Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, July 21
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ‘હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી’ નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી

    ‘હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી’ નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી

    City Today DailyBy City Today DailyDecember 17, 2024

    સુરત,તા.૧૭
    સુરતની શાન કહેવાતો હીરા ઉદ્યોગ મંદીને માર હવે ઝેલી શકે તેમ નથી.અનેક કારીગરો બેકાર બન્યા છે. ઘણા રત્નકલાકારોએ સુરત છોડીને ગામડે જતાં રહ્યા છે. હવે તો નાના ઉદ્યોગકારો પણ પડી ભાંગ્યા છે અને હીરાની જે ઘંટીઓ છે તેને વેચવા કાઢી છે.અનેક હીરાની ઘંટીઓ હવે ભંગારમાં વેચાવા લાગી છે.ત્યારે કેવી છે હીરાની આ મંદી? જે સુરતની શાન કહેવાય છે તે હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મંદીના વાવળમાં એવો ફસાયો છે કે તે બહાર નીકળી શક્તો જ નથી. કલ્પના ન કરી હોય તેવી આ મંદીથી બહાર કેમ નીકળવું તે નતો રત્નકલાકારને સમજાય છે.નતો ઉદ્યોગકારોને કંઈ સમજાય છે.મંદીને કારણે આર્થિક સ્થિતિ ખરાબ થતાં અનેક રત્નકલાકારો સુરત છોડીને ગામડે જતાં રહ્યા છે.થોડા ઘણાં જે બચ્યા છે તે પણ ગામડે જવાની તૈયારીઓ કરી રહ્યા છે.હવે તો નાના ઉદ્યોગકારો પણ તુટવા લાગ્યા છે.અને એવા તુટવા લાગ્યા છે કે તેમણે હીરાની ઘંટીઓ વેચવા કાઢી દીધી છે.

    હીરામાં મંદીને કારણે નાના હીરા ઉદ્યોગકારો પાસે યુનિટ ચલાવવાના પૈસા રહ્યા નથી.મકાનના ભાડા ભરી શકાય તેવી સ્થિતિ રહી નથી.જેના કારણે અનેક ઉદ્યોગકારોએ હીરાની ઘંટીઓ ભંગારમાં આપી છે.અંદાજિત ચાર હજાર જેટલી હીરાની ઘંટીઓ ભંગારમાં આવી છે…કામ ન મળતું હોવાથી નાના ઉદ્યોગકારો હવે હીરાને હંમેશા માટે છોડી અન્ય ધંધામાં શિફ્ટ થઈ રહ્યા છે. હીરા ઉદ્યોગમાં મંદીથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાવા લાગ્યા છે.ભંગારના ઉદ્યોગમાં જાણે તેજી હોય તેમ લાગી રહ્યું છે.કારણ કે અનેક ઉદ્યોગકારો ઘંટીઓ વેચા રહ્યા છે.ત્યારે મંદીનો આ માર ક્યાં સુધી ઝેલવો પડશે તેનો જવાબ કોઈ આપી શક્તું નથી. સરકારે સુરતની સૂરત કહેવાતા આ ઉદ્યોગને બચાવવા માટે કંઈક કરવું જ પડશે.નહીં તો જે સુરત લઘુ ભારતના દર્શન કરાવતું હતું તે સુરત માત્ર સુરત રહી જશે.

    Post Views: 563
    ‘હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી’ નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી
    Previous Articleઅમેરિકામાં રહેતા NRIની જમીન ૨૮.૯૧ કરોડમાં બોગસ દસ્તાવેજાે બનાવી વેચી કાઢી
    Next Article હીટ એન્ડ રનમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું

    Related Posts

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    July 7, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.