સુરત, તા.૯
સુરતમાં મનપાએ ગુજરાત હાઈકોર્ટના આદેશનો અનાદર કર્યા હોવાનું સામે આવ્યું છે.
સુરતના લીંબાયત ઝોનમાં હાઈકોર્ટે બે ઓર્ડર આપ્યા હતા, છતાં આદેશનું પાલન ન કરાતા બિલ્ડરો દ્વારા દબાણ કરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સીઓપીની જગ્યાને ૧૨ વર્ષ થયા છતાં કોઈ કામગીરી કરાઈ નથી.
સુરત શહેરના આઈ શ્રી ખોડિયાર નગર સોસાયટીમાં બિલ્ડરે સીઓપીની જગ્યા પર કબ્જાે કરતાં સ્થાનિકોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
ગુજરાત હાઈકોર્ટ પહોંચેલા રહીશો સીઓપીની જગ્યાને લઈને ન્યાય માટે અપીલ કરી રહ્યા છે. સુરત મનપાએ કામગીરી કરવાની જગ્યાએ પોલીસ પર કેસ કરતા રહીશોએ મનપાને રજૂઆત કરી છે તેમ જાણવા મળ્યું છે.
અગાઉ ગોડાદરામાં બિલ્ડરે ગેરકાયદે બાંધકામ કરતા કિન્નરો પણ મેદાનમાં પડ્યા હતા. તેમની માગ છે કે સીઓપીની જગ્યા પર મંદિર બનાવવામાં આવે અથવા રહીશોને જગ્યાનો ઉપયોગ કરવા દેવામાં આવે.