Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, June 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બિહારના રાજકારણમાં ભૂકંપ, કેન્દ્રીય મંત્રી સહિત ૮ નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ

    બિહારના રાજકારણમાં ભૂકંપ, કેન્દ્રીય મંત્રી સહિત ૮ નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ

    City Today DailyBy City Today DailyDecember 8, 2025

    પટણા, તા.૮
    લોકશાહીમાં પ્રજાના સેવક ગણાતા નેતાઓ જ નિયમો નેવે મૂકી રહ્યા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં થયેલા એક આરટીઆઇ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બિહાર અને કેન્દ્ર સરકારના દિગ્ગજ મંત્રીઓ સહિત કુલ ૮ નેતાઓ ગેરકાયદેસર રીતે પગાર અને પેન્શન બંનેનો લાભ એકસાથે લઈ રહ્યા છે. આ માહિતી સામે આવતા જ રાજકીય ગલિયારામાં ગરમાવો આવી ગયો છે.
    કાયદાકીય નિષ્ણાતોએ આ કૃત્યને ગંભીર આર્થિક અપરાધ ગણાવ્યો છે, જ્યારે વિપક્ષે સરકારની પારદર્શિતા સામે સવાલો ઉઠાવ્યા છે. માહિતી અધિકાર કાયદા હેઠળ ૨ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ મળેલા એક જવાબે વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. ખુલાસા મુજબ, બિહારના નાણામંત્રી અને મોદી સરકારના કેન્દ્રીય મંત્રી સહિતના ૮ જેટલા પ્રભાવશાળી નેતાઓ તેમના વર્તમાન પદનો પગાર લેવાની સાથે સાથે પેન્શનની રકમ પણ મેળવી રહ્યા છે. નિયમ મુજબ જાે કોઈ વ્યક્તિ કોઈ પણ ગૃહનો સભ્ય હોય અને પગાર લેતો હોય, તો તે પેન્શનનો હકદાર નથી હોતો, છતાં આ નેતાઓ વર્ષોથી આ લાભ લઈ રહ્યા છે.
    સરકારી નિયમો સ્પષ્ટ છે કે જે તે નેતાએ દર વર્ષે ‘લાઇફ સર્ટિફિકેટ‘ સાથે લેખિતમાં બાંહેધરી આપવી પડે છે કે તેઓ કેન્દ્ર કે રાજ્ય સરકારના કોઈ લાભદાયી પદ પર નથી અને પગાર મેળવતા નથી. તો પછી પ્રશ્ન એ થાય છે કે આ નેતાઓએ કઈ રીતે ડિક્લેરેશન આપ્યુંરૂ. અને જાે ખોટું ડિક્લેરેશન આપ્યું છે, તો તંત્ર દ્વારા તેની ચકાસણી કેમ કરવામાં ન આવીરૂ. એક તરફ સામાન્ય માણસને પેન્શન માટે ધક્કા ખાવા પડે છે, ત્યારે મંત્રીઓના ખાતામાં બેવડો લાભ જમા થવો એ ગંભીર વહીવટી ક્ષતિ સૂચવે છે.
    પટણા હાઈકોર્ટના સિનિયર એડવોકેટ સર્વદેવ સિંહે આ બાબતને અત્યંત ગંભીર ગણાવતા તેને “આર્થિક ગુના” ની શ્રેણીમાં મૂક્યું છે. તેમના મતે, પદ પર રહીને પેન્શન લેવું એ કાયદાની વિરુદ્ધ છે. બીજી તરફ, જ્યારે આ બાબતે નેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. દેવેશ ચંદ્ર ઠાકુર અને નીતિશ મિશ્રાએ બચાવ કરતા કહ્યું હતું કે તેમણે ક્યારેય પેન્શનની માંગણી કરી નથી અને જાે ભૂલથી જમા થયું હશે તો પરત કરશે. નીતિશ મિશ્રાએ દાવો કર્યો કે તેમને ૨૦૧૫ માં માત્ર એક મહિનાનું પેન્શન મળ્યું હતું જ્યારે તેઓ સભ્ય નહોતા. હવે જાેવાનું એ રહે છે કે સરકાર આ મામલે શું એક્શન લે છે.

    Post Views: 145
    કેન્દ્રીય મંત્રી સહિત ૮ નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ બિહારના રાજકારણમાં ભૂકંપ
    Previous Articleमाईनोरीटी अफेर्स मंत्री श्री किरण रिजिज जी समक्ष आभार सह विनती करते है कि गुजरात वकफ ट्रीव्यूनल ने उमीद पोर्टल पर वकफ संपत्तियो के रजीस्ट्रेशन के लिए ६ माह का वक्त बढ़ाया है उसी तरह समग्र भारत के अन्य राज्यो में भी ६ माह की समय सीमा बढाई जाए
    Next Article ટીમ ઈન્ડિયાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ફટકારી સજા

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.