Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, June 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    City Today DailyBy City Today DailyDecember 26, 2025

    કંપનીના CEO સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી

    ઉદયપુર, તા.૨૬

    રાજસ્થાનના ઉદયપુરમાં એક ખાનગી આઈટી કંપનીમાં ઉચ્ચ પદો પર કાર્યરત લોકોએ માનવતા અને કાયદાની મર્યાદા ઓળંગી હોવાનો સનસનાટીભર્યા કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મહિલા મેનેજર સાથે આચરવામાં આવેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસે કંપનીના CEO સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં કારના ડેશકેમમાંથી મળેલા ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ સૌથી મહત્ત્વના પુરાવા સાબિત થયા છે. જિલ્લા પોલીસ અધિક્ષક યોગેશ ગોયલે જણાવ્યું કે, પીડિતાના નિવેદન અને મેડિકલ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની ગંભીરતાને જાેતા તપાસ એડિશનલ એસપી માધુરી વર્માને સોંપવામાં આવી છે. પોલીસે ધરપકડ કરેલા ત્રણ આરોપીઓમાં આઇટી કંપનીના સીઇઓ જીતેશ, તેમની મહિલા સહકાર્યકર, એક્ઝિક્યુટિવ હેડ શિલ્પા અને તેમના પતિ ગૌરવનો સમાવેશ થાય છે. ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

    પોલીસના જણાવ્યાનુસાર, ઉદયપુરના શોભાગપુરા વિસ્તારની એક હોટલમાં કંપનીના સીઈઓનો જન્મદિવસ અને નવા વર્ષની પાર્ટી રાખવામાં આવી હતી. રાતે ૧:૩૦ વાગ્યે પાર્ટી પૂરી થયા બાદ પીડિતાની તબિયત લથડી હતી. મહિલા એક્ઝિક્યુટિવ હેડ શિલ્પાએ તેને ઘરે છોડવાના બહાને પોતાની સાથે ‘આફ્ટર પાર્ટી’માં આવવા દબાણ કર્યું હતું. રાત્રે ૧:૪૫ વાગ્યે પીડિતાને બળજબરીથી કારમાં બેસાડવામાં આવી હતી. કારમાં સીઈઓ જીતેશ અને ગૌરવ પહેલેથી હાજર હતા. રસ્તામાં પીડિતાને નશાકારક ધૂમ્રપાન કરાવી બેભાન કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે છેડતી તથા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સવારે ૫ વાગ્યે પીડિતાને ઘરે છોડી દેવાઈ હતી. ભાનમાં આવ્યા બાદ પીડિતાએ શરીરે ઈજાના નિશાન જાેતા પોલીસમાં ફરિયાદ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને કારના ડેશકેમમાંથી આખી ઘટનાના ઓડિયો અને વીડિયો પુરાવા મળી આવ્યા છે.

    Post Views: 409
    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું
    Previous Articleરાજસ્થાનમાં સાત વર્ષમાં ગેરકાયદે ખનન મુદ્દે ૭,૦૦૦+ FIR
    Next Article ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    Related Posts

    लोकतंत्र की हत्या बर्दाश्त नहीं

    April 13, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    બિલ્ડરની સરાજાહેર હત્યા: ત્રણ-ચાર શખસોએ મોતને ઘાટ ઊતાર્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી

    January 12, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.