Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, May 30
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મહારાષ્ટ્રનાં ૩ ગામમાં એકાએક લોકો ટાલિયા બનવા લાગતા હાહાકાર

    મહારાષ્ટ્રનાં ૩ ગામમાં એકાએક લોકો ટાલિયા બનવા લાગતા હાહાકાર

    City Today DailyBy City Today DailyJanuary 9, 2025

    બુલઢાણા, તા.૯
    મનુષ્યની સુંદરતામાં વાળનું આગવું મહત્વ છે. વાળની જાળવણી માટે લોકો અનેક જાતના ઉપચારો અને નુસખાં અજમાવતા રહે છે.
    જાે કે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના કેટલાંક ગામોમાં છેલ્લાં કેટલાંક સમયથી એક વિચિત્ર બીમારી ફેલાઈ છે. જેને કારણે સંખ્યાબંધ લોકોના વાળ ઝડપથી ખરી રહ્યાં છે અને લોકો ગણતરીના દિવસોમાં જ ટાલિયા બની રહ્યાં છે. બુલઢાણા જિલ્લાના ત્રણ ગામોમાં છેલ્લા ૩ દિવસમાં ૬૦થી વધુ લોકોના વાળ અચાનક જ ખરવાનું શરૂ થઈ ગયું છે.
    જિલ્લાના શેગાંવ તહસીલના બોંડગાંવ, કાલવાડ અને હિંગણા ગામમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેકના વાળ ખરવા લાગ્યા છે. જેના કારણે તેઓને ટાલ પડી રહી છે, મહિલાઓ પણ તેનો શિકાર બની રહી છે. આ ગામડાઓમાં ફેલાઈ રહેલો આ કયા પ્રકારનો રોગ છે, તે હજુ સુધી જાણી શકાયું નથી.
    આ રોગ આનુવંશિક છે કે કેમ તે જાણવા માટે આરોગ્ય વિભાગની ટીમે આ ગામોમાં જઈને સર્વે કર્યાે છે.
    તેમણે પાણીના સેમ્પલ પણ લઈ લીધાં છે. આ રોગના પહેલા દિવસે જ વ્યક્તિને માથામાં ખંજવાળ આવવા લાગે છે. બીજા દિવસથી વાળ હાથમાં આવવા માંડે છે અને ત્રીજા દિવસે દર્દીને ટાલ પડી જાય છે. સ્ત્રીઓ આ રોગથી સૌથી વધુ પીડિત છે. બીકના માર્યા મોટાભાગના દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું શરૂ કર્યું છે.
    એકાએક ફેલાયેલા આ રોગથી આરોગ્ય વિભાગ પણ મૂંઝવણમાં છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપાલી માલવડકરે આ અંગેની માહિતી જિલ્લા આરોગ્ય અધિકારી અને અન્ય વહીવટીતંત્રને આપી છે. આ રોગનો વહેલી તકે ઈલાજ શોધવા ગ્રામજનોની માંગ છે. ડો.દિપાલી માલવડકર કહે છે કે કદાચ, શેમ્પૂના ઉપયોગને કારણે આવું બન્યું હશે.
    જાે કે, ઘણા પીડિતો કહે છે કે તેઓએ ક્યારેય શેમ્પૂ તો શું સાબુનો પણ ઉપયોગ નથી કર્યાે. તેમ છતાં તેઓના વાળ ખરી રહ્યા છે. ખરતાં વાળની આ બીમારીની સૌથી વધુ ચિંતા ગામની મહિલાઓને થઈ રહી છે.

    Post Views: 627
    મહારાષ્ટ્રનાં ૩ ગામમાં એકાએક લોકો ટાલિયા બનવા લાગતા હાહાકાર
    Previous ArticleI.N.D.I.Aને ખતમ કરી દેવો જાેઈએ, આમાં ના એજન્ડા, ના કોઈ લીડરશિપ, ગઠબંધનની છેલ્લી બેઠક સાડાસાત મહિના પહેલાં થઈ હતી : ઓમર અબ્દુલ્લા
    Next Article સુરત મહાનગરપાલીકાએ ગુજરાત હાઈકોર્ટની અવમાનના કરી

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.