Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » શિક્ષકે ગુરુના નામ પર લગાવ્યું કલંક, પૂર્વ વિદ્યાર્થિનીનું ઈન્સ્ટામાં ફેક આઇડી બનાવી બ્લેકમેલ કરી

    શિક્ષકે ગુરુના નામ પર લગાવ્યું કલંક, પૂર્વ વિદ્યાર્થિનીનું ઈન્સ્ટામાં ફેક આઇડી બનાવી બ્લેકમેલ કરી

    City Today DailyBy City Today DailyNovember 29, 2025

    સુરત, તા.૨૯
    સુરતમાં શિક્ષણ જગતને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે, જ્યાં પોઝિટિવ ટ્યુશન ક્લાસિસનો એક શિક્ષક પોતાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થિનીનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બ્લેકમેલ કરતો હતો. આ સાથે જ વર્ચ્યુઅલ નંબરથી વ્હોટ્સએપમાં ‘બહુ મજા આવે છે રમત રમવાની બેન તો વધુ રમત રમીએ, થોડી વધુ મજા આવશે. નંબર બ્લોકમાં ના નાખો ઘણી બધી ડિટેલ આપવાની બાકી છે તમને. બધાને હજી મજાકની કોઈ એક હદ હોય છે તમે બધી…’ સહિતના મેસેજ કરી વિદ્યાર્થિનીને ‘વધુ રમત રમવાની‘ અને ‘મજા લેવાની‘ વાતો કરીને ડરાવતો હતો.

    આ સનકી શિક્ષકે હદ તો ત્યારે વટાવી જ્યારે તેણે વર્ચ્યુઅલ નંબરથી એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં વિદ્યાર્થિનીના પરિવારના સભ્યો-સંબંધીઓને એડ કરી વિદ્યાર્થિનીના મોર્ફ કરેલા ફોટો શેર કર્યા હતાં. આખરે કપાળે લાલ ચાંદલો કરી રાક્ષસ જેવું કૃત્ય કરનારા શિક્ષકને સુરત સાયબર સેલે ઝડપી પાડ્યો છે.

    આ મામલે સાયબર સેલના ડીસીપી બિશાખા જૈનએ જણાવ્યું હતું કે, સાયબર સેલ દ્વારા ઝડપાયેલા આરોપી ભાવેશ સૂર્યકાંતભાઈ પટેલ (વસોયા) (ઉં.વ. ૩૫) એક શિક્ષક છે અને કતારગામ, આંબાતલાવડી સ્થિત પોઝિટિવ ટ્યુશન ક્લાસીસમાં ચલાવતા હતા. ફરિયાદી વિદ્યાર્થિની તેમની પાસે ટ્યુશન માટે જતી હોવાથી ભાવેશ વસોયા તેને ઓળખતો હતો. આ ઓળખાણનો ગેરલાભ લઈને ભાવેશ વસોયાએ વિદ્યાર્થિનીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ૨૦૨૩માં જ્યારે વિદ્યાર્થિનીના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇ.ડી. બન્યું, ત્યારે આ મામલે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જે બાદ ભાવેશે વિદ્યાર્થિનીને થોડો સમય હેરાન કરવાનું બંધ કરી દીધુ હતું. જે બાદ ફરી આરોપીએ વિદ્યાર્થિનીને હેરાન કરવાનું શરૂ કર્યું અને ગુનો દાખલ થયો ત્યાં સુધી એટલે કે, ૨૬ મે, ૨૦૨૫ સુધી વિદ્યાર્થિનીને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું.

    આરોપી ભાવેશે વિદ્યાર્થિનીને હેરાન કરવા માટે અનેક ગંભીર કૃત્યો કર્યા હતા. તેણે વિદ્યાર્થિનીના નામથી ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ ફેક આઇ.ડી. બનાવી, તેમજ વ્હોટ્સએપ વર્ચ્યુઅલ નંબર ઉપરથી મેસેજ કર્યા હતા. એટલું જ નહીં, ભાવેશે ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ ફોટોમાં વિદ્યાર્થિનીના જૂના ફોટોગ્રાફ્સ મૂક્યા હતા. ત્રાસની હદ તો ત્યારે વટાવી દીધી જ્યારે તેણે એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં વિદ્યાર્થિની અને તેના પરિવારના સભ્યો-સંબંધીઓને એડ કર્યા અને તે ગ્રુપ તથા પ્રોફાઇલમાં વિદ્યાર્થિનીના મોર્ફ કરેલા અશ્લીલ ફોટોગ્રાફ્સ મૂકી બદનામ કરવાનો પ્રયાસ કર્યો.

    આ કૃત્યોથી વિદ્યાર્થિની અને તેના પરિવારને માનસિક રીતે હેરાન-પરેશાન કરવામાં આવતા હતા. આખરે, વિદ્યાર્થિનીએ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા, પોલીસે જરૂરી ટેક્નિકલ વર્કઆઉટ કરીને કતારગામના વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના અણીન્દ્રા ગામના આ આરોપી શિક્ષક ભાવેશ પટેલની ધરપકડ કરી હતી.

    વિદ્યાર્થિનીએ ૨૦૨૧માં ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ તે પ્રાઈવેટ નોકરી કરવા લાગી હતી. વિદ્યાર્થિની નોકરી કરવા લાગ્યા બાદ જ એકતરફી પ્રેમમાં પાગલ બનેલા શિક્ષકે તેને હેરાન-પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. નોકરી ન કરવા માટે દબાણ કરતો હતો. આ ત્રાસથી કંટાળીને વિદ્યાર્થિનીએ વર્ષ ૨૦૨૩માં સિંગણપોર પોલીસ મથકમાં આ અંગે અરજી આપી હતી. આ અરજીની તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલે હાથ ધરી હતી અને આખરે ૨૬ મે, ૨૦૨૫ના રોજ સાયબર ક્રાઇમ સેલમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સાયબર સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાઓના આધારે સનકી શિક્ષકને ઝડપી પાડ્યો છે. તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Post Views: 182
    પૂર્વ વિદ્યાર્થિનીનું ઈન્સ્ટામાં ફેક આઇડી બનાવી બ્લેકમેલ કરી શિક્ષકે ગુરુના નામ પર લગાવ્યું કલંક
    Previous Articleમોદીજી, દેશના બાળકોનો આપણી સામે જ શ્વાસ રૂંધાઈ રહ્યો છે: રાહુલ
    Next Article ભાઈચારાનું ઉદાહરણ, મુસ્લિમનું મકાન તોડી પડાતા હિન્દુ પાડોશીએ પ્લોટ આપ્યો

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.