Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, September 22
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    City Today DailyBy City Today DailyJune 22, 2026

     કચ્છ એ બોર્ડર જીલ્લો છે કચ્છની ધરતી હંમેશા ભાઈચારો, એકતા અને પરસ્પર સન્માન માટે જાણીતી રહી છે. અહીં તમામ સમાજોએ મળીને પ્રેમ, શાંતિ અને સૌહાર્દની પરંપરા જાળવી રાખી છે. તેથી કોઈપણ સમાજ કે વ્યક્તિ સામે ગેરબંધારણીય, અમાનવીય અને અન્યાયી કાર્યવાહી થાય તો તે માત્ર એક સમાજનો નહીં પરંતુ સમગ્ર કચ્છની ન્યાયપ્રિય જનતાનો પ્રશ્ન બને છે તાજેતરમાં વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો

    આ મુદ્દો માત્ર મુસ્લિમ સમાજનો નથી, પરંતુ ન્યાય, બંધારણ અને દરેક નાગરિકના અધિકારોનો છે. જો આજે કોઈ એક સમાજ સાથે અન્યાય થાય તે પણ સરકાર દ્વારા કરવામા આવે જે માનવ અધિકારોનું હનન છે કચ્છની એકતા, ભાઈચારો અને બંધારણીય મૂલ્યોને જાળવવા તમામ સમાજના લોકો એકજૂથ છે ત્યારે બુલડોઝર રુપી કાકરીચારો ખતરનાક છે ન્યાય કોઈ એક સમાજ માટે નહીં, પરંતુ સૌ માટે સમાન હોવો જોઈએ.” સાથે જ એક અત્યંત મહત્વની વાત પર સૌંએ વિચારવાની જરૂર છે. જો કોઈ વ્યક્તિ ગુનો કરે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ અને ગુનેગારને યોગ્ય સજા મળવી જ જોઈએ. પરંતુ કોઈ એક વ્યક્તિના કૃત્ય માટે તેના સમગ્ર પરિવારને સજા આપવી એ ન્યાય અને માનવતા બંનેના સિદ્ધાંતો વિરુદ્ધ છે

    તદુપરાંત કચ્છ જીલ્લા મા અલગ અલગ જગ્યાએ આવેલી દરગાહો જે ૨00 થી ૫૦૦ વર્ષ જુની છે તે દરગાહ પર હીંદુ સમાજ પણ આસ્થા ધરાવે છે તેવી દરગાહ પર બુલડોઝર ફેરવવાનું છેલ્લા ર (બે) ૩ (ત્રણ) દીવસ થી ચાલુ છે અનેક દરગાહ તોડી પાડવામાં આવેલ છે એવી જ રીતે કેટલીક મસ્જિદો ને પણ નોટીસ આપી છે માત્ર ૨૪ કલાક નો સમય આપી મસ્જિદો ને ટાર્ગેટ કરવામાં ન આવે દેશ ની સુરક્ષા સર્વોપરી છે દેશ માટે મુસ્લિમ સમાજ પોકાનુ બધુ જ જાન, માલ કુરબાન કરવા તૈયાર છે પણ ફક્ત સુરક્ષા ના નામે દરગાહ કે મસ્જિદ ને તોડી પાડવી (જે ક્યાય અડચણ રૂપ નથી) તે ક્યાનો ન્યાય ??? આઝાદી પછી એવો એક પણ દાખલો નથી તે મસ્જિદો દેશ ની વિરુદ્ધ કોઈ કાવતરુ રચાયુ હોય તે દેશની સુરક્ષા માટે ખતરો હોય એક બાજુ બોર્ડર પર હજારો એકર જમીન પ્રાઈવેટ કંપનીઓ ને આપી છે જેમા હજારો લોકો બહાર થી આવી કામ કરે છે અને બીજી બાજુ વર્ષોથી સરહદ ના સંત્રી બની દેશ ની રક્ષા માટે બધુજ કુરબાન કરવા વાળા સમાજ ના ધર્મ સ્થાનો ને ટારગેટ કરવુ તે ગેર બંધારણીય અમાનવીય છે દેશ ની સુરક્ષા માટે સમાજ સાથે ચર્ચા કરો ક્યાય પણ દેશ વિરુદ્ધ પ્રવૃતિ દરગાહ કે મસ્જિદ મા થતી હશે તો મુસ્લિમ સમાજ જાતે આઆવા ઘર્મ સ્થળ ને આગ લગાવી દેશે આવી શીખ અને સંદેશ વર્ષો પહેલા કચ્છ ની કૌમી એકતા ના હીમાયતી બુઝુર્ગ આલીમ મુફ્તી એ કચ્છ સૈયદ હાજી અહમદશા બાવા એ આપેલ છો અને આજ પણ આ વાત પર કયબનો મુસ્લીમ સમાજ અમલ કરશે માટે આવી કાર્યવાહી તાત્કાલિક બંધ થવી જોઈએ આવી કાર્યવાહીથી ન્યાયનો સંદેશ જતો નથી, પરંતુ નિર્દોષ લોકોના હૃદયમાં અન્યાયની લાગણી જન્મે છે. જ્યારે કોઈ પરિવાર કે સમાજ પોતે ભોગ બને છે ત્યારે તેમના મનમાં દુઃખ, વેદના અને પ્રણાલી પ્રત્યે અવિશ્વાસ ઊભો થવાનો ભય રહે છે. સમાજમાં શાંતિ, વિશ્વાસ અને ભાઈચારો જાળવવા માટે જરૂરી છે કે સજા માત્ર ગુનેગારને મળે, તેના પરિવારને કે સમાજ ને નહીં. કચ્છની સંસ્કૃતિ હંમેશા માનવતા, સમજણ અને ન્યાય પર આધારિત રહી છે. તેથી આપણે એવી વ્યવસ્થાનું સમર્થન કરવું જોઈએ જ્યાં ગુનાની જવાબદારી વ્યક્તિગત હોય અને નિર્દોષ પરિવારજનોને કે સમાજ ને કોઈપણ પ્રકારની સામૂહિક સજાનો ભોગ ન બનવું પડે.“ગુનેગારને સજા મળવી જોઈએ, પરંતુ નિર્દોષ પરિવારને કે સમાજ ને નહીં. ન્યાયનો આધાર જવાબદારી પર હોવો જોઈએ, બદલો કે સામૂહિક દંડ પર નહીં.” તે બાબતે ઘટતુ કરવા વિનંતી

    આબાર સહ

     હાજી જુમા રાયમા Ex. સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી ગાંધીધામ, કચ્છ

    ,

    Post Views: 541
    @kuch @muslim #muslim
    Previous Articleઆગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી
    Next Article સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.