Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 5
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » એક સામાન્ય વ્યક્તિએ આચર્યું૧૦,૦૦૦ કરોડનું કૌભાંડ, ૧૦૦થી વધુ શેલ કંપની બનાવી હતી

    એક સામાન્ય વ્યક્તિએ આચર્યું૧૦,૦૦૦ કરોડનું કૌભાંડ, ૧૦૦થી વધુ શેલ કંપની બનાવી હતી

    City Today DailyBy City Today DailyJanuary 10, 2025

    મુંબઈ, તા.૧૦
    ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ૧૧ સ્થળો પર દરોડા પાડી રૂ. ૧૦ હજાર કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. થાણેમાં રહેતાં જિતેન્દ્ર પાન્ડેએ ૨૬૯ બૅન્ક ખાતા મારફત રૂ. ૧૦ હજાર કરોડ વિદેશ ટ્રાન્સફર કર્યા છે. આ કૌભાંડ માટે તેણે ૯૮ નકલી કંપની અને ૧૨ ખાનગી કંપની બનાવી હતી. આ કંપનીઓના નામે ફંડ ઉઘરાવી તેણે વિદેશમાં રકમ ટ્રાન્સફર કરી હતી. આરોપીએ હોંગકોંગ, સિંગાપોર અને થાઈલૅન્ડમાં સ્થિત કંપનીઓના ખાતામાં આ મોટી રકમ ટ્રાન્સફર કરી હતી.
    જિતેન્દ્ર પાન્ડે માલભાડાના નામે આટલા મોટા વ્યવહાર કરતાં ઈડીના સંકજામાં ઘેરાયો હતો. ૨ જાન્યુઆરીના રોજ મુંબઈ, થાણે અને વારાણસીમાં ૧૧ સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા હતા. જેમાં વિદેશોમાં ગેરકાયદે રૂ. ૧૦ હજાર કરોડ ટ્રાન્સફર થયા હોવાનો ખુલાસો થયો હતો. દરોડામમાં એજન્સીએ એક કરોડ રૂપિયા રોકડ અને જ્વેલરી પણ જપ્ત કરી હતી. આ સિવાય અમુક દસ્તાવેજાે પણ મળી આવ્યા હતા. જેમાં મોટાપાયે અચલ સંપત્તિ મળી આવી હતી. થાણે પોલીસે જિતેન્દ્ર પાન્ડે ઉપરાંત અન્ય લોકો સામે એફઆઇઆર ફાઇલ કરી હતી. જેના આધારે હાલ તપાસ જારી છે.
    જિતેન્દ્ર પાન્ડેએ અમુક લોકો સાથે કુલ ૧૧૦થી વધુ શેલ કંપનીઓ બનાવી એક નેટવર્ક ઊભું કર્યું હતું. તેણે આ નકલી કંપનીઓના નામે ૨૬૯ બૅન્ક ખાતા ખોલાવ્યા બાદ આ કૌભાંડને અંજામ આપ્યો હતો. પોલીસે જિતેન્દ્ર પાન્ડે સહિત અન્ય લોકોની ધરપકડ પણ કરી છે. ઈડીએ જણાવ્યું કે, અત્યારસુધી થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, વિદેશોમાં માલ-સામાનની આયાત અને નિકાસના નામે આ કૌભાંડ થયું હતું. આટલી મોટી રકમ કોની છે અને ક્યાંથી ભેગી કરી હતી, તેની હાલ કોઈ જાણ થઈ નથી. જિતેન્દ્ર પાન્ડે અને તેના સાથીઓને અમુક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ મદદ કરી રહ્યા હોવાની જાણ થઈ છે. આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે.

    Post Views: 408
    ૦૦૦ કરોડનું કૌભાંડ ૧૦૦થી વધુ શેલ કંપની બનાવી હતી એક સામાન્ય વ્યક્તિએ આચર્યું૧૦
    Previous Articleદેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલ ઉપયોગ પર ગાઈડલાઈન
    Next Article ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાર્યવાહીના નિર્દેશ, ચાઈનીઝ જ નહીં કાચવાળા પાઉડરથી રંગેલી દોરી પણ પ્રતિબંધિત છે

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.