Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 31
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    City Today DailyBy City Today DailyJuly 12, 2026

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    સિટી ટુડે  :12

    કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા દ્વારા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ખંડણીની ફરિયાદના અનુસંધાનમાં પોલીસે વધુ બે આરોપીઓને રાઉન્ડઅપ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

    આ કેસમાં કાયદો પોતાનું કાર્ય કરી રહ્યો છે. જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા સમાજમાં વૈમનસ્ય ફેલાવવાના, ઉશ્કેરણીજનક અથવા ભાઈચારાને નુકસાન પહોંચાડે તેવા સંદેશાઓ પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું સામે આવે તો તો તેની સામે પણ કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ. આરોપીઓ ના મોબાઇલ કબજે લઈ સહિતના ડિજિટલ પુરાવાની ફોરેન્સિક તપાસ (FSL) દ્વારા પણ સત્ય બહાર આવવું લાવવું જોઈએ

    હાજી જુમા રાયમા વર્ષોથી હિન્દુ–મુસ્લિમ એકતા, ભાઈચારો અને સામાજિક સૌહાર્દ માટે કાર્ય કરતા આવ્યા છે. મુસ્લિમ સમાજ સાથે અન્યાય થાય ત્યારે પણ તેઓ અવાજ ઉઠાવે છે અને હિન્દુ સમાજ સાથે અન્યાય થાય ત્યારે પણ નિર્ભયપણે ન્યાયની વાત કરે છે. તેમના માટે ન્યાય કોઈ એક સમાજ પૂરતો મર્યાદિત નથી.

    કેટલાક લોકો દ્વારા તેમની વ્યક્તિગત મુલાકાતો, હીંદુ સમાજ અને હીંદુ સંગઠન ના વિવિધ આગેવાનો સાથેના સંબંધો અથવા સામાજિક કાર્યક્રમોમાં હાજરીને લઈને અનાવશ્યક વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ હાજી જુમા ના ધરે આવે તે Rss ના સત્યમ રાવ હોય કે અન્ય હીંદુ સમાજ ના હોય તો પણ આ લોક ને તકલીફ…હાજી જુમા કોની સાથે કોની સાથે મુલાકાત કરે અથવા સામાજિક સૌહાર્દ માટે કોની સાથે કાર્ય કરે તે તેનો વ્યક્તિગત વિષય છે. જો કોઈ મુલાકાત ગુપ્ત જ હોય, તો તેના ફોટા ખુદ જુમા ભાઈ પોતે જાહેરમાં સોશિયલ મીડિયા પર મૂકવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

    આજે પણ મોટાભાગના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી બને છે અને ભાઈચારાને મજબૂત બનાવે છે. પરંતુ થોડા અસામાજિક તત્વો બંને સમાજ વચ્ચે ગેરસમજ અને નફરત ફેલાવવાનો પ્રયાસ કરતા રહે છે. આવા લોકો સામે સમાજે સજાગ રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારનો પ્રોત્સાહન કે ટેકો આપવો જોઈએ નહીં. એકતા જાળવવી એ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે.

    પકડાયેલા આરોપીઓને કોણ સમર્થન આપે છે અથવા બચાવવાનો પ્રયાસ કરે છે, તે બાબતે પણ સમાજે વિચારપૂર્વક અને જવાબદારીપૂર્વક પોતાનો અભિપ્રાય બનાવવો જોઈએ. સાથે સાથે દરેક વ્યક્તિને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિર્દોષ માનવાનો સિદ્ધાંત પણ યાદ રાખવો જરૂરી છે. ( આ મેસેજ હમણાં પકડાયેલ મુસ્લિમ સમાજ ના લુખ્ખા ઓ માચે છે અને હજુ પણ નામ ખુલશે તપાસ ચાલુ છે)

    ( આ મેસેજ હાજી જુમા ભાઈ ની ફરીયાદ મા દરેક વ્યક્તિ ને લાગુ પડતો નથી)

    (પણ અમુક લુખ્ખા જે સમાજ મા ચરી ખાય છે અને સમાજ ની એકતા તોડે છે તેના માટે છે)

    હાજી જુમા રાયમાનો હંમેશાનો સંદેશ રહ્યો છે:

    “અમારે હિન્દુ સમાજ સામે જીતવું નથી, હિન્દુ સમાજ સાથે જીવવું છે.”

    “જીઓ અને જીને દો” — એ જ તેમનો જીવનમંત્ર છે.

    “હિન્દુ જિગર છે તો મુસલમાન જાન છે, શીખ અને ઈસાઈ આ દેશની ઓળખ છે. આ બધા મળીને જ આપણું હિંદુસ્તાન બને છે.”

    બસ સમાજ એટલુ જોવે કે આવા લુખ્ખા તત્વો જે હીંદુ – મુસ્લિમ બને સમાજ મા છે એને બને સમાજ મા તેને છાવરે છે કોણ  

    Post Views: 1,708
    @rayma @ghandidham
    Previous Articleસુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.
    Next Article ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.