Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    City Today DailyBy City Today DailyAugust 25, 2026

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    સિટી ટુડે: 15 સુરત 

    સુરત શહેર સિરતુન્ની કમિટિનાં આગેવાનો સર્વ સૈયદ સિરાજ શહાબુદ્દીન (પ્રમુખ), અશદ કલ્યાણી (માજી. કોર્પોરેટર) (મહામંત્રી), ઐયુબ બોટાવાલા (ઉપપ્રમુખ), આસીફ રંગુની (ઉપપ્રમુખ), જમાલ સૈયદ (ઉપપ્રમુખ), સૈયદ સરફરાજ (ઝોન પ્રમુખ (લાલગેટ)), નિજામુદ્દીન જેનુદીન શેખ (ઝોન પ્રમુખ (સલાબતપુરા)), રોશન શેખ (ઝોન પ્રમુખ (ભેસ્તાન-ઉન)), મનસુર ચશ્માવાલા (ઝોન પ્રમુખ (ઉધના)), ફારૂકભાઈ (ઝોન પ્રમુખ (મહિધરપુરા)), હારૂનભાઇ સાહેબુ શેખ (ઝોન પ્રમુખ (ખટોદરા)) સહિત આગેવાનોએ સંયુકત એક અખબારી નિવેદનમાં જણાવ્યા હતું કે, ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હજરત મોહંમદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનાં જન્મ દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર ભારત દેશનાં વિવિધ શહેરોમાં નાના-મોટા જુલુસો કાઢી જુલુસો માધ્યમે પયગમ્બર સાહેબે સમગ્ર માનવજાતને આપેલો શાંતિ અને ભાઇચારાનો શુભ સંદેશો લોકો સુધી પહોંચાડાય છે. આ પરંપરાને વિવિધ શહેરો સાથે સુરત શહેરમાં પણ જુલુસની પ્રથમ શરૂ કરનાર સુરત શહેરની મુખ્ય સેન્ટ્રલની કમિટિ સુરત શહેર સિરતુન્નબી કમિટિએ જાળવી રાખી છે. આજે ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હજરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ) નાં ૧૫૦૧ માં જન્મ દિવસની ઉજવણીનાં ભાગરૂપે આજરોજ તા.૨૬/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૪.૦૦ કલાકે ઝાંપાબજાર મુકામેથી સુરત શહેર સિરતુન્નબી કમિટિએ પરંપરાગત રીતે એક વિશાળ જુલુસ કાઢવાનું આયોજન કર્યુ છે. સુરત શહેરના અગ્રણીઓ, મહાનુભવો લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવશે. જે પુર્વે શહેરના આ મુખ્ય જુલુસમાં વિવિધ વિસ્તારો જેવા કે બડેખા ચકલા, રાંદેર, માનદરવાજા, સલાબતપુરા, ચીમની ટેકરા, સૈયદપુરા, રામપુરા, ગોપીપુરા, મોમનાવાડ, શાહપોર, નાનપુરા, બેગમપુરા, નવશહીદનો ટેકરો તેમજ ઉન સહિત મુસ્લિમ વિસ્તારોમાંથી નાના-નાના જુલુસો ડી.કે.એમ. હોસ્પિટલની ગલીથી મુલ્લાજી દેવળી થઈ ઝાંપાબજાર ખાતે ભેગા થશે અને ત્યાંથી મુખ્ય જુલુસનું આકાર બનાવાશે ત્યારબાદ ત્યાંથી મુખ્ય જુલુસ સુરત શહેર સિરતુન્નબી કમિટિનાં નેજા હેઠળ ટાવર થઇ ભાગળ રાજમાર્ગથી લીમડાચોક, લાલગેટ થઈ ભાગાતળાવ થઇ કમાલ ગલીથી બડેખા ચકલાથી પસાર થઈ હજરત ખ્વાજાદાના (૨.હ) સાહેબની દરગાહ ખાતે પહોંચી પુરૂ થશે. જુલુસ કોમી એખલાશ અને ભાઇચારા સાથે પૂર્ણ થાય અને શહેર પોલીસ કમિશ્નરે જુલુસ બાબતે આપેલા જાહેરનામાનું ચોકકસપણે અમલ થાય તેવી જાહેર અપીલ સાથે સુરત શહેર સિરતુન્નબી કમિટિએ જુલુસ બાબતે કોઈપણ પ્રકારની માહિતી મેળવવા કે સહયોગની આપ-લે કરવા કમિટિનાં ઉપરોકત જણાવેલા આગેવાનોનું સંપર્ક કરવા જણાવ્યુ છે.

     

    Post Views: 12
    #eidmiladunnabi #muslim #surat #gujarat
    Previous Articleઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    Related Posts

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.