Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, September 4
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » અચાનક ચીનમાં સ્કૂલો બંધઃ વુહાનમાં સ્થિતિ કથળી, સંક્રમણ કેસોમાં ૫૨૯ ટકાનો તોતિંગ વધારો

    અચાનક ચીનમાં સ્કૂલો બંધઃ વુહાનમાં સ્થિતિ કથળી, સંક્રમણ કેસોમાં ૫૨૯ ટકાનો તોતિંગ વધારો

    City Today DailyBy City Today DailyJanuary 5, 2025

    વુહાન, તા.૫

    ચીનમાં વાયરસના વધતા ખતરાને જાેતા ભારતે પણ સતર્કતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે સ્થિતિ પર નજર રાખવા માટે એક બેઠક કરી.  ICMR ની લેબની સંખ્યા વધારવા અને વાયરસ પર નજર રાખવા માટે આદેશ આપી દીધા છે. ચીનમાં કોરોના બાદ હવે એક નવા વાયરસે દસ્તક આપી દીધી છે. આ વાયરસનું નામ હ્યૂમન મેટાપ્રેયૂમો વાયરસ (HMPV) છે, જે ઝડપથી ફેલાઈ રહ્યો છે. વુહાનની સ્કૂલોમાં ૩૦થી વધુ બાળકો બીમાર હોવાના અહેવાલ બાદ સ્કૂલો તાત્કાલિક બંધ કરવામાં આવી છે.

    ચીનમાં સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જેનાથી હડકંપ મચ્યો છે. અસલમાં HMPV વાયરસના કારણે છેલ્લા ૧૦ દિવસોમાં સંક્રમણના કેસોમાં ૫૨૯ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જાેવામાં આવી રહી છે. આ સ્થિતિ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ ચીનથી આ વાયરસની વિસ્તૃત જાણકારી માંગી છે. WHO એ જણાવ્યું છે કે વિગતો મળતાં જ સંશોધનને વધુ તેજ કરવામાં આવશે. ચીન સરકારનું માનવું છે કે આ વાયરસથી ગભરાવવાની જરૂર નથી. તેમનો દાવો છે કે સંક્રમણથી વધારે ખતરો નથી અને સ્થિતિ નિયંત્રણમાં છે. જાેકે, શિયાળાની ઋતુમાં શ્વાસ સંબંધી બીમારીઓ વધવાના કારણે સતર્ક રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય વિભાગે લોકોને દિશા નિર્દેશોનું પાલન કરવાની સલાહ આપી છે. ચીનમાં વાયરસના વધતા કેસને જાેતા ભારતે પણ સતર્કતા વધારી દીધી છે.

    કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે સ્થિતિ પર નજર રાખવા માટે એક બેઠક કરી. ICMRની લેબની સંખ્યા વધારવા અને વાયરસ પર દેખરેખ રાખવાનો ર્નિણય કર્યો છે. સાથે, આંતરરાષ્ટ્રીય યાત્રા કરનાર લોકોનું સ્ક્રીનિંગ વધારવામાં આવ્યું છે. HMPV વાયરસ મુખ્યત્વે શ્વાસ સાથે સંબંધિત બિમારીથી ફેલાવે છે.

    આ તમામ ઉંમરના લોકોને પ્રભાવિત કરી શકે છે, પરંતુ નાના બાળકો અને વૃદ્ધો પર વધુ અસર થાય છે. તેનું મુખ્ય લક્ષણ છે નાકમાંથી પાણી વહેવું, ગળામાં ખરાશ, તાવ, ખાંસી, થાક અને માથાનો દુખાવો છે.

    Post Views: 919
    અચાનક ચીનમાં સ્કૂલો બંધઃ વુહાનમાં સ્થિતિ કથળી સંક્રમણ કેસોમાં ૫૨૯ ટકાનો તોતિંગ વધારો
    Previous Articleવડાપ્રધાન મોદીના આપ પર આકરા પ્રહારઃ ઝોળી ભરીને પૈસા આપ્યા, પણ દિલ્હીના સત્તાધીશો શીશમહેલ બનાવવામાં વ્યસ્ત
    Next Article પશ્ચિમ રેલ્વે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.