ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.
સિટી ટુડે: 19 સુરત
સુરત શહેર સિરતુન્ની કમિટિનાં આગેવાનો સર્વ સૈયદ સિરાજ શહાબુદ્દીન (પ્રમુખ), અશદ કલ્યાણી (માજી. કોર્પોરેટર) (મહામંત્રી), ઉપ-પ્રમુખો : ઐયુબ બોટાવાલા, આસીફ રંગુની, જમાલ સૈયદ, રૌશનભાઈ શેખ, સહેજાદ સૈયદ, સહિત આગેવાનોએ સંયુક્ત એક અખબારી નિવેદનમાં જણાવ્યા હતું કે, ઇસ્લામ ધર્મના મહાન પયગંમ્બર હજરત મોહંમદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનાં ૧૫૦૧ માં જન્મ દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર ભારત દેશનાં વિવિધ શહેરોમાં નાના-મોટા જુલુસો કાઢી જુલુસો માધ્યમે પયગંમ્બર સાહેબે સમગ્ર માનવજાતને આપેલો શાંતિ અને ભાઇચારાનો શુભ સંદેશો લોકો સુધી પહોંચાડાય છે. આ પરંપરાને વિવિધ શહેરો સાથે સુરત શહેરમાં પણ સુરત શહેર સિરતુન્નબી કમિટિએ જાળવી રાખી છે. આગામી તા.: ૨૬-૦૮-૨૦૨૬ ને બુધવારના રોજ ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હજરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ) નાં જન્મ દિવસની ઉજવણીનાં ભાગરૂપે બપોરે ૪.૦૦ કલાકે ઝાંપાબજાર મુકામેથી સુરત શહેર સિરતુન્નબી કમિટિએ પરંપરાગત રીતે એક વિશાળ જુલુસ કાઢવાનું આયોજન કર્યુ છે. જે મુજબ જુલુસમાં શહેરનાં વિવિધ વિસ્તારો જેવા કે બડેખા ચકલા, રાંદેર, માનદરવાજા, સલાબતપુરા, ચીમની ટેકરા, સૈયદપુરા, હોડી બંગલા, ગોપીપુરા, સલાબતપુરા, મોમનાવાડ, નાનપુરા, બેગમપુરા, શાહપોર, ઉન, ભેસ્તાન તેમજ નવશહીદનો ટેકરો સહિત મુસ્લિમ વિસ્તારોમાંથી નાના-નાના જુલુસો ડી.કે.એમ. હોસ્પિટલની ગલીથી મુલ્લાજી દેવળી થઈ ઝાંપાબજાર ખાતે ભેગા થશે અને ત્યાંથી મુખ્ય જુલુસનું આકાર બનાવાશે ત્યારબાદ ત્યાંથી મુખ્ય જુલુસ સુરત શહેર સિરતુન્નબી કમિટિનાં નેજા હેઠળ ટાવર થઇ ભાગળ રાજમાર્ગથી લીમડાચોક, લાલગેટ થઈ ભાગાતળાવ થઇ ચોકબજાર કમાલ ગલીથી સાગર હોટેલની ગલીથી બડેખા ચકલાથી પસાર થઇ હજરત ખ્વાજાદાન (૨.હ) સાહેબની દરગાહ ખાતે પહોંચી પુરૂ થશે. સુરત શહેર સિરતુન્નબી કમિટિએ જુલુસ બાબતે કોઇપણ પ્રકારની માહિતી મેળવવા કે સહયોગની આપ-લે કરવા કમિટિનાં ઉપરોકત જણાવેલા આગેવાનોનું સંપર્ક કરવા જણાવ્યુ છે.

