Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ‘આપ’દા દિલ્હી ખાલી કરો, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા હાર્યા, આતિશીએ ભાજપના રમેશ બિધુરીને હરાવીને ચૂંટણી જીતી

    ‘આપ’દા દિલ્હી ખાલી કરો, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા હાર્યા, આતિશીએ ભાજપના રમેશ બિધુરીને હરાવીને ચૂંટણી જીતી

    City Today DailyBy City Today DailyFebruary 8, 2025
    • નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ચૂંટણી હારી ગયા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની સૌથી વીવીઆઈપી સીટ નવી દિલ્હી પર પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ હરાવ્યા. સવારે આઠ વાગ્યે મત ગણતરી શરૂ થઈ ત્યારથી કેજરીવાલ સતત પાછળ ચાલી રહ્યા હતા. લગભગ બે કલાકની મત ગણતરી બાદ કેજરીવાલ થોડા સમય માટે આગળ નીકળી ગયા હતા, પરંતુ આખરે તેઓ ૩૧૮૨ વોટથી ચૂંટણી હારી ગયા છે. આપના ઉમેદવાર અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહે હરાવ્યા. કાલકાજી વિધાનસભા સીટ પણ ઘણી હોટ સીટ હતી.
      આ બેઠક પરથી દિલ્હીના સીએમ આતિશી મેદાનમાં હતા.તેઓ ચૂંટણી જીતી ગયા છે. આતિશીએ ભાજપના ઉમેદવાર રમેશ બિધૂડીને લગભગ ૪ હજાર વોટથી હરાવ્યા.
      અરવિંદ કેજરીવાલને હરાવ્યા બાદ તરત જ પરવેશ વર્માએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફોન કર્યો હતો. જણાવાઈ રહ્યું છે કે, શાહે તેમને તાત્કાલીક મળવા બોલાવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ પરવેશ વર્માને નવી સરકારમાં મોટી જવાબદારી સોંપી શકે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, કેજરીવાલને હરાવ્યા બાદ પરવેશ વર્મા સીએમ પદના પ્રબળ દાવેદારોમાં સામેલ થઈ ગયા છે. આમ પણ નવી દિલ્હી સીટનો ઈતિહાસ રહ્યો છે કે, આ સીટ પરથી ચૂંટણી જીતનારા સીએમ બને છે. શિલા દીક્ષિત, અરવિંદ કેજરીવાલ આ સીટ પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે.
      દિલ્હી વિધાનસભાની ચૂંટણીમા ભાજપ અને આપ વચ્ચે મુખ્ય મુકાબલો હતો. પરિણામોના જે રૂઝાન આવી રહ્યા છે, તે જાેતાં દિલ્હીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. દિલ્હી પર ૧૦ વર્ષ શાસન કરનારી આમ આદમી પાર્ટી માટે આ પરિણામો મોટા ફટકા સમાન છે. એવું કહેવાઈ રહ્યું છે કે, આપ અને કોંગ્રેસે અલગ-અલગ ચૂંટણી લડતા તેનો ફાયદો ભાજપને મળ્યો છે. વળી, વિકાસ કાર્યો ન થવાથી અને ભ્રષ્ટાચાર મામલે દિલ્હીના લોકો આમ આદમી પાર્ટીથી નારાજ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

     

    • નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી સાથેની નજીકની સ્પર્ધા વચ્ચે, દિલ્હીના કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીએ જીત નોંધાવી છે. આપ અને ભાજપ વચ્ચે જાેરદાર ટક્કર થઈ, ત્યારબાદ ઝ્રસ્ આતિશીએ ભાજપના રમેશ બિધુરીને હરાવીને ચૂંટણી જીતી. કોંગ્રેસે આ બેઠક પર અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે કાલકાજી બેઠક પરથી ફરી જીત મેળવનાર આમ આદમી પાર્ટીના આતિશીએ ચાર મહિના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે, તેઓ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. અત્યાર સુધીના ટ્રેન્ડ્‌સ પર નજર કરીએ તો ભાજપના કાર્યકરો અને નેતાઓમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. કાલકાજી બેઠક પરથી ભાજપના રમેશ બિધુરી ૧૧મા રાઉન્ડ પછી ૨૭૩૬ મતોથી પાછળ હતા. અહીં મુખ્યમંત્રી આતિશીએ આગેવાની લીધી છે. સીએમ આતિશીએ રમેશ બિધુરીને હરાવીને જીત મેળવી. વિજય નોંધાવ્યા પછી, આતિશી ઉૈહૈહખ્ત ઝ્રીિંૈકૈષ્ઠટ્ઠંીજ લેવા માટે પહોંચી ગયા છે. આતિશીએ જીત હાંસલ કરી પાર્ટીની લાજ રાખી છે. આતિશીનો ભાજપના પૂર્વ સાંસદ રમેશ બિધૂડી અને કોંગ્રેસની અલકા લાંબા સાથે મુકાબલો હતો.
    Post Views: 334
    ‘આપ’દા દિલ્હી ખાલી કરો અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા હાર્યા આતિશીએ ભાજપના રમેશ બિધુરીને હરાવીને ચૂંટણી જીતી
    Previous Articleદિલ્હીમાં ૨૭ વર્ષના વનવાસનો અંત
    Next Article હજ યાત્રામાં ભીડના કારણે લેવાયો ર્નિણય : સાઉદી અરેબિયાએ ભારત સહિત ૧૪ દેશોના નાગરિકોને અપાતા મલ્ટિપલ વિઝા પર રોક લગાવી

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.