Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, August 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ‘મને ટકાવારી સાથે મતલબ છે કામ હું જાેતો નથી ભષ્ટ્રાચાર માં ગળાડુબ’ સુબીર ટીડીઓ એસીબીની ટ્રેપમાં છ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

    ‘મને ટકાવારી સાથે મતલબ છે કામ હું જાેતો નથી ભષ્ટ્રાચાર માં ગળાડુબ’ સુબીર ટીડીઓ એસીબીની ટ્રેપમાં છ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

    City Today DailyBy City Today DailyDecember 18, 2024

    તાલુકા વિકાસ અધિકારી લાંચમાં ઝડપાતા લાંચિયાં અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે
    (સિટી ટુડે) ડાંગ, તા.૧૮
    ડાંગ જિલ્લાનાં અંતરીયાળ વિસ્તાર નાં સુબીર તાલુકા પચાયત માં એસીબીએ ટેપ ગોઠવી તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલાને રૂપિયા લેતાં રંગેહાથ ઝડપી પાડતાં ડાંગ જિલ્લામાં ટકાવારીમાં ગળાડુબ લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
    પોલીસ સુત્રો પાસેથી પાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લો સંપુર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અહિંનાં ભોળા આદિવાસી લોકો કોઈને પ્રશ્ર્‌ન કરતાં નથી તેમની અજાણતાંનો લાભ લઈ લાંચિયા અધિકારીઓ ભષ્ટ્રાચાર આચરવામાં કોઈ કસર છોડતાં નથી કામ માં ટકાવારી થી લઈને ફાઈલો પર સહી  કરવા માટે તમામ હદો પાર કરી જાય છે મને કોણ જાેય છે તેવું સમજી ભષ્ટ્રાચાર માં ગળાડુબ રહે છે જેનો ઊતમ નમુનો સુબીર તાલુકા પચાયતમાં બન્યો છે.
    ડાંગ નાં એક જાગૃત નાગરીકએ પંદર માં નાણાપંચ યોજનાં વર્ષ- ૨૦૨૩-૨૦૨૪ હેઠળ પેવર બ્લોકની કામગીરી કરી હતી જેમાં એમ.બી.બુક તથા બીલમાં તાલુકા વિકાસ અધિકારીની સહી લેવાની હોય જેનાં અવેજી પેટે રૂ.૬૦૦૦ લાંચ માંગણી કરી હતી  સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર બાલુભાઈ હાથીવાલા ઊ.વ.૫૭ પાસે ગયાં હતાં જયાં આ ભષ્ટ્ર અધિકારીએ તેનું કામ કરવાં માટે રૂપિયા રૂ.૬૦૦૦  ની લાંચની માંગણી કરી હતી.
    ફરીયાદી જાગૃત નાગરીક આપવા માંગતાં ન હતાં માટે તેમને વલસાડ નાં લાંચ રૂશવત વિરોધી પોલીસ ઈન્સ્પેકટર વલસાડનાં જે.આર.ગામિત અને તેમની ટીમ (એસીબી) નો સંપર્ક કરતાં એસીબીનાં અધિકારીઓએ તેમની ફરીયાદ સાંભળી લાંચ માંગનાર સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર બાલુભાઈ હાથીવાલા ને રંગેહાથ ઝડપી પાંડવાં માટે સુબિર તાલુકા પચાયતમાં તેમની જ ઓફિસ માં છટકું ગોઠવી આજરોજ સાંજે કલાકે ફરીયાદીને પાસેથી લાંચની રકમ રૂ.૬૦૦૦ લેતાં રંગેહાથ ઝડપી લઈ તેની અટકાયત કરતાં ભષ્ટ્ર અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો સુબીરનાં વિવાદાસ્પદ લાંચિયા ટીડીઓ એસીબીનાં છટકા માં સંપડાયાની વાત ડાંગ જિલ્લામાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી એસીબીએ ટીડીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે. આ સફળ ટેપ સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક,સુરત એકમ આર.આર,ચૌધરીનાં માર્ગ-દર્શન હેઠળ ટ્રેપિગ અધિકારી જે.આર.ગામિત પોલીસ ઈન્સપેકટર ,વલસાડ અને તેમની ટીમે સફળ બનાવી હતી .
    સુબીર ટીડીઓ નિવૃતીનાં આરે હતાં
    સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલા ડાંગ જિલ્લામાં ડાંગ જિલ્લા પચાયતનાં ખેતીવાડી વિભાગ માં ગ્રામસેવક તરીકે વર્ષો સુધી નોકરી કરી હતી તેમને આહવા તાલુકા પચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે કામગીરી હતી અને તાલુકા વિકાસ અધિકારી તરીકે ડાંગમાં જ નિવૃત થવાની ગણનાં હતી પરંતુ નોકરીનાં છેલ્લા દિવસોમાં બધુ સમેટી લેવાની તેમની લાંચિયા વૃતીથી તેમની કારકીદી ડાધ લગાવી પુરી કરી દીધી છે

    Post Views: 2,733
    @dang ‘મને ટકાવારી સાથે મતલબ છે કામ હું જાેતો નથી ભષ્ટ્રાચાર માં ગળાડુબ’ સુબીર ટીડીઓ એસીબીની ટ્રેપમાં છ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો
    Previous Articleબીટકોઇનના કેસમાં કોશિંગ પિટિશન નામંજુર કરતી હાઇકોર્ટ
    Next Article ગેરકાનુની નિર્માણ રોકવા સુપ્રિમ કોર્ટે ગાળિયો કસ્યો ગેરકાયદે બાંધકામને કાયદેસર ન જ બનાવી શકાય : સુપ્રિમ કોર્ટ

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.