પ્રયાગરાજ, તા.૧૯
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે.
આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. એવામાં મહાકુંભના સેક્ટર ૧૯ નગરમાં ટેન્ટમાં ભીષણ આગની ઘટના બની હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું હતું. ફાયર વિભાગની શાનદાર કામગીરીને લઈને ટૂંક જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
મળતી માહિતી મુજબ, મહાકુંભમાં સેક્ટર ૧૯માં ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં આગ લાગી હતી. ભીષણ આગની ઘટનાથી ૨૦ થી ૨૫ ટેન્ટ બળી ગયા છે. ટેન્ટમાં મૂકવામાં આવેલાં સિલેન્ડર સતત બ્લાસ્ટ થઈ રહ્યા હતાં. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુંં.
આ આગ અખાડાથી આગળ રસ્તા પર લોખંડના બ્રિજ નીચે લાગી હતી. હાલ, ફાયર વિભાગ આગ પર દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે.નોંધનીય છે કે, હવા તેજ હોવાના કારણે આગ વધુ ફેલાય તેવું જાેખમ હતું. જાેકે, હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે નથી આવી. મહાકુંભમાં લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં આકાશ ધુમાડાથી કાળું થઈ ગયું હતું.
