વિષય- સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે.
સિટી ટુડે: અમદાબાદ:25
26 ઓગસ્ટ ઇસ્લામ ધર્મના પૈગમ્બર હજરત મોહમ્મદ સાહબના જન્મદિવસના ઉપલક્ષ્યમાં “ઈદ એ મીલાદ” ઉજવવામાં આવે છે. આ વર્ષે જ્યારે લોકો સિદ્ધપુર (પાટણ) માં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવતા હતા ત્યારે સિદ્ધપુર પોલીસ દ્વારા તે પોસ્ટર હટાવી દેવામાં આવ્યા, અને કહવામાં આવ્યું કે ઉપર થી આદેશ છે કે આ પોસ્ટર નથી લગાવવા દેવાના.
બંધારણમાં દરેક ધર્મના લોકોને પોતાના ધર્મને પાળવાનો અને પ્રચારિત કરવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવેલ છે, હું મારા ધર્મના પૈગમ્બર ને પ્રેમ કરુછું તેમ કહવાથી કોઈ અન્ય વ્યક્તિની ધાર્મિક ભાવના ને કોઈ હાનિ પોહચતી નથી, તેવીજ રીતે જો કોઈ હિન્દુ વ્યક્તિ આઈ લવ રામ, અથવા આઈ લવ દશામાં કહી શકે છે અને ખ્રિસ્તી વ્યક્તિ આઈ લવ જીસસ કહી શકે છે તો આવા આઈ લવ મોહમ્મદના અમારા પોસ્ટર થી પોલીસ વિભાગને કેમ વાંધો છે.
મુજાહિદ નફીસ મારી વિનંતી કે તત્કાલ સિદ્ધપુર પોલીસ તંત્રને નિર્દેશિત કરવામાં આવે કે કોઈ પણ સંજોગોમાં ધાર્મિક સ્વતંત્રતાનું હનન ના થવું જોઈએ, અમારા પૈગમ્બર ને અમો પ્રેમ કરી છીએ તેવા કોઈ પણ પોસ્ટર અને બેનર લાગવા માં અડચણ રૂપ ના થાય.
મને આશા છે કે ન્યાયહિતમાં અમારી ઉપરોક્ત માંગણીઓના અમલીકરણ માટે હુકમ કરશો.
તા- ૨૪-૮-૨૬

