સુરત, તા.૧૬
સુરતના સચિન મગદલ્લા હાઇવે પર સ્કૂલવાન પલટી મારતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં ચાર વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલો વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા છે. એસીપી, ડીસીપી કક્ષાના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે.
રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આવામાં સુરતમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં સ્કૂલવાન પલટી મારી ગઇ હોવાની ઘટના સામે આવી છે. સુરતના સચિન મગદલ્લા હાઇવે પર સ્કૂલવાન પલટી મારતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં ચાર વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર ઘટનાની જણ થતા એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. અનેક વખત બેફામ અને બેદરાકરીપૂર્વક વાહન ચલાવવાના ગંભીર પરિણામો સામે આવી ચૂક્યા છે. જ્યારે ઘણી વખત સ્કૂલ વાહનને અકસ્માત નડ્યો હોવાની ઘટના પણ બની ચૂકી છે. આવામાં ફરી એક વખત સુરતમાં આવી જ એક ઘટના બની છે. જેના કારણે વાલીઓના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. સચિન મગદલ્લા હાઇવે પર સ્કૂલવાન પલટી ખાઇ ગઇ હતી. પૂરપાટ ઝડપે ચાલતી સ્કૂલવાનને અકસ્માત નડ્યો હતો. સુરતમાં શાળા – કોલેજના વિદ્યાર્થીઓ કાર રેસિંગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. કાર રેસિંગ કરતા અચાનક કાબૂ ગૂમાવતા કાર પલટી જતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અકસ્માતમાં અકનું મોત થયું છે જ્યારે અન્ય ચાર વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.