Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ચૂંટણી પંચ મરી ચુક્યું છે, સફેદ કપડું મોકલાવવું પડશે

    ચૂંટણી પંચ મરી ચુક્યું છે, સફેદ કપડું મોકલાવવું પડશે

    City Today DailyBy City Today DailyFebruary 6, 2025

    લખનઉ, તા. ૬
    સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. મિલ્કીપુરમાં વોટિંગ બાદ અખિલેશે ગુરુવારે કહ્યું કે, ચૂંટણી પંચ મરી ચુક્યું છે, અમારે સફેદ કપડું મોકલાવવું પડશે. અખિલેશ યાદવે કહ્યું કે, આ ભાજપની ચૂંટણી લડવાની રીત છે. ચૂંટણી પંચ મરી ગયું છે. અમારે સફેદ કપડું મોકલાવવું પડશે. હકીકતમાં જાેઈએ તો, સપા મિલ્કીપુરમાં નકલી વોટિંગનો આરોપ લગાવી રહી છએ. ૫ નેતાઓમાંથી એક પ્રતિનિધિમંડલ લખનઉમાં ચૂંટણી પંચને પણ મળ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ શ્યામ લાલ પાલના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ મુખ્ય નિર્વાચન અધિકારીને ફરિયાદ કરી. પોલિંગ એજન્ટને બહાર કાઢવા અને ખોટી રીતે મતદાન કરવાનો આરોપ લગાવ્યો છે.સપાએ એવો પણ આરોપ છે કે મિલ્કીપુર વિધાનસભામાં બૂથ નંબર ૨૮૬ પર પોલીસ દ્વારા તેમના એજન્ટને બળજબરીપૂર્વક ઉઠાવીને લઈ ગયા. આ અગાઉ અખિલેશ યાદવે ભાજપ પર લોકતાંત્રિક પ્રક્રિયાને નબળી કરવા અને પેટાચૂંટણીમાં ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ચૂંટણી પંચને આ અંગે કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી.સપા પ્રમુખે આરોપ લગાવ્યો છે કે, ભાજપે મિલ્કીપુરમાં બેઈમાની માટે દરેક પ્રકારના યુક્તિઓ અપનાવી લીધી. ભાજપે મિલ્કીપુર પેટાચૂંટણીને પ્રભાવિત કરવા માટે અરાજકતા આચરી. પોલીસ પ્રશાસનનું તેમને ખુલ્લું સમર્થન છે.
    પોલીસ પ્રશાસને ભાજપને ખુલ્લી છૂટ આપીને ચૂંટણી આચાર સંહિતાનું ઘોર ઉલ્લંઘન કર્યું છે.અખિલેશ યાદવે આગળ કહ્યું કે, ખોટી રીતે મતદાન કરતા અમુક લોકોને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અજીત પ્રસાદે ખુદ પકડ્યા છે. તેમણે કહ્યું કે, રાયપટ્ટી અમાનીગંજમાં નકલી વોટ નાખવાની વાત પોતાના મોઢે કહેનારાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ સરકારમાં અધિકારીઓ કેવી રીતે ધાંધલીમાં સંડોવાયેલા છે. ચૂંટણી પંચને હજુ કેટલા પુરાવા જાેઈએ છે.

    Post Views: 409
    ચૂંટણી પંચ મરી ચુક્યું છે સફેદ કપડું મોકલાવવું પડશે
    Previous Articleટ્રમ્પ અને મોદી ખૂબ સારા મિત્રો છે તો પછી પીએમ મોદીએ આવું કેમ થવા દીધું
    Next Article ખોટી રીતે ઘૂસ્યા તો હાંકી કાઢીશુ : ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કર્યા બાદ અમેરિકન એમ્બેસીનું નિવેદન

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.