Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કોંગ્રેસના દિગ્ગજ નેતાનું દર્દ છલકાયું : ગાંધી પરિવારે જ રાજકીય કરિયર બનાવ્યું અને બગાડ્યું

    કોંગ્રેસના દિગ્ગજ નેતાનું દર્દ છલકાયું : ગાંધી પરિવારે જ રાજકીય કરિયર બનાવ્યું અને બગાડ્યું

    City Today DailyBy City Today DailyDecember 15, 2024

    નવી દિલ્હી, તા.૧૫
    કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા મણિશંકર ઐયરે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે.
    અયૈરે ગાંધી પરિવારના ત્રણેય દિગ્ગજાે સાથે ક્યારે શું વાતચીત થઈ તે વિશે પણ પોતાની વાત કહી હતી. આ દરમિયાન અયૈરે કહ્યું કે, મારી કારકિર્દી ગાંધી પરિવારે બનાવી અને તેઓએ જ બગાડી.
    મણિશંકર ઐયરે કહ્યું કે, આ પ્રસંગને બાદ કરીને મારી રાહુલ ગાંધી સાથી સીમિત અને સાર્થક વાતચીત થઈ હતી અને મેં ફક્ત બે વાર જ પ્રિયંકા ગાંધી સાથે વાતચીત કરી છે.
    ૧૦ વર્ષો સુધી મને સોનિયા ગાંધીને આમને-સામને મળવાની તક ન આપવામાં આવી. એકવારને બાદ કરતાં, મને ક્યારેય રાહુલ ગાંધી સાથે સાર્થક વાત કરવાની તક આપવામાં નથી આવી. મેં બેથી વધુ વખત પ્રિયંકા સાથે પણ વાત નથી કરી. તે મારા સાથે ફોન પર વાત કરતી હતી, તેથી હું તેના સંપર્કમાં છું. તેથી, મારા જીવનની વિડંબના છે કે, મારી રાજકીય કારકિર્દી ગાંધી પરિવારે બનાવી અને ગાંધી પરિવારે જ બગાડી.
    મણિશંકર અયૈરે ૨૦૧૨નો સમય યાદ કર્યો, જ્યારે સોનિયા ગાંધી બીમાર પડી ગયાં અને મનમોહન સિંહને છ બાઇપાસ સર્જરીથી પસાર થવું પડ્યું.
    તેઓએ કહ્યું કે, પાર્ટીએ મનમોહન સિંહની બદલે પ્રણવ મુખર્જીને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હોત અને બાદમાં તેમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હોત, તો કોંગ્રેસને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આવી અપમાનજનક હારનો સામનો ન કરવો પડત.
    કોંગ્રેસના દિગ્ગજ નેતાએ વધુમાં કહ્યું કે, તમે જુઓ ૨૦૧૨માં અમારા માટે બે મુશ્કેલી આવી પડી. પહેલુંઃ સોનિયા ગાંધી બહુ બીમાર થઈ ગયાં અને ડૉ. મનમોહન સિંહને છ બાઇપાસ સર્જરીથી પસાર થવું પડ્યું, તેથી અમે સરકારના વડા અને પાર્ટીના વડાના રૂપે અપંગ થઈ ગયાં.
    જાે ડૉ. મનમોહન સિંહ રાષ્ટ્રપતિ બની ગયા હોય અને પ્રણવને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત, તો પણ મને લાગે છે કે, અમે ૨૦૧૪ (લોકસભા ચૂંટણી) હારી ગયા હોત, પરંતુ એ હાર આવી અપમાનજનક ન હોત.
    અયૈરે યાદ કર્યું કે, જ્યારે મેં સોનિયા ગાંધીને એકવાર મેરી ક્રિસમસની શુભકામના આપી, ત્યારે તેઓએ કહ્યું કે, હું ઈસાઈ નથી. સ્વાભાવિક રીતે હું એકદમ ચોંકી ગયો. પરંતુ, મને લાગતું કે, તે પોતાને ઈસાઈ નથી માનતી. જેમ હું પોતાને કોઈ વિશેષ ધર્મ સાથે સંબંધિત નથી માનતો. હું નાસ્તિક છું અને હું આ કહેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું.
    પરંતુ, નાસ્તિક હોવાનો અર્થ એ નથી કે, હું ધર્મોનું અનાદર કરૂ છું. તેનો અર્થ છે કે, હું તમામ ધર્મોનું સમાન રૂપે સન્માન કરૂ છું. મણિશંકર અયૈરે એક પૂર્વ રાજદ્વારી છે, જેણે ભારતીય વિદેશ સેવામાં કામ કર્યું છે. તેઓએ ૧૦, ૧૩ અને ૧૪મી લોકસભામાં તમિલનાડુના મયિલાદુથુરાઈ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને રાજ્યસભાના નામાંકિત સભ્ય પણ હતાં.

    Post Views: 370
    @CONGRESH
    Previous Articleઉધના રેલ્વે સ્ટેશન શ્રમિક રિક્ષાચાલકોની કટ્ટરવાદી માનસિકતા ધરાવતા જી.આર.પી. પોલીસકર્મી વિરુદ્ધ કરેલ રજુઆત ફળી જી.આર.પી. વિવાદી પોલીસ કર્મી પ્રકાશની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે કરવામાં આવી બદલી
    Next Article સુપ્રીમ કોર્ટે વ્યસની યુવાનોને આપી ખાસ સલાહ, નશામાં ચૂર રહેવુ એટલે તેનો અર્થ કૂલ દેખાવું નહીં

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.