Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાત પોલીસ ફરિયાદ લેતી નથી, સરકારે લેખિતમાં સ્વીકાર્યું

    ગુજરાત પોલીસ ફરિયાદ લેતી નથી, સરકારે લેખિતમાં સ્વીકાર્યું

    City Today DailyBy City Today DailyDecember 31, 2024

    ગાંધીનગર,તા.૩૧
    ગુજરાત રાજ્યમાં છેલ્લાં કેટલાક સમયથી લોકો પોલીસના મનસ્વીપણાની ફરિયાદ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો એકબાજુ ન્યાય મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. તો બીજી તરફ, અસામાજિક તત્ત્વો મનફાવે તેમ જાહેરમાં ગુનાખોરીને અંજામ આપી રહ્યા હોય તેવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. વર્ષોથી નાગરિકો પોલીસ ફરિયાદ નોંધતી નથી તેવા પર આરોપ લગાવે છે, પરંતુ હવે જનતાના આ આરોપ સાચા પડ્યા છે. આ વાત હવે રાજ્ય સરકારે જ આડકતરી રીતે લેખિતમાં સ્વીકાર્યું છે. અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે સીપી અને એસપીને પત્ર લખીને ચીમકી આપી છે કે, તમામ એફઆઇઆર તાત્કાલિક નોંધવામાં આવે, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
    હાલમાં જ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવ્સ બાય ઍપ્લિકેશન ઑફ ટૅક્નોલૉજીકાર્યક્રમમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતી હોવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ ૨૭ ડિસેમ્બરે અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે રાજ્યના તમામ પોલીસ કમિશ્નરો અને સીપીને ચાર ફકરાનો પત્ર લખીને ટકોર કરી છે કે, ‘સામાન્ય માણસની ફરિયાદ નોંધો, તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો. જાે સામાન્ય માણસની ફરિયાદ નહીં નોંધો, તો કડક કાર્યવાહી કરીશું.
    અધિક ગૃહ સચિવ એમ. કે. દાસનો આ પત્ર જાહેર થયા બાદ પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું ગુજરાત પોલીસ રાજ્યમાં ચોપડે ક્રાઇમ રેટ ઓછો નોંધાય તે માટે આવું કામ કરી રહી છે? આ સિવાય ગુજરાત પોલીસના આ વર્તનથી સામાન્ય લોકોને ન્યાય ન મળવા અથવા ન્યાય મળવામાં મોડું થતાં તેમના બંધારણીય હકોના ઉલ્લંઘન બદલ કોણ જવાબદાર છે? તો હવે જાેવાનું એ રહ્યું છે કે, અધિક ગૃહ સચિવ એમ. કે. દાસના પત્ર બાદ પોલીસ તંત્ર દ્વારા સામાન્ય લોકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો પર કેટલું ધ્યાન આપવામાં આવે છે.
    નાગરિકોને હાલ ફરિયાદ માટે પોલીસને અરજીઓ કરી આજીજી કરવી પડી રહી છે. પોતાના પોલીસ મથકમાં ગુનાખોરીનો આંક વધે નહિ એની દરકારમાં ફરિયાદ નહીં લેવાનો પોલીસ કાયમ આગ્રહ રાખતી હોવાથી ગુનેગારો અને અસામાજિક તત્ત્વોની હિંમત વધી રહી છે. ગુનાખોરીનો આંક ઓછો દર્શાવવા માટે કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે ઉદાસીનતા દાખવવામાં આવે છે.

    Post Views: 549
    ગુજરાત પોલીસ ફરિયાદ લેતી નથી સરકારે લેખિતમાં સ્વીકાર્યું
    Previous Articleનીતિશ કુમાર ફરી પલટશે? મોદીને મળવા દિલ્હી પહોંચ્યા પણ નિરાશા, રાહુલ ગાંધીનું ત્નડ્ઢેંને આમંત્રણ
    Next Article બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ, વધુ ૨ ઝોલાછાપ તબીબોની ધરપકડ

    Related Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    May 22, 2026

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    May 21, 2026

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    May 5, 2026
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.