Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હમાસ-ઈઝરાયેલ વચ્ચેની લડાઈનો અંત

    હમાસ-ઈઝરાયેલ વચ્ચેની લડાઈનો અંત

    City Today DailyBy City Today DailyJanuary 16, 2025

    નવી દિલ્હી, તા.૧૬
    છેલ્લાં ૧૫ મહિનાથી ઈઝરાયેલ અને પેલેસ્ટેનિયન જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈનો અંત લાવવા બંને પક્ષો સહમત થયાં છે.
    બંને પક્ષો વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતિ મુજબ હમાસ ગાઝામાં બંધક બનાવાયેલા ઈઝરાયલી નાગરિકોને મુક્ત કરશે.
    સામે પક્ષે બદલામાં ઈઝરાયલ પણ હમાસના લોકોને પણ મુક્ત કરશે. જાે કે, યુદ્ધવિરામ અંગે સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. અમેરિકાના નવા ચૂંટાયેલાં રાષટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ૨૦મી જાન્યુઆરીએ યોજાનારા શપથગ્રહણ પૂર્વે થયેલી યુદ્ધવિરામ અંગેની આ સમજૂતી ઈજિપ્ત અને કતારના મધ્યસ્થીઓ દ્વારા છેલ્લાં કેટલાંક મહિનાઓથી કરાઈ રહેલી મંત્રણાનું પરિણામ છે.
    હમાસ સૌપ્રથમ ૧૯ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ અને યુવાનોને મુક્ત કરશે. ગાઝા ડીલનો પહેલો તબક્કો ૪૨ દિવસ ચાલશે, જેમાં હમાસ લગભગ ૩૪ બંધકોને મુક્ત કરશે. બંને પક્ષો વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતી અંગે પ્રતિક્રિયા આપતાં અમેરિકાના નવા ચૂંટાયેલાં રાષટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં તેમના વિજયને કારણે આ શક્ય બન્યું છે. ટ્રમ્પે કહ્યું કે ગાઝામાં યુદ્ધવિરામ સમજૂતી થઈ ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું- અમે મધ્ય પૂર્વમાં બંધકો માટે કરાર કર્યાે છે. તેમને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે.
    અલઝઝીરાના અહેવાલ મુજબ, કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસિમ અલ થાની બુધવારે હમાસ અને ઈઝરાયલના પ્રતિનિધિઓને મળ્યા હતા, જે બાદ આ ડીલ પૂર્ણ થઈ હતી.
    ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં બંને પક્ષના ૪૭ હજારથી વધુ લોકો માર્યા ગયા.અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ચેતવણી ઉચ્ચારી હતી કે, ‘જાે હમાસ બંધકોને મુક્ત નહીં કરે તો અમે મિડલ-ઇસ્ટને નરક બનાવી દઇશું.’
    હાલ યુદ્ધવિરામના ડ્રાફ્ટ પર હમાસની મંજૂરીને ટ્રમ્પની ચેતવણીના પ્રભાવ સ્વરૂપે પણ જાેવામાં આવી રહ્યું છે.
    ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો કુલ ૪૨ દિવસ સુધી ચાલી શકે છે. યુદ્ધવિરામ ડીલના પ્રથમ તબક્કામાં હમાસ ૫ મહિલાઓ સહિત ૩૩ બંધકોને મુક્ત કરશે.
    ઈઝરાયલ ૨૫૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. ૧૫ દિવસ પછી, હમાસ બાકીના બંધકોને મુક્ત કરશે.

    Post Views: 337
    હમાસ-ઈઝરાયેલ વચ્ચેની લડાઈનો અંત
    Previous Articleસૈફ અલી ખાન પર ચપ્પાં વડે હુમલો, સૈફની કરોડરજ્જુમાંથી નીકળ્યો ૨.૫ ઈંચનો ચાકૂનો ટુકડો
    Next Article સ્કૂલવાન પલટી મારતા વિદ્યાર્થિનીનું મોત અન્ય ૪ ગંભીર રીતે ઘાયલ થયા

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.