Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ડિમોલિશન થયેલ કાટમાળનાં ૩૦ ટન સળિયા આંજણા ડેપોમાંથી સગેવગે

    ડિમોલિશન થયેલ કાટમાળનાં ૩૦ ટન સળિયા આંજણા ડેપોમાંથી સગેવગે

    City Today DailyBy City Today DailyDecember 19, 2024

    (સિટી ટુડે) સુરત,તા.૧૯
    લિંબાયત વાહન ડેપોમાંથી ડિમોલિશનના કાટમાળમાંથી નીકળેલા આશરે ૩૦ ટન સળિયાની ચોરી થઈ ગઈ હોવાના આક્ષેપ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે જગ્યાએ કરોડોના સરકારી વાહનો પડ્યા રહે છે ત્યાં સુરક્ષા માટે સીસીટીવી જ નથી ત્યારે ભવિષ્યમાં પણ કોઈ મોટી ચોરી થાય તો જવાબદાર કોણ? તે અંગે પૂર્વ કોર્પોરેટરે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ ઘટના અંગે વિજિલન્સ તપાસની માંગ કરી હતી.
    કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું કે, ઓગસ્ટ -૨૦૨૪માં જર્જરિત માન દરવાજા ટેનામેન્ટનાં એ, બી અને સી ટાઈપને ડિમોલિશન કરવાનો ઈજારો આપવા માટે “કામનું નામઃ- સાઉથ-ઈસ્ટ (લિંબાયત) ઝોનમાં ટી.પી. ૦૭ (આંજણા),ફા.પ્લોટ નં. ૧૮૮ પૈકીમાં માન દરવાજા ખાતે આવેલ એ-બી અને સી ટાઈપ ટેનામેન્ટને ઉતારી પાડી માલસામાન લઈ જવાના કામ બાબત” ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ટેન્ડર શરત નં. ૧માં સ્પષ્ટપણે હયાત ઈમારત જ્યાં જે હાલમાં છે, તે હાલતમાં ત્યાંથી ફાઉન્ડેશન, ફૂટીંગ ગ્રીલ સહિત તોડી પાડી જગ્યા હયાત રસ્તા લેવલે સમતલ કરી માલસામાન લઈ જવાની શરતે આપવામાં આવે છે. આંજણા વાહન ડેપોમાં આશરે ૩૦ ટન સળિયાની સંપૂર્ણ માલિકી અને હક એ માત્ર સુરત મહાનગરપાલિકાનો હોય એ જવાબદાર કર્મચારી/અધિકારીની જાણમાં હોય એ સ્પષ્ટ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, માન દરવાજાથી બે કિલોમીટર દૂર આંજણા વાહન ડેપો ખાતે ડિમોલિશનના કાટમાળમાંથી નીકળેલા આ સળિયા મૂકવામાં આવ્યા હતા. જાેકે, આ સળિયાઓને અત્યારના ઇજારદાર દ્વારા સગેવગે કરી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કામગીરીની મજૂરી પેટે ચાર લાખ રૂપિયા નું બિલ પણ ચૂકવી દેવામાં આવ્યું છે. જાેકે, વાહન ડેપો પર કોઈપણ પ્રકારના સીસીટીવી નથી એટલે ચોરી કોણે અને કેવી રીતે કરી તે અંગે જાણી શકાય નહી. અહીં સિક્યુરીટીના નામ પર એકમાત્ર ૬૫ વર્ષનો સિક્યોરિટી ગાર્ડ છે. આ ઘટનાની વિજિલન્સ તપાસ કરીને તાત્કાલિક અધિકારીઓ સામે પગલાં લેવા જાેઈએ.
    સુરતમાં કે. ટી.પી.-૭ (આંજણા), ફાયનલ પ્લોટ નં. ૧૮૮ પૈકીની જગ્યા પર આવેલા જર્જરિત માન દરવાજા ટેનામેન્ટમાંથી વર્ષ ૨૦૨૧માં મનપા તંત્ર દ્વારા માનવ વસવાટ ખાલી કરાવી હતી. માન દરવાજા એ- ટેનામેન્ટનાં એ-૩નાં પાછળનાં ભાગે ગેલેરી તૂટવાનો બનાવ બન્યો હતો. જેનાથી સ્થળ પર કોઈ વ્યક્તિને સદનસીબે ઇજા નહોતી પહોંચી પરંતુ, પાર્ક કરેલ એક રિક્ષાને નુકશાન થયું હતું.

    Post Views: 405
    ડિમોલિશન થયેલ કાટમાળનાં ૩૦ ટન સળિયા આંજણા ડેપોમાંથી સગેવગે
    Previous Articleકોંગ્રેસ-ભાજપના સાસંદો મર્યાદા ભુલ્યા, રાહુલ સામે હત્યાના પ્રયાસને ગુનો
    Next Article લાલગેટ મેઇન રોડ પાસે મનપા સંચાલીત પે એન્ડ પાર્કની બહાર બેફામ ગાડીઓનું પાર્કિંગ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.