Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » SIR સામે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં અરજી, ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ

    SIR સામે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં અરજી, ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ

    City Today DailyBy City Today DailyNovember 21, 2025

    નવી દિલ્હી,
    કેરળ, ઉત્તર પ્રદેશ અને અન્ય બીજા રાજ્યોમાં મતદાર યાદીઓના SIR હાથ ધરવાના ચૂંટણી પંચના ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે SIR સંબંધિત અરજીઓની સુનાવણી માટે સંમતિ આપી.

    ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ ભટ્ટી અને ન્યાયાધીશ જાેયમાલ્યા બાગચીની બનેલી બેન્ચે ચૂંટણી પંચને નોટિસ જાહેર કરી છે. વિવિધ રાજ્યોમાં અલગ-અલગ આધારો પર SIR કવાયતને પડકારતી વિવિધ નેતાઓની તમામ નવી અરજીઓ પર આજે સુનાવણી કરવામાં આવી.

    કેરળમાં SIRને પડકારતી એક અરજદાર તરફથી સિનિયર વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે, રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ થવાની છે. એટલા માટે આ બાબત પર તાત્કાલિક વિચારણા કરવાની જરૂર છે. બેન્ચે નિર્દેશ આપ્યો કે, કેરળમાં SIRને પડકારતી અરજીઓ ૨૬ નવેમ્બરના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવે. અન્ય બીજા રાજ્યોમાં આ કવાયતને પડકારતી બાકીની અરજીઓ ડિસેમ્બરના પહેલા કે બીજા અઠવાડિયામાં સાંભળવામાં આવશે.

    સુપ્રીમ કોર્ટ પહેલાથી જ સમગ્ર ભારતમાં SIR કરવાના ચૂંટણી પંચના ર્નિણયની માન્યતાને પડકારતી અરજીઓની એક બેન્ચ પર સુનાવણી કરી રહી છે. આ બેન્ચે ૧૧ નવેમ્બરના રોજ ડીએમકે, સીપીઆઈ(એમ), પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની અરજીઓ પર કમિશન પાસેથી અલગ-અલગ જવાબો માંગ્યા હતા. આ અરજીઓમાં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના SIRને પડકારવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, મતદાર યાદીઓનો જીૈંઇ આદિવાસીઓને ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત રાખવાનું ઇરાદાપૂર્વકનું કાવતરું છે.

    પાર્ટીના આદિવાસી વિભાગના પ્રમુખ વિક્રાંત ભૂરિયાએ એમ પણ કહ્યું કે, આદિવાસીઓ માટે એક સ્થળાંતર નીતિ સ્થાપિત થવી જાેઈએ. તેમણે મધ્યપ્રદેશમાં સિવિલ જજ પરીક્ષા ૨૦૨૨ના પરિણામો પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, એક પણ આદિવાસીની પસંદગી કરવામાં આવી નથી, જે અનામતને દૂર કરવાનો એક માર્ગ છે.

    Post Views: 233
    #sir #suprimecorut #SIR @SIR @suprimecourt
    Previous Articleગુજરાત સહિત દેશમાં 8 BLO એ કર્યો આપઘાત
    Next Article વોટ ચોરી અને SIR મુદ્દે કોંગ્રેસીઓ રસ્તા પર નહિં ઉતરે તો એકશન લેવાશે : રાહુલ ગાંધી

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર નોંધણી અધિકારીશ્રી ની હાલની કામગીરી જોઈ એટલું ચોક્કસ અનુભવ થાય છે કે,તેઓ ચૂંટણી પંચ કરતા ભાજપ પંચના ઇશારે વધુ મહત્વ આપી રહ્યા છે :અસલમ સાયકલવાલા

    February 1, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.