(સિટી ટુડે) સુરત,તા.૨૦
સલાબતપુરા પો.સ્ટે. ફરીયાદ નંબર ૧૧૨૧૦૦૫૫૨૪૧૪૫૧/૨૦૨૪ ઇ.પી.કો. કલમ. ૪૦૬, ૪૦૯, ૧૨૦(બી), ૫૦૪, ૫૦૬(૨) મુજબના કામે ફેબ્રુઆરી-૨૦૧૩ થી તા-૦૨/૧૧/૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાન માજીસા માં સિલેકશન એ-૨, દાદા માર્કેટ, બેગમવાડી સુરત ખાતે આરોપીઓ (૧) ઉમર આબીદ ચાંદીવાલા (૨) આલીયાW/O ઉમર ચાંદીવાલા તથા (૩) મુર્તુઝા ઉર્ફે ઇમરાન S/O અલ્તાફ ચાંદીવાલા નાઓએ અગાઉથી જ ગુનાહીત કાવતરુ રચી એકબીજાની મદદગારીથી ફરીયાદીઘનશ્યામ તુલસીદાસ કવરાની નાઓને પોતે પ્રતિષ્ઠિત દલાલ તરીકેનો વિશ્વાસ અને ભરોસો આપી ફરીયાદીશ્રીને દલાલીથી કાપડ વેચાણ કરાવી આપશે તેવો વિશ્વાસ આપી અલગ અલગ ચલણથી કુલ્લે રૂપીયા ૪૦,૦૦,૦૦૦/- નો સુટનુ કાપડ મેળવી લઇ તે કાપડ સમયસર વેચાણ નહી કરતા તે કાપડનો માલ પરત માંગણી કરતા ઉમર આબીદ ચાંદીવાલા નાએ ફરીયાદીશ્રીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી કાપડનો માલ કે રૂપિયા પરત નહીં આપી ફરીયાદીસાથે વિશ્વાસધાત કરી ગુનો કરેલ જે બાબતે ઉપરોક્ત નંબરથી સલાબતપુરા પો.સ્ટે.માં તા-૨૮/૦૯/૨૦૨૪ નાં રોજ ગુનો રજીસ્ટર થયેલ જે ગુનાના તમામ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હતા દરમ્યાન, આજરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચનાં વાહનચોરી સ્કોડનાં પો.સ.ઈ.તેમની ટીમ સાથે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે સૈયદપુરા પંપીંગ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી ઉમર આબીદ ચાંદીવાલા ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સલાબતપુરા પો.સ્ટે.ને સોપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.