Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા ચૂંટણી પંચને નોટિસ ઈસ્યુ કરી બે સ્થળે નામ ધરાવતા મતદારોને શોધી કાઢવા સોફ્ટવેર ટેકનોલોજી ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી બાબતે ૨૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ જવાબ રજૂ કરવા આદેશ

    નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા ચૂંટણી પંચને નોટિસ ઈસ્યુ કરી બે સ્થળે નામ ધરાવતા મતદારોને શોધી કાઢવા સોફ્ટવેર ટેકનોલોજી ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી બાબતે ૨૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ જવાબ રજૂ કરવા આદેશ

    City Today DailyBy City Today DailyNovember 18, 2025

    રાજ્ય ચૂંટણી પંચ બે સ્થળે નામ ધરાવતા મતદારોને શોધવા ઉપલબ્ધ સોફટવેર ટેકનોલોજીનો ઉપયોગ કરે : ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પત્ર લખી રજૂઆત કરાઇ

    (સિટી ટુડે) અમદાવાદ :

    આપણી ચૂંટણી પ્રણાલી એ લોકશાહીનો પાયો છે. દરેક ભારતીય નાગરિકો ચૂંટણી પંચ ઉપર વિશ્વાસ ધરાવે છે. નાગરિકોનો વિશ્વાસ જાળવી રાખવો એ ચૂંટણી કમિશનની સર્વોચ્ચ ફરજ છે. ચૂંટણી પંચ સોફ્ટવેર ટેકનોલોજી દ્વારા મતદારયાદીઓ શુદ્ધ કરવાની પ્રક્રિયા સહેલાઈથી પૂર્ણ કરી શકે છે. હાલ ચાલી રહેલ SIR પ્રક્રિયા અંતર્ગત મતદારયાદી સુધારણા પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીના શુદ્ધિકરણ દ્વારા ભારતીય સંવિધાને આપેલા એક ભારતીય નાગરિકને એક મત આપવાનો અધિકાર સુરક્ષિત રહે અને કોઈપણ ભારતીય નાગરિકનું નામ મતદારયાદીમાં ઉમેરવાથી બાકાત ના રહી જાય.

    ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ બે સ્થળે મતદાર તરીકે નામ જણાઈ આવતા જેલની સજા અને દંડની જોગવાઈ છે. તેવા સમયે જયારે રાજ્ય ચૂંટણી કમિશન પાસે મતદારયાદીમાંથી બે સ્થળે નામ ધરાવતા મતદારોને શોધવા માટેની સોફટવેર ટેકનોલોજી ઉપલબ્ધ છે ત્યારે ચૂંટણી પંચની નિષ્ક્રિયતા અને લાલિયાવાડીનો નિર્દોષ મતદાતાઓ જટિલ કાનૂની પ્રક્રિયાનો ભોગ ના બને માટે રાજયમાં બે સ્થળે નામ ધરાવતા વિશેષ કરીને પરપ્રાંતિય મતદારોની ચુસ્ત ચકાસણી કરી તેમના સંવૈધાનિક અધિકાર મુજબ સ્વેચ્છાએ કોઈપણ એક રાજ્ય કે સ્થળની મતદારયાદીમાં તેમના નામ યથાવત રાખી અન્ય મતદારયાદીમાંથી કમી કરી સપ્ત કાનૂની કાર્યવાહીથી રક્ષણ આપવામાં આવે.

    નામદાર સુપ્રિમ કોર્ટે પણ ગત સપ્તાહે SIR બાબતે સુનાવણી દરમ્યાન ચૂંટણી પંચને સભ્ય ટિપ્પણી દ્વારા વેધક પ્રશ્ન કર્યો છે કે બે સ્થળે નામ ધરાવતા મતદારોને શોધવા માટેનું સોફ્ટવેર ઉપલબ્ધ હોવા છતાં કયા કારણોસર સોફ્ટવેર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો નથી. નામદાર સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી સોફ્ટવેરના ઉપયોગ કરવા બાબતે ૧૫ દિવસનો સમય આપી ૨૬ નવેમ્બરના રોજ પોતાનો જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.

    SIR ની ચાલુ પ્રક્રિયા દરમ્યાન રાજયની એકથી વધુ લોકસભા કે વિધાનસભાની મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો તથા ગુજરાત રાજ્યમાં રોજગાર મેળવવા આવેલા પરપ્રાંતિયો – બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા સહિત અન્ય રાજ્યોના મૂળ વતનની મતદાર યાદીમાં તેમના નામો યથાવત હોવા છતાં ગુજરાત રાજ્યની ઔદ્યોગિક વસાહતો -અમદાવાદ, સુરત, અંકલેશ્વર, ભરુચ, કચ્છના કંડલા, વડોદરા, જામનગર સહિત અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિત કોટ વિસ્તારોમાં ગુજરાતના સરનામે ભાડુઆત તરીકે વસવાટ કરતા હજારો પરપ્રાંતિય મતદારોના નામ મતદારયાદીમાં હોવા અંગેની ગંભીર બાબતો સામે આવી રહી છે તેવા સંજોગોમાં ગુજરાત રાજયની મતદારયાદીમાં નામ સમાવિષ્ટ કરાવવા પરપ્રાંતિય મતદારો તેમના મૂળ રાજ્યની ૨૦૦૨ની મતદાર યાદીમાંથી વાલી વારસોના નામનો પુરાવો આપવામાં આવે ત્યારે તેમના મૂળ રાજયના ચૂંટણી પંચ તથા મતદારયાદીની સોફ્ટવેર ટેકનોલોજી દ્વારા યોગ્ય ચકાસણી કર્યા બાદ જ મતદાતાનું નામ તેની સ્વેચ્છાએ કોઈપણ એક રાજ્યની મતદાર યાદીમાં રાખવામાં આવે.

    Post Views: 1,234
    #suprimecorut #SIR @SIR @suprimecourt
    Previous Articleગુજરાતમાં SIR પ્રક્રિયા સંદર્ભે મતદારયાદી સુધારણા કાર્યકમ અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૨૦૦૨ ની મતદાર યાદીમાં મતદારનું / સંબંધીનું નામ શોધવા માટે સ્કેનરનો ઉપયોગ કરી ફોર્મ સ્વીકારવા BLO ને સૂચના મતદારો જાતે પણ સ્કેનરનો ઉપયોગ કરી જે તે વિધાનસભામાં પોતાનું નામ શોધી શકશે
    Next Article ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ વચ્ચે સુરત કોંગ્રેસ દ્વારા “જનતા રેડ”, ભારત કેન્સર હોસ્પિટલની સામે ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર લોકો તુટી પડ્યા,

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.