ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા SIR મુદ્દે લીગલ તથા સંકલન સમિતિની રચના કરવામાં આવી
(સિટી ટુડે) અમદાવાદ,તા.૨૨
SIR તથા વોટચોરી મુદ્દે રાહુલ ગાંધી દ્વારા ગતરોજ કોંગ્રેસી કાર્યકર્તા અને નેતાઓને ચેતવણી આપવામાં આવી કે SIR તથા વોટચોરી મુદ્દે રસ્તા પર નહિં ઉતરશો તો એકશન લેવામાં આવશે.
હાલ ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી વિશેષ સદન સુધારણાની પ્રક્રિયા ચાલી રહી છે. આ મહત્વની પ્રક્રિયામાં ગુજરાત કોંગ્રેસ દ્વારા SIR ના પ્રશ્નોના સમાધાન માટે લીગલ અને સંકલન સમીતીની રચના કરવામાં આવી જેમાં બાબુભાઇ પટેલ, ડો.અમીબેન યાજ્ઞિક, ડો.હિમાંશુ પટેલ, ડો.મનીસ દોસી, ગ્યાસુદ્દીન શેખ, નિકુંજ બલર એડવોકેટ, યોગેશ રવાણી, નવીન ભાવસાર, કલ્પેશ પટેલ, અરવિદ વાણીયા, દિવ્યાંગ રામાણીની નિમણૂંક કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા દ્વારા આ કમિટીની રચના કરવામાં આવી છે.










