- પે એન્ડ પાર્કની આસપાસમાં બે હોસ્પિટલો હોવા છતાં રોડ પર બેફામ ટ્રાફિકજામ કરાવતા કોન્ટ્રાકટરને ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનો પાઠ ભણાવવામાં કેમ કસર રાખવામાં આવી રહી છે?
(સિટી ટુડે) સુરત,તા.૨૦
લાલગેટ વિસ્તારમાં આવેલ મનપા સંચાલીત પે એન્ડ પાર્કમાં ચાલતા બેફામ ઉઘરાણા સામે ટ્રાફિક પોલીસનું નરમ વલણના કારણે સ્થાનિકો ભારે ત્રાહિમામ પોકારી રહ્યા છે. કોન્ટ્રાકટર દ્વારા જાહેર રસ્તા પર ગાડીઓ પાર્ક કરાવી ગેરકાયદે રીતે ઉઘરાણો કરાઇ રહ્યો હોવા છતાં ટ્રાફિક પોલીસ માત્ર કાર્યવાહીના નામે આસપાસના ચક્કર લગાવી જતી રહી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉ પણ આજ પાકિર્ંગના કોન્ટ્રાક્ટરને સમજ આપી જણાવ્યું હતું કે, હવેથી ગેરકાયદેસર પાકિર્ગ થશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હવે જાેવાનું એ છે કે ટ્રાફિક પોલીસ દ્વારા અપાયેલી સમજ રશીદ પર કાર્યવાહી કરવામાં કેટલો સમય લાગશે?