Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, May 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મમતાએ આપી કેન્દ્રને ધમકી, જાે મારા કે મારા કાર્યકર્તાઓ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો, આખા ભારતમાં ભાજપને હચમચાવી નાંખીશ

    મમતાએ આપી કેન્દ્રને ધમકી, જાે મારા કે મારા કાર્યકર્તાઓ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો, આખા ભારતમાં ભાજપને હચમચાવી નાંખીશ

    City Today DailyBy City Today DailyNovember 25, 2025

    પશ્ચિમ બંગાળ,તા.૨૫
    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જાે તેમના પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે, તો તેઓ સમગ્ર ભારતમાં ભાજપને હચમચાવી નાખશે. રાજ્યમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પર વધી રહેલા વિવાદ વચ્ચે બેનર્જીએ ખુલ્લા મંચ પરથી આ ધમકી આપી હતી.
    મમતા દીદીએ કહ્યું કે, તેઓ આજે હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરવાના હતા, પરંતુ સવારે અચાનક માહિતી મળી કે, તેમનું હેલિકોપ્ટર ઉડાડવામાં આવશે નહીં. તેને ષડયંત્ર ગણાવતા કહ્યું કે, “હું મોડી પહોંચી કારણ કે હું હેલિકોપ્ટરનો ઉપયોગ કરતી નથી. મારે આજે હેલિકોપ્ટર જવાનું હતું, પરંતુ મને સવારે ખબર પડી કે, તે ઉડશે નહીં.” ચૂંટણીઓ શરૂ પણ થઈ નથી અને તમે પહેલાથી જ સંઘર્ષ શરૂ કરી દીધો છે? સારું થયું કે, હું અહીં પગપાળા આવી છું, લોકોને મળી રહી છું.
    મમતા બેનર્જીએ કહ્યું કે, “મને SIR ના નામે જાણી જાેઈને નિશાન બનાવવામાં આવી રહી છે. જાે મારા પર કોઈ પણ રીતે હુમલો કરવામાં આવશે, તો હું સમગ્ર ભારતમાં ભાજપને હચમચાવી નાખીશ.” ભાજપ પર સીધો હુમલો કરતા તેમણે કહ્યું કે, “હું તેમને કહેવા માંગુ છું કે, તમે મને અડશો નહીં. અમે તમારો ખેલ જાણીએ છીએ. પરંતુ તમે ક્યારેય બંગાળ જીતી શકશો નહીં.” મમતાએ દાવો કર્યો કે, ભાજપ બિહારમાં ચૂંટણી લડવામાં નિષ્ફળ ગયું છે અથવા વિપક્ષની રણનીતિ સમજી શકી નથી. આ સાથે જ, મમતા બેનર્જીએ સર વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી કૂચની પણ જાહેરાત કરી હતી.

    Post Views: 123
    મમતાએ આપી કેન્દ્રને ધમકી
    Previous Articleદરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો : સુપ્રીમ કોર્ટ
    Next Article ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન આપવા માટેનો ઐતિહાસિક અને ભવ્ય ઇનામ વિતરણ સમારોહ રવિવાર, 23 નવેમ્બર 2025ના રોજ અમદાવાદના ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કમ્યુનિટી હોલમાં સફળતાપૂર્વક યોજાયો.

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.