સુરત,તા.૧૭
અમેરિકાના વયોવૃદ્ધ એનઆરઆઈની પુણાગામ ખાતે આવેલી વડીલોપાર્જિત જમીનનો ૨૮ કરોડમાં સોદો પાડી વેચી મારવાના કૌભાંડમાં જમીન દલાલ, વકીલ સહિત ચાર આરોપીઓની આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ચાર પૈકીના એક આરોપીની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણની ધરપકડ કરી જમીનનો બોગસ દસ્તાવેજ બનાવવાના પ્રકરણમાં સંડોવાયેલ અન્ય શખ્સોની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે એન.આર.આઈ.ને વિશ્વાસ અને ભરોસામાં લઇ જમીનના અવેજ પેટે દર મહિને ભાડાની લાલચ આપી પાવર લખાવી લેવામાં આવ્યો હતો. જે પાવરના આધારે મુખ્ય આરોપી સહિત ચાર આરોપીઓએ કરોડોનું જમીન કૌભાંડ આચર્યું હતું.બનાવની જાે વિગતવાર વાત કરવામાં આવે તો, આ ત્રણ શખ્સો પર કરોડોની જમીન કૌભાંડનો આરોપ લાગ્યો છે. જે આરોપીઓએ જમીનના મૂળ માલિક પાસેથી પાવર લખાવી ૨૮ કરોડથી વધુની કિંમતે સોનાની લગડી, સામાન, જમીન અન્યને વેચી મારી હતી. પાવરના આધારે મુખ્ય આરોપીએ જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી જમીન વેચાણ કરી હતી. જ્યાં મૂળ જમીન માલિકને આ બાબતની જાણ થતાં સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલ દ્વારા તપાસ હાથ ધરી જમીન દલાલ, વકીલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સુરત આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલના એસીપી જી.એ. સરવૈયાના જણાવ્યાનુસાર, અમેરિકામાં સ્થાયી થયેલા ઈશ્વર ચીમનભાઈ પટેલની પુણાગામ ખાતે વડીલોપાર્જિત જમીન આવેલી છે. અમેરિકાના ૮૨ વર્ષીય વયોવૃદ્ધ દ્ગઇૈં ઈશ્વર ચીમન પટેલ આ જમીનના મૂળ માલિક છે. ઈશ્વર પટેલની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભરત મનુ કોલડીયા, વિપુલ મોહન કાકડીયા, જયસુખ નાનજી સતાણી અને સંજય વલ્લભ માંગુકિયા સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી એકની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તમામની ઇકો સેલ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ઈશ્વર ભીખા પટેલની વડીલોપાર્જિત જમીન પુણાગામ ખાતે આવેલી છે. જે જમીનમાં ઈશ્વર પટેલની માતાનું નામ હોય મૃત્યુ બાદ વારસાઈ હક્કે ત્રણ બહેનોના નામ દાખલ થયા હતા. જે નામ કમી કરવા અને પુણાની જમીનોની દેખરેખ માટે ભરત કોલડીયાને વાત કરી હતી. કોલડીયાએ પરિચિત વકીલ વિપુલ કાકડીયાનો સંપર્ક કરાવ્યો હતો.
જે બાદ વિશ્વાસ કેળવી છેડાછાની જમીનના કામ અલગ અલગ તારીખોમાં ઈશ્વરભાઈના ઘરે જઈ અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં સહી કરાવી લીધી હતી. જે અંગે ઈશ્વરભાઈને કામગીરીના વહીવટ બાબતેનો પાવર વંચાવી તે મુજબ પાવર તૈયાર કરાયો હતો. જે બાદ ઈશ્વરભાઈ અને તેમના વારસદારોને સમજાવી રજીસ્ટ્રાર જે કાંઈ પૂછે ત્યારે હા પાડવા કહ્યું હતું. જ્યાં વિશ્વાસ અને ભરોસાનો ગેરલાભ લઈ વકીલ વિપુલ કાકડીયાએ પાવર કરાવી લીધો હતો. જે પાવરનો ઉપયોગ કરી જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો.
વધુમાં કૌભાંડીઓએ ક્રિષ્ના યુનિટીને બારોબાર ૨૮.૯૧ કરોડમાં આ જમીન વેચી દીધી હતી. જ્યાં પેમેન્ટની બોગસ રસીદો બનાવી આખો ખેલ કર્યો હતો. પ્લાનિંગ મુજબ ખેલ પડાયો હતો. જેમાં મૂળ જમીનના માલિક ઈશ્વર પટેલને જમીનના અવેજ પેટે મહિને મસમોટું ભાડું અપાવવાની લાલચ આપી હતી. જે લાલચ મૂળ ફરિયાદીને આપી પાવર કરાવી લીધો હતી. જે પાવરના આધારે આરોપીઓએ જમીનનો બોગસ દસ્તાવેજ કરી જમીન કરોડોમાં વેચી કૌભાંડ આચર્યું હતું. જે કૌભાંડમાં હાલ ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દર મહિને જમીનના અવેજ પેટે ભાડા આપવાની લાલચ આપી મુખ્ય આરોપીએ પાવર લખાવી લીધો હતો. જે પાવરના આધારે આરોપીઓએ જમીનનો બોગસ દસ્તાવેજ બનાવ્યો હતો. જાેકે આ બોગસ દસ્તાવેજ બનાવવામાં હજી કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે અંગેની વધુ તપાસ ઇકો સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે તપાસમાં હજી અન્ય આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.