Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 20
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, રણજીત સેઠ, રોહિત ગુપ્તા, ગણેશ, પ્રિન્સ મૌર્ય અને રોશનની ધરપકડ કરાઇ

    મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, રણજીત સેઠ, રોહિત ગુપ્તા, ગણેશ, પ્રિન્સ મૌર્ય અને રોશનની ધરપકડ કરાઇ

    City Today DailyBy City Today DailyNovember 27, 2025

    મિરઝાપુર, તા.૨૭
    ઉત્તર પ્રદેશમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં આવેલી જામા મસ્જિદમાં રાતે આગ લગાવી દેવામાં આવી હતી. મસ્જિદનો ગેટ પણ આ આગની લપેટમાં આવી ગયો હતો. આ સાથે જ મસ્જિદના ગેટને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હડકંપ મચી ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી અને ભારે સુરક્ષા દળો તહેનાત કરી દેવામાં આવ્યા છે.

    હવે મિરઝાપુર પોલીસે એ તમામ લોકોની ધરપકડ કરી લીધી છે જેમણે મસ્જિદમાં આગ લગાવી હતી. તમને જણાવી દઈએ કે, આ તમામ લોકો મસ્જિદમાં આગ લગાવીને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. પરંતુ પોલીસે તપાસ બાદ આ તમામને દબોચી લીધા છે. આ સમગ્ર ઘટના મિરઝાપુરના ચુનાર પોલીસ સ્ટેશન વિસ્તારના મોચી ટોલામાં સ્થિત જામા મસ્જિદમાં ઘટી હતી. અહીં રાતે લગભગ ૨:૦૦ વાગ્યે મસ્જિદમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળવા લાગી. આ જાેઈને ઘટનાસ્થળે હડકંપ મચી ગયો અને લોકોએ પોલીસને ઘટના અંગે જાણ કરી. આ આગની લપેટમાં મસ્જિદના મુખ્ય ભવનનો ગેટ, લાકડાના દરવાજા આવી ગયા અને મસ્જિદમાં રાખેલો લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો. આ મામલે પોલીસે ૫ યુવકોને જેલ ભેગા કરી દીધા છે.

    તપાસમાં સામે આવ્યું છે કે, દારૂના નશામાં આ યુવકોએ મસ્જિદમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવ ઊભો થયો હતો પરંતુ પોલીસે તાત્કાલિક કડક કાર્યવાહી કરીને સ્થિતિને કાબુમાં લીધી હતી. ઈન્સ્પેક્ટર વિજય શંકર સિંહના જણાવ્યા પ્રમાણે પોલીસે આ મામલે રણજીત સેઠ, રોહિત ગુપ્તા, ગણેશ, પ્રિન્સ મૌર્ય અને રોશનની ધરપકડ કરી છે.

    Post Views: 175
    ગણેશ પ્રિન્સ મૌર્ય અને રોશનની ધરપકડ કરાઇ મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી રણજીત સેઠ રોહિત ગુપ્તા
    Previous Articleઉડતા ગુજરાત નહીં, આ તો ઝૂમતા ગુજરાત છે : પ્રતાપ દૂધાત
    Next Article SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ, આધાર કાર્ડના આધારે આપી દઈએ ઘૂસણખોરોને પણ નાગરિકતા?

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.