Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, May 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સૈફ અલી ખાન પર હુમલો કરનાર મુખ્ય હુમલાખોર પકડાયો

    સૈફ અલી ખાન પર હુમલો કરનાર મુખ્ય હુમલાખોર પકડાયો

    City Today DailyBy City Today DailyJanuary 19, 2025

    મુંબઈ, તા.૧૯
    બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે મુંબઈ પોલીસે મુખ્ય આરોપી હુમલાખોરને પકડી પાડ્યો છે. પોલીસે આરોપીનું સાચું નામ જાહેર કરતાં જણાવ્યું કે તે મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહેજાદ છે. તે બાંગ્લાદેશી હોવાની આશંકા છે કેમ કે તેની પાસે કોઈ ભારતીય પુરાવા નથી. તે પોતાની ઓળખ છુપાવવા માટે વિજય દાસ, બિજાેય દાસ કે પછી મ્ત્ન તરીકે પોતાની ઓળખ આપી રહ્યો હતો. હાલમાં તેની ધરપકડ કરી ખાર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના ડીસીપીએ કહ્યું હતું કે આરોપીએ કબૂલ્યું છે કે તે ચોરીના ઈરાદે જ ઘરમાં ઘૂસ્યો હતો. તેને ખબર નહોતી કે આ સૈફ અલી ખાનનું ઘર છે. પ્રાથમિક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આરોપી પોતાનું નામ બિજાેય દાસ કે પછી મોહમ્મદ ઈલિયાસ જેવા નામો આપી રહ્યો હતો.
    જાેકે પોલીસે પૂછપરછ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પકડાયેલો આ આરોપી બાંગ્લાદેશનો વતની હોઈ શકે છે અને તે ૫-૬ મહિના પહેલાં જ તે મુંબઈ આવ્યો હોવાની ચર્ચા છે. મોડી રાતે લગભગ ૧૦૦ જેટલી ટુકડી સાથે કાર્યવાહી કરતાં પોલીસે થાણેના હીરાનંદાણી એસ્ટેટની નજીક બનેલા લેબર કેમ્પ નજીક આવેલી ઝાડીઓમાંથી તેને પકડી પાડ્યો હતો.
    મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદને ૫ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ફરિયાદ પક્ષે મેજિસ્ટ્રેટ પાસે ૧૪ દિવસની પોલીસ કસ્ટડી માગી હતી પરંતુ ફક્ત ૫ દિવસની કસ્ટડી મંજૂર રખાઈ હતી.
    મુંબઈ પોલીસના તપાસ અધિકારીએ મેજિસ્ટ્રેટને જણાવ્યું કે આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યો અને અભિનેતા અને અન્ય બે લોકો પર છરી વડે ૬ વાર હુમલો કર્યો હતો. તપાસ અધિકારીએ મેજિસ્ટ્રેટ સમક્ષ દલીલ કરી હતી કે તે બાંગ્લાદેશી છે અને તે જાણવું જરૂરી છે કે તે માન્ય દસ્તાવેજાે વિના ભારત કેવી રીતે આવી શક્યો.
    બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરનાર આરોપીની મુંબઈ પોલીસે થાણે પશ્ચિમ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. મજૂર શિબિર પર દરોડા દરમિયાન તેને પકડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપી પોતાની વાસ્તવિક ઓળખ જાહેર કરી રહ્યો નથી. તે પોતાનું નામ જાહેર કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને શંકા છે કે આરોપી ગેરકાયદેસર બાંગ્લાદેશી પણ હોઈ શકે છે. માહિતી અનુસાર મો.શહેજાદ એ જ વ્યક્તિ છે જેણે ૧૬ જાન્યુઆરીની રાતે ઘરમાં ઘૂસીને સૈફ પર ચપ્પાથી હુમલા કર્યા હતા. આરોપીની ઓળખ પહેલા વિજય દાસ તરીકે જાહેર કરાઈ હતી પરંતુ તે પછીથી મો.શહેજાદ હોવાનો ખુલાસો થયો છે. પકડાયા બાદ તેણે પોલીસ સામે સ્વીકાર્યું કે મેં જ સૈફ અને કરીનાના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. મુંબઈ પોલીસે હાલ તેની ધરપકડ કરી છે. આરોપી થાણેના રિકી બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરતો હતો. આરોપીની ઓળખ લગભગ ૩૦ વર્ષની આજુબાજુ હોવાની આશંકા છે.
    ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન પર મોડી રાતે ઘરમાં ઘૂસીને ચપ્પાથી હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ હુમલો ચોરીના ઈરાદે કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જાેકે હવે અસલ ચોર પકડાઈ ગયો છે ત્યારે તે સૈફના ઘરમાં કેમ ઘૂસ્યો હતો તેના રહસ્યો ઉઘાડા પડશે. હાલમાં સૈફની હાલત સ્થિર છે અને તે રિકવરી મોડમાં છે. ગઇકાલે જ ડૉક્ટરોએ તેનું હેલ્થ અપડેટ આપ્યું હતું જેમાં તે ઝડપથી રિકવર થઇ રહ્યો હોવાની જાણકારી આપી હતી. સૈફની સર્જરી પણ સફળ રહી હતી.

    Post Views: 839
    સૈફ અલી ખાન પર હુમલો કરનાર મુખ્ય હુમલાખોર પકડાયો
    Previous Articleમહાકુંભ મેળામાં આગ, ભીષણ આગની ઘટનાથી ૨૦-૨૫ ટેન્ટ બળી ગયા
    Next Article ગાઝામાં યુદ્ધ વિરામ લાગુ હમાસે આપી બંધકોની યાદી

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.