સુરત, તા.૦૧
સુરત પોલીસનું સત્તાવાર એક્સ એકાઉન્ટ અજાણ્યા ઈસમ દ્વારા હેક કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ એક્સ હેન્ડલનું નામ “સુરત પોલીસ” ને બદલે “સુરત એરેના પોલીસ” કરી દેવામાં આવ્યું હતું. હેકર્સ દ્વારા એકાઉન્ટ પર આપત્તિજનક વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ હેકિંગની ઘટના બાદ સુરત પોલીસે તાત્કાલિક ધોરણે વીડિયો અપલોડ કરવાનું બંધ કરી દીધું હતું. સામાન્ય રીતે જ્યારે અન્ય વ્યક્તિઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થાય છે, ત્યારે સાયબર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. પરંતુ આ કિસ્સામાં, ખુદ સુરત પોલીસનું જ પેજ હેક થતાં, સુરત સાયબર સેલ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ તમામ લોકો કરે છે. ત્યારે અવારનવાર આ સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક થઈ જવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને લોકો સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ કરતા હોય છે, ત્યારે આ સિલસિલામાં પણ સુરત પોલીસ પણ સપડાઈ છે. સુરત પોલીસનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પરનું એકાઉન્ટ હેક થયું હોવાની જાણકારી મળી રહી છે. સુરત એરેના પોલીસ નામથી સુરત શહેર પોલીસનું ઠ એકાઉન્ટ છે. જે હેક કરવામાં આવ્યું છે અને હેકર દ્વારા આપતિજનક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જાે કે કોના દ્વારા પેજ હેક કરવામાં આવ્યું છે, તે બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા એક પોસ્ટના માધ્યમથી સુરતના લોકોને આ બાબતે માહિતી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ ઠ પર જે પોસ્ટ થઈ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી નથી તે પ્રકારની માહિતી લોકોને આપવામાં આવી છે. આ પ્રકારનો વીડિયો અપલોડ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવું પણ પોલીસે જણાવ્યું છે. ૨૩ જૂનના રોજ ટ પર અપલોડ થયેલો વીડિયો પોલીસે અપલોડ કર્યો નથી તેવું પણ આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે. સુરતમાં પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. હોટલ મોડા સુધી ખુલ્લી રાખતા પોલીસે દુકાનદારને માર માર્યો છે.
હોટલ સંચાલક સાથે અસામાજિક તત્વો જેવું વર્તન કરવામાં આવ્યું છે. પોલીસકર્મીએ બેફામ ગાળો આપી સંચાલકને માર માર્યો છે. પોલીસે દુકાનમાં ઘુસી એક વ્યક્તિને તમાચો માર્યો છે અને અભદ્ર ગાળો આપી છે. પોલીસે કારીગરને પણ ત્રણ તમાચા માર્યાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું પોલીસને આ પ્રકારે મારવાનો હક્ક છે.
