- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુસ્લિમ ધોબી સમાજના પ્રતિનિધીઓ તથા અમદાવાદ મુસ્લિમ ધોબી સમાજના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને સીનીયર કોંગ્રેસ આગેવાન ગ્યાસુદ્દીન શેખની ઉપસ્થિતિમાં શૈક્ષણિક અને આર્થિક હિત માટે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી
(સિટી ટુડે) અમદાવાદ,તા.૨૫
તા. ૨૪-૧૨-૨૦૨૪ને મંગળવારના રોજ સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગુજરાત મુસ્લિમ ધોબી સમાજ ના પ્રતિનિધીઓ તેમજ અમદાવાદ મુસ્લિમ ધોબી સમાજના અગ્રણીઓ દ્વારા સમાજના શૈક્ષણિક અને આર્થિક હિતો માટે રૂબરૂ મળી મહત્વપુર્ણ રજૂઆત કરવામાં આવી હતી.
મહત્વના મુદ્દાઓ પર રજૂઆત :
(૧) SEBC ની યાદીમાં સ્પષ્ટતા: હિન્દુ અને મુસ્લિમ ધોબી સમાજ માટે સ્પષ્ટ ઉલ્લેખ લાવવા માંગ કરી જેથી બંને સમુદાયોને સરકારશ્રી તરફથી સમાન લાભો મળી શકે.
૨) EWS માટે ખાસ ઠરાવ : ગરીબી રેખા હેઠળ પછાત કુટુંબો માટે EWS પ્રમાણપત્ર મેળવવા યોગ્ય માર્ગદર્શક જાહેર કરવા માટે રજૂઆત.
૩) વિશેષ સર્વે : ગુજરાતમાં ધોબી સમાજનો સર્વે કરી તેમની શૈક્ષણિક અને આર્થિક સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવું.
અગ્રણીઓના નિવેદન:
ગુજરાત મુસ્લિમ ધોબી સમાજના પ્રમુખશ્રી સરફરાઝ કાલુભાઈ શેખ અને સેક્રેટરી પ્રો. ડો. મઝહરભાઈ અફઝલભાઈ શેખે જણાવ્યું કે “ધોબી સમાજ રાજયના પછાત વર્ગોમાં પામવા છતાં ટેકનીકલ સ્પષ્ટતાના અભાવે SEBC, EWS અને માઈનોરીટીને મળતા લાભોથી વંચિત છે. જો સરકારશ્રી પછાત વર્ગ પંચ દ્વારા વિશેષ સર્વે કરાવશે તો સમાજની દયનીય પરિસ્થિતિનો ખ્યાલ આવશે.”
મુખ્યમંત્રીશ્રી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું:
મુખ્યમંત્રીશ્રીએ સમાજના આગેવાનો દ્વારા કરેલ રજૂઆતને ગંભીરતાપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવા સાથે વહેલી તકે મુસ્લિમ યોબી સમાજના હિતમાં સકારાત્મક નિર્ણય લઈ સરકારશ્રી વતી આશ્વાસન આપ્યું હતું.
ઉપરોકત રજૂઆત દરમ્યાન ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, સીનીયર કોંગ્રેસ આગેવાન અને પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, અમદાવાદ મુસ્લિમ પોબી સમાજના પ્રમુખશ્રી નાસ૨ભાઈ કાસમભાઈ શેખ, ઉપપ્રમુખશ્રી સાકીરભાઈ હસનભાઈ, યુનુસભાઈ પરદેશી, રિયાજભાઈ શફીભાઈ, મોઈન કાલુભાઈ તથા એડવોકેટ શ્રી શબ્બીરભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
સામાજિક પ્રગતિની આશા:
મુખ્યમંત્રીશ્રીને કરેલ રૂબરૂ રજૂઆતના પરિણામે મુસ્લિમ ધોબી સમાજને ન્યાય મળે તેમજ શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે વિકાસના નવા માર્ગ ખુલશે એવી આશા વ્યક્ત કરવામાં આવી