Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, June 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ‘SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ

    ‘SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ

    City Today DailyBy City Today DailyDecember 10, 2025

    સ્થાનિક ગુંડાઓ તથા રાજકીય કાર્યકરો તરફથી તેમને સતત ધમકી આવામાં આવે છે, તેથી ત્યાં કેન્દ્રીય દળો તૈનાત કરવા જાેઈએ

    નવી દિલ્હી, તા.૧૦

    દેશના ૧૨ રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆર ચાલી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં બીએલઓને ધમકાવવા અને એસઆઈઆરના કામોમાં અવરોધ ઊભા કરવાની ઘટનાઓને અસ્વિકાર્ય ગણાવી હતી અને ચૂંટણી પંચને કહ્યું હતું કે, આ બાબતોને ગંભીરતાથી લેવી જાેઈએ. તેનો ઉકેલ નહીં આવે તો દેશમાં અરાજક્તા ફેલાઈ જશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની કામગીરી અને બીએલઓ દ્વારા આત્મહત્યા સંબંધિત કેસની સુનાવણી કરી હતી. સનાતની સંસદ સંગઠને દાખલ કરેલી અરજીમાં એસઆઈઆર પ્રક્રિયા પછી પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી પ્રકાશિત ના થાય ત્યાં સુધી પોલીસને ચૂંટણી પંચને અધિન કામ કરવાનો ર્નિદેશ આપવા માગ કરાઈ હતી. સુપ્રીમને જણાવાયું કે, પશ્ચિમ બંગાળમાં બીએલઓ વિરુદ્ધ હિંસા વધી રહી છે. સ્થાનિક ગુંડાઓ તથા રાજકીય કાર્યકરો તરફથી તેમને સતત ધમકી આવામાં આવે છે, તેથી ત્યાં કેન્દ્રીય દળો તૈનાત કરવા જાેઈએ. સુપ્રીમે આ મુદ્દે મમતા સરકારને નોટિસ પાઠવી હતી.સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મતદાર યાદીમાં એસઆઈઆર કામમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા સહયોગ ના કરવાની બાબતને ગંભીરતાથી લેવા કહ્યું છે.

    સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે, રાજ્ય સરકારો સહયોગ ના કરતી હોય અને બીએલઓને ધમકાવતી હોય તો આવા કિસ્સા અમારા ધ્યાનમાં લાવો. અમે સરકારોને આદેશ આપીશું.કેટલીક રાજ્ય સરકારો દ્વારા એસઆઈઆરમાં સહયોગ નહીં કરવા અંગે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જાેયમાલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચને કહ્યું કે, આ સ્થિતિનો ઉકેલ લાવો નહીં તો અરાજક્તા ફેલાઈ જશે. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, સ્થિતિ બગડે તો પોલીસને પ્રતિનિયુક્તી પર તૈનાત કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. ચૂંટણી પંચે કહ્યું કે, તેની પાસે એસઆઈઆરના કામમાં લાગેલા બીએલઓ અને અન્ય અધિકારીઓને ધમકાવવાના કેસોનો ઉકેલ લાવવા માટે બધી જ બંધારણીય શક્તિઓ છે. બેન્ચે ચૂંટણી પંચ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીને કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં તણાવના કારણે બીએલઓ દ્વારા આત્મહત્યા કરવાનો કોઈ સવાલ જ ઊઠતો નથી, કારણ કે તેમને ૩૦-૩૫ મતદારોવાળા છ-સાત ઘરોની જ ગણતરીનું કામ કરવાનું હોય છે. ન્યાયાધીશ બાગચીએ કહ્યું કે, આ બેઠા-બેઠા કરવાનું કામ નથી અને બીએલઓએ દરેક ઘરે-ઘરે જઈને ગણના ફોર્મ ભરવાનું હોય છે અને પછી તેને અપલોડ કરવાનું હોય છે. ન્યાયાધીશ બાગચીએ કહ્યું કે, આ જેટલું દેખાય છે તેટલું સરળ કામ નથી. અમે કોઈ રાજકીય નેરેટિવમાં નથી પડી રહ્યા. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે જમીની સ્તર પર એસઆઈઆરનું કામ કોઈપણ અવરોધ અને ડર વિના પૂરું થાય.

    Post Views: 113
    ‘SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ
    Previous Articleનેહરૂનું પ્રધાનમંત્રી બનવું પ્રથમ વોટ ચોરી હતી : અમિત શાહ
    Next Article નકલી આરસી બુક બનાવાના કેસમાં આરોપીના જામીન મંજૂર

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.