Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, July 30
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત વિધાનસભા પક્ષના નેતા, AICC ના પદાધિકારીઓ, CWC સભ્યો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનની જાહેરાત એક જ સમયે ઝડપથી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે:ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્ય

    ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત વિધાનસભા પક્ષના નેતા, AICC ના પદાધિકારીઓ, CWC સભ્યો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનની જાહેરાત એક જ સમયે ઝડપથી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે:ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્ય

    City Today DailyBy City Today DailyJuly 10, 2025

    સિટી ટુડે; અમદાવાદ;૦૯

    ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત વિધાનસભા પક્ષના નેતા, AICC ના પદાધિકારીઓ, CWC સભ્યો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનની જાહેરાત એક જ સમયે ઝડપથી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે.

    ડિસેમ્બર ૨૦૨૫માં ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, આ નિર્ણય વહેલી તકે લેવાય તે અનિવાર્ય છે.

    શ્રી રાહુલગાંધીજી ના ગુજરાત પ્રવાસ દરમિયાન, તેમને મળેલી વિશ્વસનીય માહિતી અને અહેવાલોના આધારે, રાહુલજીએ એક જાહેર મંચ પરથી પોતાના સંબોધનમાં ભાજપ સરકાર માટે સ્લીપર સેલ તરીકે કામ કરતા “લંગડા ઘોડા તેમજ લગ્નના ઘોડા” નેતાઓને સાઈડલાઈન કરી કોંગ્રેસના વફાદાર “રેસના થોડા”ને નેતૃત્વ સોંપવાના આહ્વાન બાદ વફાદાર કોંગ્રેસ કાર્યકરોને સંગઠનમાં યોગ્ય સ્થાન મળશે એવો મજબૂત આશાવાદ ઉભો થયો છે.

    આજીવન કોંગ્રેસને સમર્પિત વફાદાર નેતાઓને નેતૃત્વ સોંપી ભાજપ સરકાર સાથે સ્લીપર સેલ તરીકે કામ કરતા નેતાઓને કુનેહપૂર્વક બાજુ પર મૂકવાથી ગુજરાતની જનતાને સ્પષ્ટ સંદેશ જશે કે કોંગ્રેસ હવે ઈમાનદાર નેતૃત્વ સાથે નવા સ્વરૂપમાં પૂર્ણ જોમ – જુસ્સા સાથે ઉભરી રહી છે. માનનીય કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે જી અને શ્રી રાહુલ ગાંધી જી દ્વારા દિલ્હીમાં નવા સંગઠનની રચના કુશળતાપૂર્વક લાગુ કરી શકાય તે માટે, અમારી આગ્રહભરી વિનંતી તેમજ નમ્ર સૂચન છે કે આજીવન કોગ્રેસ સમર્પિત અને વફાદાર વરિષ્ઠ નેતાઓ સાથે સઘન ચર્ચા વિચારણા કરવા AICCના વરિષ્ઠ મહામંત્રી શ્રી મુકુલ વાસનિકજી, ચારેય AICC ઝોનલ ઇન્ચાર્જ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભા પક્ષના નેતા શ્રી અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં સંયુક્ત બેઠક યોજી સર્વસંમતિથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતાના પદ સહિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનની પુનર્રચના માટે ત્વરિત નિર્ણય લેવામાં આવે.

    કોંગ્રેસ એક લોકતાંત્રિક પક્ષ છે. સર્વસંમતિથી સહુને સ્વીકાર્ય નિમણૂક દ્વારા પક્ષને જૂથવાદથી મુક્તિ મળશે. કોગ્રેસ પક્ષના સમાનતા, યોગ્યતા અને એકતાના મૂળભૂત સિદ્ધાંતોને અનુરૂપ, કોગ્રેસની વિચારધારા અનુસાર સર્વ ધર્મ જાતિના લોકોને સાથે લઈ પક્ષને એકજુટ કરી મજબૂત કરવા સક્ષમ આગેવાનોને નેતૃત્વ સોંપી સતત ત્રણ દાયકાથી કોંગ્રેસ પક્ષને વફાદાર લાખો કાર્યકર્તાઓ અને ગુજરાતની ૬.૫ કરોડ જનતાના હિતમાં કોગ્રેસ પક્ષ દ્વારા ઠોસ નિર્ણય કર્યાનો સ્પષ્ટ સંદેશ આપી શકાશે.

    સક્ષમ નેતાઓનો સમાવેશઃ સંગઠન સૂર્જન અભિયાન અંતર્ગત, AICC અને પ્રદેશના નિરીક્ષકો દ્વારા સ્થાનિક જિલ્લા અને શહેર કક્ષાએ જવાબદાર નેતાઓ અને કાર્યકરોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ, શહેર અને જિલ્લાના હોદ્દાઓ માટે સમર્પિત કોંગ્રેસ નેતાઓની પેનલ (ત્રણ કે તેથી વધુ નામોની) તૈયાર કરવામાં આવી હતી, જેમાં વિવિધ સમુદાયોના ૧૦૦થી વધુ નેતાઓની યાદી બનાવી AICCને સુપરત કરવામાં આવી હતી. 

    AICC દ્વારા યાદીની સઘન સમીક્ષા બાદ, ૪૧ સક્ષમ શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. AICC તથા પ્રદેશ નિરીક્ષકો દ્વારા જીલ્લા અને શહેર પ્રમુખ ની નિમણૂક માટે સૂચવેલ ૧૦૦થી વધુ નામોમાંથી બાકી રહેતા સક્ષમ નેતાઓની ઓળખ કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા માળખામાં સમાવવાથી વિવિધ સમુદાયોના નેતાઓને તમામ શહેર અને જિલ્લાઓને સમાંતર સક્ષમ પ્રતિનિધિત્વ સોંપી ગુજરાત પ્રદેશ કોગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવી શકાશે.

    ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્ય

    Post Views: 564
    #congres @congres
    Previous Articleગંભીરા બ્રિજના બે કટકા, ૧૩ લોકોનાં મોત
    Next Article તહેવારો પૂર્વે તેલના ભાવમાં ભડકો, સીંગતેલ-કપાસિયા તેલમાં ૮૦ રૂપિયાનો વધારો

    Related Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    July 21, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    July 12, 2026
    Latest Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.