Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કોંગ્રેસ-ભાજપના સાસંદો મર્યાદા ભુલ્યા, રાહુલ સામે હત્યાના પ્રયાસને ગુનો

    કોંગ્રેસ-ભાજપના સાસંદો મર્યાદા ભુલ્યા, રાહુલ સામે હત્યાના પ્રયાસને ગુનો

    City Today DailyBy City Today DailyDecember 19, 2024

    નવી દિલ્હી, તા.૧૯
    ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ભાજપના સાંસદ સારંગીનો દાવો છે કે રાહુલ ગાંધીના ધક્કાથી તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભાજપ આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી શકે છે. સારંગીએ કહ્યું કે હું સીડીઓ પર ઊભો હતો. રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ મારા પર પડ્યા. જેનાથી હું પડી ગયો અને ઈજાગ્રસ્ત થયો.
    કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રહ્લાદ જાેશી રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચી ગયા છે. પ્રતાપ સારંગીના હાલચાલ જાણવા તેઓ હોસ્પિટલ પહોંચ્યા છે. સંસદ પરિસરમાં ભાજપના સાંસદ સાથે ધક્કામુક્કીની જાણકારી પીએમ મોદીને આપવામાં આવી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા પણ રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા અને હાલચાલ જાણ્યા. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ પાત્રાએ જણાવ્યું કે હાલ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત આઈસીયુમાં છે. બંનેનું ખુબ લોહી વહી ગયું છે. તેઓ ડોક્ટરોની નિગરાણી હેઠળ છે.
    સંસદમાં દબાણ અને ખેંચાણને લઈને હવે રાજકારણ વધુ ઉગ્ર બન્યુ છે. ભાજપે રાહુલ ગાંધી પર તેના સાંસદોને ધક્કો મારવાનો અને ધક્કામુક્કા કરવાનો આરોપ લગાવ્યો છે, જેમાં બે સાંસદો ઘાયલ થયા છે અને હૉસ્પિટલમાં દાખલ છે. મહિલા સાંસદે રાહુલ ગાંધી પર પણ આરોપ લગાવ્યા છે. આ ધક્કામુક્કી ઘટના અંગે ભાજપ અને કોંગ્રેસ બંનેએ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપે પોતાની ફરિયાદમાં રાહુલ ગાંધી પર હત્યાના પ્રયાસનો આરોપ પણ લગાવ્યો છે.
    ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પછી બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે, તેમને કાયદાનું ઉલ્લંઘન કરવાની આદત છે. તેમની ઝપાઝપીમાં, બે સાંસદો નીચે પડી ગયા અને ઘાયલ થયા, હત્યાના પ્રયાસની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીએનએસની કલમ ૧૦૯ હેઠળ ફરિયાદ આપવામાં આવી છે. આ ઘટના બાદ પણ રાહુલ ગાંધીનો અહંકાર તૂટ્યો ન હતો અને તેઓ સાંસદોને મળ્યા વગર જ નીકળી ગયા હતા. રાહુલ ગાંધી પોતાને કાયદાથી ઉપર માને છે.
    જ્યારે કોંગ્રેસે પણ ફરિયાદ નોંધાવી ત્યારે ઠાકુરે કહ્યું કે, ઉલટા ચોર કોટવાલ કો ડાંટે . આ એ જ રાહુલ ગાંધી છે જે પોતાની જ સરકારના વટહુકમને ફાડી નાખે છે. આ એ જ કોંગ્રેસ છે જેણે બાબા સાહેબ આંબેડકરનું વારંવાર અપમાન કર્યું હતું.
    ઘાયલ બીજેપી સાંસદોની વર્તમાન સ્થિતિ પર, આરએમએલ એમએસ ડૉ. અજય શુક્લાએ કહ્યું- પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતના માથામાં ઇજા પહોંચી છે, બન્નેને દવા આપવામાં આવી છે. રાજપૂતજીનું બ્લડ પ્રેશર હજુ પણ હાઇ છે. અમે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છીએ. સારંગીજી એક વૃદ્ધ વ્યક્તિ છે, અને જ્યારે ધક્કામુક્કી થાય છે ત્યારે બ્લડ પ્રેશર વધી શકે છે. આનાથી હાર્ટ એટેક કે સ્ટ્રૉક પણ આવી શકે છે. સારંગીજી હ્રદય રોગના દર્દી હતા. અમે સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યાં છીએ.

    Post Views: 383
    કોંગ્રેસ-ભાજપના સાસંદો મર્યાદા ભુલ્યા રાહુલ સામે હત્યાના પ્રયાસને ગુનો
    Previous Articleદુષ્કર્મના ગુનેગારોને નપુંસક બનાવવાની અરજી કરાઈ
    Next Article ડિમોલિશન થયેલ કાટમાળનાં ૩૦ ટન સળિયા આંજણા ડેપોમાંથી સગેવગે

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.