે જયસુખભાઈ ક્યારેક-ક્યારેક જ છૂટક મજૂરીનું કામ કરતાં હતા. મોટાભાગે તેઓ કામ પર ન જવાના કારણે ઝઘડાઓ થતા હતા. જ્યારે નમ્રતાબેન સાડી અને ચણીયા ચોળી વેચવાની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. પરંતુ જયસુખભાઈને દારૂ પીવાની ટેવ હતી. કામ પર ન જવાના કારણે પરિવારમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા. આ ઉપરાંત નમ્રતાબેનને સાસરિયાંઓ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો. રાત્રે આ ઘટના બની ત્યારે જયસુખ દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. ઘટનાની પોલીસને જાણ કરતાં પોલીસે હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Post Views: 904
    દીકરીઓ સામે જ પિતા હેવાન બન્યો પત્નીનું ગળું કાપી નાખ્યું
    Previous Articleમર્દ ATM નથી, તેમને પણ દર્દ થાય છે, પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગણી
    Next Article ઈન્ટરનેશનલ કોલને લોકલમાં કન્વર્ટ કરવાનું કૌભાંડ ઝડપાયું, સરકારી તિજાેરીને ચૂનો ચોપડતા હતા

    Related Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    August 4, 2026

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    August 2, 2026
    Latest Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.