Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, May 31
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાતમાં SIR પ્રક્રિયા વચ્ચે ૫૩ લાખ નામ કપાઈ જશે

    ગુજરાતમાં SIR પ્રક્રિયા વચ્ચે ૫૩ લાખ નામ કપાઈ જશે

    City Today DailyBy City Today DailyDecember 5, 2025

    ગાંધીનગર, તા.૫
    ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી શુદ્ધિકરણ ઝુંબેણ દરમિયાન સામે આવ્યું કે રાજ્યભરમાં વર્તમાન મતદાર યાદીમાં ૧૭ લાખથી વધુ મૃતક મતદાતા હજુ પણ સામેલ છે. આ વાત ચીફ ઇલેક્ટોરલ ઓફિસર (CEO)  ની ઓફિસ દ્વારા એક અખબારી યાદીમાં કહેવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું કે ગુજરાતમાં SIR  ની આ એક્સરસાઇઝ ૪ નવેમ્બરે બુથ લેવલ ઓફિસર દ્વારા પોતાના નક્કી વિસ્તારમાં ગણતરી ફોર્મ વેચવાની સાથે શરૂ થઈ અને આ કાર્યવાહી ૧૧ ડિસેમ્બર સુધી ચાલશે.
    તેમાં કહેવામાં આવ્યું- છેલ્લા એક મહિનામાં ૨૦૨૫ની મતદાર યાદીમાં નોંધાયેલા ૫ કરોડથી વધુ મતદાતાને ગણતરી ફોર્મ આપવામાં આવ્યા છે. મોટા ભાગના ૩૩ જિલ્લામાં ૧૦૦ ટકા ફોર્મ વહેંચવાનું કામ થઈ ગયું છે. હવે પરત આવેલા ફોર્મના ડિજિટાઇઝેશનનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ૧૮૨માંથી ૧૨ વિધાનસભા સીટો પર ડિજિટાઇઝેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. જે વિધાનસભા ક્ષેત્રમાં ડિજિટાઇઝેશનનું કામ થઈ ગયું છે, તેમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને થરાદ, દાહોદ જિલ્લાના લિમખેડા, દાહોદ (ST) , અરવલ્લી જિલ્લાની બાયડ, રાજકોટ જિલ્લાની ધોરાજી, જસદણ અને ગોંડલ, જૂનાગઢ જિલ્લાની કેશોદ, ખેડા જિલ્લાની મહેમદાબાદ, આણંદ જિલ્લાની ખંભાત અને નવસારી જિલ્લાની વિધાનસભા સામેલ છે. અખબારી યાદી પ્રમાણે ડાંગ જિલ્લો આ કામમાં સૌથી આગળ છે.
    જ્યાં કાઉન્ટિંગ ફોર્મનું ૯૪.૩૫ ટકા ડિજિટાઇઝેશન થઈ ગયું છે. રિલીઝમાં કહેવામાં આવ્યું કે, આ દરમિયાન સામે આવ્યું કે રાજ્યમાં ૧૭ લાખ મૃતકો હજુ પણ મતદાર યાદીમાં સામેલ છે. જ્યારે ૬.૧૪ લાખથી વધુ મતદાતા પોતાના સરનામા પરથી ગાયબ થઈ ગયા છે. તે સામે આવ્યું કે ૩૦ લાખથી વધુ મતદાતા હંમેશા માટે જતા રહ્યાં છે.રિલીઝમાં કહેવામાં આવ્યું કે મ્ન્ર્ંને ૩.૨૫ લાખથી વધુ મતદાતા રિપીટેડ કેટેગરીમાં મળ્યા, જેનો અર્થ છે કે તેના નામ એકથી વધુ જગ્યાઓ પર છે.

    Post Views: 197
    @SIR @BLO @SUCIDE
    Previous Articleવરિષ્ઠ એડવોકેટોના મંતવ્યો પર અમલ કરવા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તથા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા અપીલ કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ તાહિર હકીમ અને વડોદરાના નામાંકિત એડવોકેટ શૌકત ઈન્દોરીના ઉમીદ પોર્ટલ પર વકફ નોંધણી અંગેના મંતવ્યો
    Next Article ભાડુઆતને મોટી રાહત! હવે વધારે સિક્યોરિટી ડિપોઝિટ નહીં લઈ શકે મકાન માલિક

    Related Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    May 22, 2026

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    May 21, 2026

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    May 5, 2026
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.