Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, September 4
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કરોડોના કાચા સોનાની દાણચોરી, સીમાડા ચેકપોસ્ટ પર પોલીસે ૮.૬ કરોડના ગોલ્ડ સાથે બે શખસોને દબોચ્યા

    કરોડોના કાચા સોનાની દાણચોરી, સીમાડા ચેકપોસ્ટ પર પોલીસે ૮.૬ કરોડના ગોલ્ડ સાથે બે શખસોને દબોચ્યા

    City Today DailyBy City Today DailyDecember 20, 2024

    સુરત,તા.૨૦
    સુરતમાં પોલીસ દ્વારા સીમાડા ચેકપોસ્ટ પર ફોર વ્હીલ ગાડીમાંથી આશરે ૮.૬ કરોડના કાચા સોનાના જથ્થા સાથે બે શખસોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સંદર્ભે સૂચક બાતમીના આધારે પોલીસ પેટ્રોલિંગ ટીમે આ સફળતા મેળવી છે. આરોપીઓએ કાચા સોનાના નાના-મોટા ટૂકડા અને બિસ્કિટને કપડાંની અંદર છુપાવ્યા હતા. તેઓ પાસેથી સોનાનો કોઈ પ્રામાણિક દસ્તાવેજ મળી ન આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    સુરત સીમાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલી પોલીસ ટીમને તેમના વિશ્વાસુ બાતમીદારો મારફતે જાણ થઈ હતી કે, એક સફેદ મારૂતિ સેલેરીયો ફોર વ્હીલ ગાડીમાં બે શખસો સોનાનો મોટો જથ્થો સંતાડી સીમાડા ચેકપોસ્ટ તરફ આવી રહ્યા છે. બાતમી મળતાં પોલીસે તુરંત કાફલો તૈયાર કર્યો અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે વોચમાં ઊભા રહી શંકાસ્પદ ગાડીની રાહ જાેવી શરૂ કરી.
    પોલીસે શંકાસ્પદ ગાડીને જાેઈ તેને તાત્કાલિક રોકી ડ્રાઈવર અને બાજુની સીટ પર બેસેલા શખસોને નીચે ઉતાર્યા. તેની વારાફરતી પૂછપરછમાં શખસોએ પોતાનાં નામ હિરેન ભરતભાઈ ભટ્ટી (ઉમ્ર ૩૧) અને મગન ધનજીભાઈ ધામેલીયા (ઉં. ૬૫) તરીકે આપ્યા. જ્યારે તેમની તપાસ કરી તો બંને શખસોની શર્ટ અને પેન્ટના ઈન્શર્ટમાં કાચા સોનાના અલગ-અલગ પેકેટ છુપાવેલા મળ્યા.
    પોલીસે બંને શખસો પાસેથી કુલ ૧૫.૪૦૯ કિલોગ્રામ કાચા સોનાના નાના-મોટા ટુકડા તથા બિસ્કિટ કબ્જે કર્યા. કાચા સોનાના કુલ ૮ અલગ-અલગ પેકેટ હતા, જેની કિંમત રૂ. ૮,૫૭,૯૬,૨૮૨/- હતી. આ સાથે જ બંને શખસો પાસેથી બે મોબાઇલ ફોન (કિંમત રૂ. ૧૩,૦૦૦/-) અને મારૂતિ સેલેરીયો ફોર વ્હીલ ગાડી (કિંમત રૂ. ૨,૫૦,૦૦૦/-) પણ કબ્જે કરાઈ. પોલીસે બંને આરોપીઓ પાસેથી કાચા સોનાના માલિકીની પુષ્ટિ માટે દસ્તાવેજાે રજૂ કરવા કહ્યું પરંતુ, તેઓએ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં. દસ્તાવેજાેની ગેરહાજરીમાં સોનાને કાયદેસરની કાર્યવાહી માટે કબ્જે કરાયું છે. પોલીસે ઘટનાસ્થળે બે સ્વતંત્ર પંચોને બોલાવી સમગ્ર કાર્યવાહી પંચોની હાજરીમાં પૂર્ણ કરી. કબજામાં લેવાયેલ સોનાની યોગ્ય રીતે માપણી અને તપાસ માટે સોની વેપારી પવનકુમાર ગૌરીશંકર સોનીને પણ બોલાવવામાં આવ્યા, જેમણે સાધનોના મદદથી સોનાનો જથ્થો, વજન અને ગુણવત્તાની પુષ્ટિ કરી.

    Post Views: 557
    કરોડોના કાચા સોનાની દાણચોરી સીમાડા ચેકપોસ્ટ પર પોલીસે ૮.૬ કરોડના ગોલ્ડ સાથે બે શખસોને દબોચ્યા
    Previous Articleચીટીંગના ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી
    Next Article લાલગેટ પાસે આવેલ મનપા સંચાલીત પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ પર ટ્રાફિક પોલીસના આશિર્વાદ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.