Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભાજપ નેતાના વિવાદિત નિવેદનથી આતિશી રડી પડ્યા અને કહ્યું-મારા પિતાને ગાળ આપી

    ભાજપ નેતાના વિવાદિત નિવેદનથી આતિશી રડી પડ્યા અને કહ્યું-મારા પિતાને ગાળ આપી

    City Today DailyBy City Today DailyJanuary 6, 2025

    નવી દિલ્હી, તા.૬
    દિલ્હીમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી થવાની છે. આ પહેલા દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન રમેશ બિધૂડીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં સોમવારે મુખ્યમંત્રી આતિશી ભાવુક થઈ ગયા. તેમણે સોમવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે ‘હું રમેશ બિધૂડીને કહેવા ઈચ્છીશ કે મારા પિતાજી સમગ્ર જીવન શિક્ષક રહ્યાં. તેમણે દિલ્હીના હજારો ગરીબ બાળકોને ભણાવ્યા છે. આજે તેઓ ૮૦ વર્ષના થઈ ગયા છે. તેઓ એટલા બિમાર રહે છે કે આશરા વિના ચાલી શકતાં નથી. તમે ચૂંટણી માટે આવી હરકત કરો છો. એક વૃદ્ધ વ્યક્તિને અપશબ્દો બોલી રહ્યાં છો. આ દેશનું રાજકારણ એટલું ખરાબ થઈ ગયુ છે કે હું ક્યારેય વિચારી પણ શકતી નહોતી. તેઓ પોતાના કામના આધારે વોટ માગે. તેઓ દક્ષિણ દિલ્હીથી દસ વર્ષ સાંસદ રહ્યાં છે. કાલકાજીના લોકોને જણાવો કે તેમણે દસ વર્ષ શું કર્યું. તેનો હિસાબ આપો? એ ખૂબ દુઃખની વાત છે કે મારા વૃદ્ધ પિતાને અપશબ્દો કહીને તે વોટ માગી રહ્યાં છે.’
    રમેશ બિધૂડીએ રવિવારે રોહિણીમાં આયોજિત પાર્ટીની પરિવર્તન રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે ‘દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ તો પોતાના પિતા જ બદલી દીધા. તે માર્લેનાથી સિંહ થઈ ગયા. અરે આ માર્લેના, આ તો સિંહ બની ગઈ ભૈયા. નામ બદલી લીધું. કેજરીવાલે બાળકોના સોગંધ ખાધા હતા. ભ્રષ્ટાચારી કોંગ્રેસની સાથે નહીં જઉં. માર્લેનાએ નામ બદલી દીધું. પહેલા માર્લેના હતું, હવે સિંહ બની ગઈ. આ તેમનું ચરિત્ર છે. તેમણે સીએમ આતિશીના માતા-પિતા પર પણ નિશાન સાધ્યું અને દાવો કરતાં કહ્યું હતું કે આ જ માર્લેનાના પિતા અને માતાએ સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુની માફી માટે અરજી આપી હતી.
    ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આ વખતે ત્રિકોણીય ટક્કર રસપ્રદ થવાની છે. કેજરીવાલની સામે પોતાની સરકાર ફરીથી બનાવવાનો પડકાર છે તો ભાજપ ૧૯૯૮થી સત્તાથી દૂર થવાનો દુકાળ ખતમ કરવા ઈચ્છે છે. આ દરમિયાન દિવંગત પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની સરકાર બાદ કોંગ્રેસ પણ સત્તા સુખ પોતાના દમ પર લઈ શકી નહીં એટલે કે ક્યાંક સત્તા બચાવવાનો પડકાર છે તો ક્યાંક સત્તામાં આવવાની બેચેની છે. દરમિયાન નિવેદનબાજીનો સમય છે અને આ ક્રમમાં ભાજપના પૂર્વ સાંસદ અને કાલકાજીથી ઉમેદવાર બિધૂડીએ પહેલા પ્રિયંકા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું પછી તેમણે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પર પણ અપમાનજનક ટિપ્પણી કરી દીધી.

    Post Views: 466
    ભાજપ નેતાના વિવાદિત નિવેદનથી આતિશી રડી પડ્યા અને કહ્યું-મારા પિતાને ગાળ આપી
    Previous Articleહવે દિલ્હીના ઈન્ડિયા ગેટનું નામ બદલવા માંગ કરાઈ
    Next Article ચીનમાં વકરી રહેલા HMPVનો ભારતમાં પગપેસારો , એક જ દિવસમાં ૨ કેસ નોંધાયા

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.