સુરત,તા.૩૧
સુરત શહેરમાં બોગસ તબીબોનો રાફડો હજી પણ યથાવત છે. પાંડેસરા બાદ ખટોદરા પોલીસે વધુ ત્રણ જાેલા છાપ તબીબો સામે કાર્યવાહી કરી છે. બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવનારા ઝોલા છાપ તબીબોના આકા રસેશ ગુજરાતી,બી.કે.રાવત અને ઈરફાન નામના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. જે આરોપીઓ હાલ સુરતની લાજપોર જેલ ખાતે બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવાના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. ખટોદરા પોલીસે અલગ અલગ ત્રણ સ્થળો પર આવેલ ક્લિનિકમાં છાપો મારી બે ઝોલાછાપ તબીબોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણેય ક્લિનિક પરથી એલોપેથી દવાનો મોટો જથ્થો કબજે કર્યો છે.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાેલા છાપ તબીબોનો રાફડો ચાલી આવ્યો છે. હાલ જ પાંડેસરા પોલીસે ઝડપી પાડેલા જાેલા છાપ તબીબોની તપાસમાં રાજ્યવ્યાપી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવાના રેકેટમાં પર્દાફાશ થયો હતો. જે રેકેટમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપતા સુરતના રસેશ ગુજરાતી, અમદાવાદના બીકે રાવત અને ઇરફાન નામના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. જે ત્રણેયની પૂછપરછમાં એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા હમણાં સુધી ૧૨૦૦ થી પણ વધુ બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપ્યા હોવાની કબુલાત કરી છે. જે તમામનું એનાલિસિસ કરી પોલીસ દ્વારા એક બાદ એક બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરતા જાેલાછાપ તબીબોને ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત ખટોદરા પોલીસ દ્વારા સુરતના અલથાણ અને ભટાર વિસ્તારમાં આવેલા ત્રણ જેટલા ક્લિનિક પર છાપો મારવામાં આવ્યો હતો. ખટોદરા પોલીસે આઝાદ નગર, ભટાર સોમનાથ સોસાયટી અને અલથાણ ખાતે આવેલ ક્લિનિકમાં છાપો મારી કાર્યવાહી કરી હતી. જેમાં આઝાદ નગર ખાતે આવેલા વિનાયક ક્લિનિક, ભટારના બિલાલ મસ્જિદ પાસે આવેલ ચક્રવર્તી ક્લિનિક સહિત અલથાણ રોડ પર આવેલા અરુણકુમાર પદ્માવ નાયક ક્લિનિક પર છાપો મોટી માત્રામાં એલોપેથીની દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
ખટોદરા પોલીસે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને જાેડે રાખી કરેલી આ કાર્યવાહી દરમિયાન ઝોલાછાપ તબીબ યમુના પ્રસાદ સીતલાપ્રસાદ મિશ્રા, કૌશિક ગોપાલ ભૌમિક અને ડોક્ટર અરુણકુમાર પદ્માવ નાયક વિરુદ્ધ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા બદલ ગુનો નોંધી બે લોકોની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ જાેલાછાપ તબીબોને બોગસ મેડિકલ સર્ટિફિકેટ ડોક્ટર બી કે રાવત, રસેશ ગુજરાતી અને ઈરફાન દ્વારા રૂપિયા લઈ બનાવી આપવામાં આવતા હતા. ઇલેક્ટ્રો હોમીઓપેથીની મ્ીદ્બજ ની બોગસ મેડિકલ ડિગ્રી બનાવી આપવાના આ કેસમાં ઝોલાછાપ તબીબોના આકા રસેશ ગુજરાતી સહિત ત્રણ આરોપીઓની સંડોવણી આવી હતી. જે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, બોગસ તબીબ અને મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવાના રેકેટમાં ખટોદરા પોલીસ દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. જે આકાઓના નામો સામે આવ્યા છે, તે હાલ બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવાના રેકેટમાં સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. જે આરોપીઓનો કબજાે સુરતની ખટોદરા પોલીસ આગામી દિવસોમાં મેળવે તેવી શક્યતા રહેલી છે. જ્યારે આ કેસમાં એક અન્ય ઇસમની સંડોવણી બહાર આવતા તેને પણ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે.