Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » લોકશાહીમાં શાંતિપૂર્ણ જનઆંદોલન દ્વારા જ સરકાર અને વિરોધ પક્ષો પર દબાણ ઉભું કરી અન્યાય, અત્યાચાર, ભેદભાવથી મુક્તિ તેમજ સંવૈધાનિક અધિકાર – સમાંતર ન્યાય પ્રાપ્ત થાય છે

    લોકશાહીમાં શાંતિપૂર્ણ જનઆંદોલન દ્વારા જ સરકાર અને વિરોધ પક્ષો પર દબાણ ઉભું કરી અન્યાય, અત્યાચાર, ભેદભાવથી મુક્તિ તેમજ સંવૈધાનિક અધિકાર – સમાંતર ન્યાય પ્રાપ્ત થાય છે

    City Today DailyBy City Today DailyApril 19, 2025

    સંવૈધાનિક અધિકારના રક્ષણ માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમીયતે ઉલમાએ હિન્દ સહિત અન્ય સંસ્થાઓ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલનના આહવાનને શિસ્તબદ્ધતા સાથે સફળ બનાવવા સમાજ આગળ આવે : ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ,  પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ 

    (સિટી ટુડે) અમદાવાદ, તા.૧૯
    મહાન ભારત દેશના સંવિધાને તમામ ધર્મ, જાતિઓને પોતાના ધાર્મિક સિદ્ધાંતોને આસ્થા પ્રમાણે ધર્મનું પાલન કરવાનો મૌલિક અધિકાર આપ્યો છે. ૨૦૧૪થી કેન્દ્રમાં ભાજપાનું શાસન આવતા આઝાદી પછીના ૭૫ વર્ષોમાં મુસ્લિમ સમાજ માટે સૌથી કપરો કાળ શરૂ થયો. ભાજપના સંવિધાનથી વિપરીત ફાસીવાદી કોમવાદી વલણને કારણે ભારતીય મુસ્લિમોને નિશાના પર લઈ જુલ્મ અને અત્યાચારની પરાકાષ્ટા સાથે શરૂ થયો જે આજે પણ યથાવત છે.

    પૂર્વ રાજવસભા સાંસદ મોહમમદ અદીબ સાહેબ (IMCR અધ્યક્ષ), મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમીયતે ઉલમાએ હિન્દ (જનાબ અર્શદ મદની સાહેબ) (જનાબ મહેમુદ મદની સાહેબ) સહિત અન્ય સંસ્થાઓ હાલના આઝાદી પછીના સૌથી કપરા સમયે અને સંજોગોમાં મુસ્લિમ સમાજના સંવૈધાનિક અધિકારો, ન્યાય, સમાનતા નો અધિકાર મેળવવા માટે શાંતિપૂર્ણ રીતે ગાંધીચિંધ્યા માર્ગે સંઘર્ષ કરી રહ્યા છે.

    ભાજપની કટ્ટરવાદી નિતીઓ વિરુદ્ધ તમામ ધર્મ જાતિ અને સેક્યુલર પક્ષોના સાંસદો શ્રી સંજયસિંહ, શ્રી મનોજ ઝા, સુશ્રી મહુઆ મોઈત્રા સહિત સેક્યુલર પાર્ટીઓના તમામ મુસ્લિમ સાસંદો, નામાંકિત એનજીઓ, સોશ્યલ એક્ટીવીસ્ટો અને સ્કોલરને સંગઠિત કરવાના પ્રયાસો કરી સેમીનારના આયોજન તેમજ મીડીયા દ્વારા વર્તમાન કટ્ટરવાદી સરકાર સામે અવાજ બુલંદ કરી સંઘર્ષ કરી રહ્યા છે.

    ૨૦૧૪થી ભાજપ સરકારના એકતરફી અત્યાચારોથી સ્તબ્ધ મુસ્લિમ સમાજ તેમજ મુસ્લિમ સંસ્થાઓ સત્તાધારી પક્ષના આક્રમણને લીધે ખામોશી અખત્યાર કરીને બેઠા હતા ત્યારે (IMCR અધ્યક્ષ) જનાબ મોહંમદ અદીબ સાહેબ લોકશાહીમાં રાજકીય પક્ષો ઉપર જનઆંદોલન દ્વારા જ દબાણ ઉભું કરી શકાય તેવા નિર્ભયપણે દઢ મનોબળ સાથે તમામ સંગઠનોને સંયુક્તપણે લડત લડવા ગાંધીચિધ્યા માર્ગે આગળ આવવા પ્રેરિત કરવામાં સફળ રહ્યા છે.

    ભારત દેશની પ્રખર રાષ્ટ્રવાદી સંસ્થા આઝાદીના આંદોલનમાં હજારો મુસ્લિમ અને ઉલેમાઓની શહાદત વહોરી અંગ્રેજોના શાસનથી ભારત દેશને આઝાદ કરાવવા અગ્રેસર ભૂમિકા ભજવનાર તેમજ દેશની સૌથી વધુ મુસ્લિમ જનસમર્થન ધરાવતી ધાર્મિક સંસ્થા જમીયતે ઉલમા એ હિન્દ (જનાબ અર્શદ મદની સાહેબ) (જનાબ મહેમુદ મદની સાહેબ) વર્તમાન પાતનાભર્યા સંજોગોમાં નેતૃત્વ કરી અસરકારક ભૂમિકા અદા કરી રહ્યા છે.

    મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમીયતે ઉલમાએ હિન્દ (જનાબ અર્શદ મદની સાહેબ) સહિત અન્ય સંસ્થાઓ દ્વારા ગેરસંવૈધાનિક વકફ કાનૂન વિરુદ્ધ નવી દિલ્હી, મુંબઈ, બિહારની રાજધાની પટના, આંધ્રપ્રદેશમાં પાંચ લાખથી વધુ જનમેદની સાથે વકફ બચાવો અભિયાન અંતર્ગત સંમેલનો કર્યા તથા વક્ક સુધારા બીલ વિરુદ્ધ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા દેશભરમાંથી ૪ કરોડ કરતાં વધુ મુસ્લિમ સમુદાયના બારકોડ તેમજ ઈમેલ દ્વારા વાંધાસૂચનો મેળવવા શુક્રવારના રોજ સમગ્ર દેશભરમાંથી કરોડો મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો. સંગઠિત પ્રયાસો કરવા બદલ પ્રસંશા કરીએ છીએ. આપ સૌના સહિયારા પ્રયાસોથી સરકારના આતંકથી ભયભીત મુસ્લિમ સમાજ સંવૈધાનિક રીતે ગાંધી ચીંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે આ કાળા કાયદાની વિરુદ્ધ સમગ્ર ભારત દેશમાં આંદોલન કરવા નિર્ભય રીતે આગળ આવ્યો.

    દેશભરમાં મુસ્લિમાં સંવૈધાનિક અધિકારોના રક્ષણ માટે આક્રોશ સાથે જનઆંદોલન કરવા આગળ આવતાં મુસ્લિમ સમાજની જનભાવનાઓને ઉજાગર કરવા કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનના સેક્યુલર પક્ષના નેતાઓ, સાંસદો, સંસદીય વક્ક JPC કમીટીના સભ્યોની તાર્કિક દલીલો સાથે પોતાનો વિરોધ વ્યક્ત કરી બજેટ સત્રમાં જયારે વક્ક બિલ મંજુરી માટે સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે નિર્ભય રીતે નફા નુકસાનની પરવા કર્યા વિના અસરકારક પ્રવચનો દ્વારા ગેરસંવૈધાનિક વકફ બિલનો સંસદમાં સંપૂર્ણ તાકાત સાથે વિરોધ કરી સરકાર સામે હક્કની અવાજ બુલંદ કરી પરંતુ સરમુખત્યાર સરકારે બહુમતીના જોરે ગેરસંવૈધાનિક વકફ બિલને મંજુરી આપી દેતાં તેની સામે પણ પ્રથમ વખત કોંગ્રેસ પક્ષના સાંસદો દ્વારા સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી નવા વફ કાનૂનને રદ કરાવવા સીનીયર એડવોકેટની પ્રસંશનીય રીતે માનદ સેવા પૂરી પાડી.

    Post Views: 664
    અત્યાચાર ભેદભાવથી મુક્તિ તેમજ સંવૈધાનિક અધિકાર - સમાંતર ન્યાય પ્રાપ્ત થાય છે લોકશાહીમાં શાંતિપૂર્ણ જનઆંદોલન દ્વારા જ સરકાર અને વિરોધ પક્ષો પર દબાણ ઉભું કરી અન્યાય
    Previous Articleઆર્થિક સંકડામણના લીધે પ્રજાપતિ પરિવારનો સામૂહિક આપઘાત
    Next Article હવે સાઉદી અરેબિયાએ ૭૩ વર્ષ પછી દારૂ પરનો પ્રતિબંધ હટાવી દીધો

    Related Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    June 1, 2026

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    May 22, 2026

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    May 21, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.