Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાર્યવાહીના નિર્દેશ, ચાઈનીઝ જ નહીં કાચવાળા પાઉડરથી રંગેલી દોરી પણ પ્રતિબંધિત છે

    ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાર્યવાહીના નિર્દેશ, ચાઈનીઝ જ નહીં કાચવાળા પાઉડરથી રંગેલી દોરી પણ પ્રતિબંધિત છે

    City Today DailyBy City Today DailyJanuary 10, 2025

    અમદાવાદ, તા.૧૦
    ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગરસિયાઓ પતંગ-દોરી અને જરૂરી દરેક વસ્તુની ખરીદી કરી ચૂક્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી કેસમાં સુનાવણી વખતે કહ્યું કે રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરી જ નહીં પણ કાચવાળો પાઉડર ચઢાવીને વેચાતી દોરી ઉપર પણ પ્રતિબંધ જ છે.
    ઉલ્લેખનીય છે કે કોટનની દોરીને કાચના પાઉડરથી તૈયાર કરેલી લુગદી દ્વારા રંગ ચઢાવવામાં આવે છે અને ધારદાર બનાવવામાં આવે છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં કહ્યું છે કે આ મામલે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના ર્નિદશે બાદ પોલીસ દ્વારા કાચ પાઉડર દ્વારા રંગાયેલી દોરીના ઉત્પાદન, ખરીદ-વેચાણ તથા ઉપયોગ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
    સરકારપક્ષ તરફથી સોગંદનામામાં જણાવ્યા મુજબ, ઉતરાયણના ૨૦૨૫ના તહેવારને લઇ ચાઇનીઝ, નાયલોન કે પ્લાસ્ટીક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગને લઇ ગૃહવિભાગ દ્વારા જરૂરી જાહેરનામું પણ ૨૪ ડિસેમ્બરના ૨૦૨૪ના રોજ જારી કરી દેવાયું હતું અને તેના અનુસંધાનમાં રાજયના તમામ જિલ્લા-તાલુકા કક્ષાએ પોલીસ દ્વારા પણ જરૂરી પરિપત્ર જારી કરી તેની અમલવારી શરૂ કરી દેવાઇ છે. સરકાર તરફથી આંકડા રજૂ કરતાં જણાવાયું કે, ચાઇનીઝ, નાયલોન કે પ્લાસ્ટીક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ સંબંધી ગુનાઓને લઇ ૧ જાન્યુઆરી ૨૦૨૩થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન અમદાવાદ સહિત રાજયભરમાં કુલ ૨૧૫૫ અને ૧૬ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી કુલ ૧૪૮ ફરિયાદો મળી, બે વર્ષમાં કુલ ૨૩૦૩ ફરિયાદો નોંધવામાં આવી છે. જેમાં સૌથી વઘુ ૪૫૧થી વઘુ ફરિયાદો તો એકલા અમદાવાદમાં જ નોંધાઇ છે. જેની સામે ૧ જાન્યુઆરી ૨૦૨૩થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન ૧૮૮૨ આરોપીઓ અને ૧૬ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ દરમ્યાન ૨૪૩ આરોપીઓની ધરપકડ સાથે કુલ ૨૧૨૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એકલા અમદાવાદમાંથી જ ૩૭૧થી વઘુ આરોપીઓ પકડાયા છે.
    જાહેરહિતની રિટમાં એડવોકેટ નિમિષ કાપડિયાએ ગંભીર સવાલ ઉઠાવ્યો છે કે, પોલીસ ઓથોરીટી અને સરકારના સત્તાવાળાઓ ચાઇનીઝ, નાયલોન દોરી અને તુક્કલ સામે કાર્યવાહી કરી રહી છે પરંતુ ગ્લાસકોટેડ દોરીને લઇ કાર્યવાહી કરવામાં કેમ ઉણા ઉતર્યા છે..? કે જયારે ખુદ ગુજરાત હાઇકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ તેના ચુકાદામા ચાઇનીઝ, નાયલોન દોરીની સાથે સાથે ગ્લાકોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવેલો છે ત્યારે ગ્લાસકોટેડ દોરીને લઇ કાર્યવાહીના કોઇ નક્કર આંકડા રજૂ થયા નથી.

    Post Views: 386
    ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાર્યવાહીના નિર્દેશ ચાઈનીઝ જ નહીં કાચવાળા પાઉડરથી રંગેલી દોરી પણ પ્રતિબંધિત છે
    Previous Articleએક સામાન્ય વ્યક્તિએ આચર્યું૧૦,૦૦૦ કરોડનું કૌભાંડ, ૧૦૦થી વધુ શેલ કંપની બનાવી હતી
    Next Article ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડીકલ સ્ટોર ઉપર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસ.ઓ.જી.

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.